નમો લક્ષ્મી યોજના શરૂઆત કરવામાં આવી હતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે અને આ યોજના અંતર્ગત 50,000 સુધીની સહાય સરકાર દ્વારા અહીયા આપવામાં આવતી હોય છે તો આ યોજનાની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે Namo Laxmi Yojana ની અંદર ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું.
નમો લક્ષ્મી યોજના શું છે | What is Namo Lakshmi Yojana?
ગુજરાત સરકાર દ્વારા Namo Laxmi Yojana ની શરૂઆત કરવામાં આવી હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ પ્રાથમિક શિક્ષણના સરવર્તીકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરે તે બાબતે સુનિશ્ચિત કરવાની ભલામણો કરેલ છે પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને 100% નામાંક અને સ્થાયીકરણ માટે તેમાં પણ કન્યા કેડવણીની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થયેલ છે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અનેક વિધિ પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે કિશોરવયની કન્યાઓને પોષણ આરોગ્યને વધુ સુદર બનાવવાની જરૂરિયાત જણાવેલ છે જેથી કિશોરવયની વિદ્યાર્થીનીઓ શિક્ષણની સાથે સાથે પૂરતું પોષણ મળે તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવાનું સરકારના વિચારણા હેઠળ હતું.
નમો લક્ષ્મી યોજના માટે પાત્રતા શું છે | What is the eligibility for Namo Lakshmi Yojana?
ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસસી દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પાત્રતાને આધીન છે એટલે કે જો તમે નમોલક્ષ્મી યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માંગો છો તો તમે ગુજરાત રાજ્યની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક જે શિક્ષણ બોર્ડ છે તેની અંદર તમે શિક્ષણ મેળવતા હોય અને જો તમે સીબીએસસી બોર્ડની અંદર એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર પણ તમે જો અભ્યાસ મેળવતા હોય તો પણ તમે આ નમો લક્ષમી યોજનાનો લાભ અહિયા મેળવી શકો છો.
સાથે પાત્રતાને લઈને જે બીજી અહિયા બાબત આપેલી છે તમે જોઈ શકો છો કે રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલો હોય અથવા સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલો હોય અથવા જે વિદ્યાર્થીનીઓએ ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવ માં પ્રવેશ મેળવેલો હોય જેઓને કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય તો તેઓ નમો લક્ષ્મી યોજના ની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને 50,000 સુધીની સહાયતા મેળવી શકે છે.
નમો લક્ષ્મી યોજના ની અંદર કોણ લાભ લઈ શકે છે
તમે સરકારી પ્રાઇવેટ કે કોઈપણ સ્કૂલની અંદર તમે ભણતા હોય અને તમે ધોરણ 1 થી લઈને 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય ને ધોરણ 9 ની અંદર અભ્યાસ મેળવ્યો હોય 9 થી લઈને 12 સુધી તમે આ જે યોજના છે નમો લક્ષ્મી યોજનાનો લાભ મેળવી શકો છો સાથે જે પણ અહિયાં છોકરી એટલે કે જે પણ વિદ્યાર્થીની અહીંયા નમો લક્ષ્મી યોજનાનો લાભ મેળવવા માંગે છે તો તેમના કુટુંબની વાર્ષિક આવક અહિયાં 6 લાખથી ઓછી હોવી જોઈએ તો જ તે નમો લક્ષ્મી યોજનાની અંદર સહાય મેળવી શકે છે.
સાથે અહીંયા વાત કરીએ કે જો તમે Namo Laxmi Yojana ની અંદર ફોર્મ ભરો છો ઓનલાઇન અહિયાં સહાય મેળવવા માટે તો તમને મળવાપાત્ર સહાય કેટલી રહેશે મળવાપાત્ર સહાય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યાથી પાત્ર ધરાવનાર કુલ 50,000 સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે તો કઈ રીતે તમને 50,000 ની જે સહાય મળશે.
નમો લક્ષ્મી યોજના ની અંદર 50,000 સુધીની સહાય કઈ રીતે મળતી હોય છે
તો ધોરણ 9 અને 10 ના મળી કુલ 20,000 સહાય ચૂકવવામાં આવશે પૈકી 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂપિયા 500 મુજબ વાર્ષિક 5000 પ્રમાણે અને બંને વર્ષના મળી કુલ 10,000 ચૂકવવામાં આવશે જ્યારે બાકીના 10,000 ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા મળવા પાત્ર રહેશે તમે ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા અહયા પાસ કરશો એટલે બાકીના બીજા 10,000 તમને મળવા પાત્ર રહેશે.
