Digital Gujarat Scholarship 2025-26 | ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું

Spread the love

દોસ્તો આ પોસ્ટમાં આપણે વાત કરીશું કે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ અંતર્ગત શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો જો તમે પણ પોસ્ટ મેટ્રિક Digital Gujarat Scholarship 2025-26 ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માગતા હોય તો આ પોસ્ટમાં હું તમને માહિતી આપીશ કે કોણ કોણ ફોર્મ ભરી શકે છે તમારે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને તમે શિષ્યવૃત્તિનું લાભ લેવા માગતા હોય તો ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી શકો છો.
Digital Gujarat Scholarship 2025-26 | ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2025-26 | Digital Gujarat Scholarship 2025-26

શૈક્ષણિક વર્ષ 2025 અને 26 ને લઈને SC,ST,OBC કેટેગરીમાં આવતા તમામ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ સહાયને લઈને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ની શરૂઆત કરી દેવામાં આવી છે. જો તમે એસસી એસટી કેટેગરીમાં આવતા વિદ્યાર્થી છો તો તમે 15/7/2025 થી 31/08/2025 દરમિયાન સ્કોલરશીપ નો લાભ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.
ઓબીસી કેટેગરી ની અંદર આવતા વિદ્યાર્થીઓ 17-07-2025 થી લઈને 30/09/2025 દરમિયાન ઓનલાઇન શિષ્યવૃતિ માટે ફોર્મ ભરી શકે છે.
એસટી કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ પાછલા વર્ષોની અંદર કોઈ કારણસર શિષ્યવૃતિ ના મળી હોય તો તે 15/07/2025 થી 31/07/2025 દરમિયાન વર્ષ 2023-2024 અને 2024-2025 માટે નવેસરથી શિષ્યવૃતિ સહાય માટે ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
હવે આગળ જાણીએ કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપમાં જો તમે ફોર્મ ભરવા માંગો છો અને શિષ્યવૃત્તિની સહાયતા મેળવવા માંગો છો તો કોણ કોણ આ શિષ્યવૃત્તિની સહાયતા મેળવી શકે છે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2025-26 માં કોણ કોણ ફોર્મ ભરી શકે છે

નીચે મુજબની લાયકાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ની અંદર ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
  • ધોરણ 11 12 કરતા વિદ્યાર્થીઓ
  • ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓ
  • આઈટીઆઈ કરતાં વિદ્યાર્થીઓ
  • સ્નાતક અને અનુસ્નાતક કરતા વિદ્યાર્થીઓ
  • એમ ફીલ અને પીએચડી કરતાં વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે
તો ઉપર આપેલ અભ્યાસક્રમમાં જે પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે તે વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
Digital Gujarat Scholarship 2025-26 | ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું

ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ માં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે | Digital Gujarat Scholarship Required Documents

  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • ધોરણ 10 ની માર્કશીટ
  • તમામ અભ્યાસક્રમ ની વર્ષવાઇઝ ફાઇનલ વર્ષની માર્કશીટ
  • બેંક પાસબુક
  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • OTR નંબર
તો ઉપર આપેલા ડોક્યુમેન્ટ અને માહિતી તમારી પાસે હોવી જોઈએ જો તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપમાં ઓનલાઇન ફોર્મ ભરવા માંગો છો

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય | Digital Gujarat Scholarship Online Apply

ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક્સ સ્કોલરશીપ માં ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ તમારા મોબાઇલ કે કોમ્પ્યુટર ની અંદર google માં જવાનું છે અને google માં જઈને તમારે સર્ચ કરવાનું છે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ જેવું તમે google માં સર્ચ કરશો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ તમને એક વેબસાઈટ જોવા મળશે.
Digital Gujarat Scholarship 2025-26 | ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી શકાય
એ વેબસાઈટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેબસાઈટ પર ક્લિક કરશો એટલે આ વેબસાઈટ પર જ તમે પહેલીવાર આવ્યા હોય તો તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશન કરવાથી તમારી પ્રોફાઈલ બની જશે જેથી તમે સરળતાથી શિષ્યવૃતિ સહાય માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશો. હવે જ્યારે તમે રજીસ્ટ્રેશન કરી રહ્યા છો તો તમારે એક પાસવર્ડ અને user નેમ બનાવવાનું હોય છે આ પાસવર્ડ અને યુઝરનેમ ની મદદથી તમારી વેબસાઈટ પર લોગીન કરવાનું હોય છે.
તો હવે પાસવર્ડ અને યુઝરનેમ બનાવ્યા પછી તમારે ફરીથી વેબસાઈટ પર લોગીનના બટન પર ક્લિક કરવાનું હોય છે લોગીન ને બટન પર ક્લિક કરશો એટલે પાસવર્ડ અને યુઝરનેમ માગશે તે તમારે એન્ટર કરીને વેબસાઈટ ઉપર લોગીન કરી લેવાનું છે જેવું તમે લોગીન કરી લેશો એટલે વેબસાઈટ પર તમને સર્વિસ કરીને એક ઓપ્શન જોવા મળશે એ ઓપ્શન પણ તમારે ક્લિક કરવાનું છે જેની અંદર તમને શિષ્યવૃત્તિનો ઓપ્શન એટલે કે સ્કોલરશીપ તમને જોવા મળશે જેવું તમે સ્કોલરશીપ ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપ જોવા મળી જશે જે એસસી,એસટી અને ઓબીસી કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિનું લાભ મેળવી શકે છે.

Author

  • સચિન શાહ એક ઉત્સાહી બ્લોગર છે જેમને શિક્ષણ, શિષ્યવૃત્તિ અને સરકારી યોજનાઓ વિશે નવીનતમ માહિતી પૂરી પાડવામાં ઊંડો રસ છે. તેમનું ધ્યેય તેમના વાચકોને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવા અને પરિપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી જ્ઞાનથી સશક્ત બનાવવાનું છે.


Spread the love

Leave a Comment