એ રીતે ધોરણ 9 અને 10 ના મળી ટોટલ 20,000 તમને ચૂકવવામાં આવશે બાકીના જે 30,000 છે એ તમને કઈ રીતે મળશે તો ધોરણ 11 અને 12 ના મળી કુલ 30,000 તમને ચૂકવવામાં આવશે આ સહાય પેકી ધોરણ 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂપિયા 750 મુજબ વાર્ષિક 7500 તમને ચૂકાવવામાં આવશે અને બંને વર્ષના મળી તમને 15000 તમને ચૂકાવવામાં આવશે જ્યારે બાકીના 15000 ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા પાસ તમે કરી લેશો ત્યાર પછી તમને બીજા 15000 તમને ચૂકવવામાં આવશે તો આ રીતે તમને ટોટલ નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000 ની સહાય તમને આપવામાં આવશે.
નમો લક્ષ્મી યોજના ની અંદર 50,000 ની સહાય કઈ રીતે ખાતા માં મળતી હોય છે
હવે વાત કરીએ કે જે સહાયની રકમ તમને ચૂકવવામાં આવશે એ પ્રક્રિયા કઈ રીતની છે એટલે કે તમને Namo Laxmi Yojana અંતર્ગત 50,000 ની સહાય તમને કઈ રીતે મળશે યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી શાળાઓ રહેશે નિયામક શ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાનું સમારું સંચાલન માટે એક અલગ નમો લક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે જે તમને હું આગળ બતાવાનું છું કે તમે કઈ રીતે ઓનલાઇન અહિયા ફોર્મ ભરવાનું હોય છે.
નમો લક્ષ્મી યોજના અંતર્ગત જેની અંદર તમને જે પણ સ્કૂલની અંદર તમે એડમિશન મળ્યું હોય ધોરણ 9 થી લઈને 12 સુધી તો તે શાળાના કોડની જરૂર પડતી હોય છે તમારે ઓનલાઇન ફોર્મ ભરવા માટે આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયમક શ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી માધ્યમથી ડાયરેક્ટ તમારા ખાતામાં જમા કરવામાં આવશે બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીથી વિદ્યાર્થીની માતાના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે.
જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ના હોય તો તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીની બેંકના ખાતામાં જમા કરવામાં આવશે જે પણ છોકરી અહીંયા નમો લક્ષ્મી યોજના અંતર્ગત લાભ મેળવવા માટે ફોર્મ ભરે છે તો તેની માતાના ખાતામાં અહિયા સહાય 50,000 એ જમા કરવામાં આવશે પણ જો તેની માતા હયાત ના હોય તો તે જે પણ વિદ્યાર્થીની હોય છે તેના ખાતામાં ડાયરેક્ટ ડીબીટી માધ્યમથી અહીયા 50,000 ની ચૂકવણી કરવામાં આવતી હોય છે.
નમો લક્ષ્મી યોજના ની અંદર 50,000 ની સહાય ક્યારે મળતી હોય છે
સાથે જે Namo Laxmi Yojana અંતર્ગત તમને જે સહાય મળશે તે તમારા ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે અહિયા પાત્રતા ધોરણના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શકાય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જ જમા કરવાની રહેશે અન્યથા મોળામાં મોડા જુલાઈ માસમાં જૂન અને જુલાઈની સહાયની રકમ એક સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરવાની રહેશે ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધીમાં સંબંધિત વિદ્યાર્થીની માતા અથવા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
હવે વાત કરીએ કે જો તમે નમો લક્ષ્મી યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે અહીયાં જોઈ શકો છો કે નમો લક્ષ્મી યોજનાની અંદર ફક્ત છોકરીઓ જ અરજી કરવા પાત્ર છે લાભાર્થી છોકરીની કુટુંબિક વાર્ષિક આવક અહીંયા 6 લાખથી ઓછી હોવી જોઈએ જે પણ વિદ્યાર્થીનીઓ એટલે કે જે છોકરીઓ જે અહિયા ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી રહી છે 10 ની 11 અને 12 ની અંદર અભ્યાસ કરી રહી છે તે અહીંયા નમોલક્ષ્મી યોજનાનો ફાયદો લઈ શકે છે એટલે કે સહાય મેળવી શકે છે.
સરકારી શાળામાં અભ્યાસ કરતી હશે બિનસરકારી સહાયક શાળા ખાનગી શાળામાં અભ્યાસ કરતી હશે તો પણ એ નમો લક્ષ્મી યોજનાની અંદર લાભ મેળવી શકે છે ગુજરાત સરકારની નમોલક્ષ્મી યોજના હેટળ શિષ્યવૃત્તિ નાનકીય સહાય માટે અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો અહીંયા વિદ્યાર્થીનું આધાર કાર્ડ હોવું જોઈએ સાથે એક એક્ટિવ મોબાઈલ નંબર હોવો જોઈએ બેંક ખાતાની વિગતો હોવી જોઈએ શિક્ષણ સંબંધી દસ્તાવેજો એટલે કે અહિયાં લિવિંગ સર્ટિફિકેટ હોય છે તે હોવું જોઈએ સાથે જે માર્કશીટ હોય છે તમારી પાસે અહિયા હોવી જોઈએ સાથે અહીયા માતાપિતાનું આધાર કાર્ડ હોવું જોઈએ.
નમો લક્ષ્મી યોજના ની અંદર ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરી શકાય
તો તમે નમો લક્ષ્મી યોજનાની અંદર સહાય મેળવી શકો છો 50,000 સુધીની હવે વાત કરીએ કે જો તમે ઓનલાઇન ફોર્મ ભરવા માંગો છો Namo Laxmi Yojana ની અંદર તો કેવી રીતે ભરી શકાય નમો લક્ષ્મી યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં આવવાનું છે અને તમારે ગૂગલમાં આવીને સર્ચ કરવાનું છે સ્વીપચેટ નમો લક્ષ્મી ( swiftchat namo laxmi ) ગૂગલ માં ટાઈપ કરીને સર્ચ કરવાનું છે જેવું તમે સર્ચ કરશો તો નમો લક્ષ્મી સ્વીપચેટ લાઇટ તમને લખેલું જોવા મળે છે જેની પર તમારે ક્લિક કરવાનું છે.
જેવું તમે તે વેબસાઈટ ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો મોબાઈલ નંબર માંગવામાં આવશે એ મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે તેની પર એક ઓટીપી આવશે એ ઓટીપી દ્વારા તમારી વેરિફિકેશન કરવાનું છે અને જેવું તમે વેરિફિકેશન કરી લેશો એટલે ચેટબોક્સ અહિયા ઓપન થશે વેબસાઈટ પર જેની ઉપર લખેલું છે નમો લક્ષ્મી આ ચેટ બોક્સની અંદર તમે અહિયા તમારે હાય લખીને મોકલવાનું છે.
હાય લખીને જેવું તમે મોકલશો એટલે મેસેજ આવશે હેલો કરીને એક મેસેજ તમને જોવા મળશે વેલકમ ટુ ધ નમો લક્ષ્મી બોર્ડ આઈ એમ હિયર ટુ નેવિગેટ ધ સ્કોલરશિપ એપ્લિકેશન પ્રોસેસ વિથ ઇઝી અહી તમને પૂછવામાં આવે છે કે તમે લેંગ્વેજ સિલેક્ટ કરો તો તમે અહિયા ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે જેવું તમે ગુજરાતી સિલેક્ટ કરશો નીચે તમને બીજો એક મેસેજ તમને જોવા મળશે મને તમારી વિશે વધુ માહિતી માટે આગળ પર ક્લિક કરો તો તમારે આગળ બટન પર ક્લિક કરવાનું હોય છે.
જેવું તમે ક્લિક કરશો તમારા શાળાનો કોડ અહિયા દાખલ કરો તમને પૂછવામાં આવશે એટલે તમે જે પણ શાળાની અંદર અભ્યાસ કરતા હોય એ શાળાનો કોડ તમારે અહીંયા એન્ટર કરવાનો હોય છે જેવું તમે શાળાનો કોડ એન્ટર કરશો એટલે તમારો નમો લક્ષ્મી યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે અહીંયા શરૂ થઈ જશે અને તમે નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000 સુધીની અહીયા સહાયતા મેળવી શકો છો.
મેં તમને માહિતી આપી નમો લક્ષ્મી યોજના વિશે કે નમો લક્ષ્મી યોજના શું છે નમો લક્ષ્મી યોજનાની અંદર તમે સહાયતા કેવી રીતે મેળવી શકો છો અને તમારા ખાતાની અંદર આ નમો લક્ષ્મી યોજના અંતર્ગત જે પૈસા આવતા હોય છે કેવી રીતે તમને મળતા હોય છે અને તમારે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવાનું હોય છે તો નમો લક્ષ્મી યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી શકાય તે વિશે વધારે માહિતી જાણવા માંગતા હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો.