માનવ કલ્યાણ યોજના 2025 | Manav Kalyan Yojana Gujarat

આજની આ પોસ્ટમાં આપણે વાત કરીશું Manav Kalyan Yojana વિશે માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે માનવ કલ્યાણ યોજના ની અંદર જો તમે ફોર્મ ભરો છો તો કયા કયા વ્યવસાય ની અંદર સાધન ખરીદી પર સહાય મળશે સાથે એ પણ જાણીશું કે માનવ કલ્યાણ યોજના ની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે આ યોજનામાં ફોર્મ ભરવા માટેની પાત્રતા શું છે.

 

માનવ કલ્યાણ યોજના 2025 | Manav Kalyan Yojana Gujarat

Manav Kalyan Yojana ની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે

તો સૌપ્રથમ વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના 2025 ની શરૂઆત થઈ ગઈ છે અને તેની અંદર જે પણ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરવા માગતો હોય તેની ઉંમર 18 વર્ષથી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ
સાથે અહીં જે પણ વ્યક્તિ ફોર્મ ભરે છે તે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબ રેખાની યાદીમાં તેનો સમાવેશ થયેલો હોવ ફરજિયાત છે અને જો તે બીપીએલ કાર્ડ ધારક છે એટલે કે તેનો સ્કોર 0 થી 16 સ્કોર ધરાવતો લાભાર્થી છે તો તેને અહીંયા આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી તેને માત્ર તેનું જાતિ પ્રમાણપત્ર અહીંયા બતાવવાનું હોય છે
સાથે એવા વ્યક્તિઓ વિશે વાત કરી કે જે ગરીબ રેખાની અંદર નથી આવતા એટલે કે જે બીપીએલ કાર્ડ ધારક નથી જે એપીએલ કાર્ડ ધારક છે તો તે લોકોએ અહીંયા અરજી કરતી વખતે કુટુંબની વાર્ષિક આવક 6 લાખ સુધી હોવી જોઈએ અતિ અંગેના તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકામાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો તે લોકોએ ફોર્મ ભરતી વખતે અહીંયા અપલોડ કરવાનો હોય છે

માનવ કલ્યાણ યોજના ની અંદર કયા કયા વ્યવસાયોને સાધન ખરીદી પર સહાય મળશે.

તો અહીં માનવ કલ્યાણ યોજના અંતર્ગત 10 વ્યવસાયને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે તે કંઈક નીચે મુજબ છે.
  1. દૂધ દહીં વેચનાર
  2. ભરતકામ
  3. બ્યુટી પાર્લર
  4. પાપડ બનાવટ
  5. વાહન સર્વિસિંગ અને રીપેરીંગ
  6. પ્લમ્બર
  7. સેન્ટીંગ કામ
  8. ઈલેક્ટ્રીક એપ્લાયસીસ રીપેરીંગ
તો ઉપર જે મેં 10 વ્યવસાયના નામ લખ્યા છે તે વ્યવસાયોને Manav Kalyan Yojana અંતર્ગત આવરી લેવામાં આવે છે તો જો તમે આ વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમે અહીંયા માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરીને તમારા જે પણ વ્યવસાય છે તેની અંદર જે પણ તમે સાધનનો ઉપયોગ કરવા માગતા હોય તે સાધનની ખરીદી ઉપર તમને અહીંયા સહાયતા મળી શકે છે તો સાધન ખરીદી ઉપર સહાય મેળવવા માટે તમારે માનવ કલ્યાણ યોજના ની અંદર ફોર્મ ભરવાનું હોય છે તો ફોર્મ કેવી રીતે ભરી શકાય.
માનવ કલ્યાણ યોજના 2025 | Manav Kalyan Yojana Gujarat

માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરવા કયા કયા પુરાવાની જરૂર પડે.

  1. અરજદાર નું આધારકાર્ડ
  2. અરજદારનું રેશનકાર્ડ
  3. અરજદાર નો આવકનો દાખલો
  4. અરજદારનું જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતો હોય તો
  5. અરજદાર જે વ્યવસાય સાથે જોડાયેલ છે તેનો પુરાવો
  6. સેલ્ફ ડિકલેરેશન નું ફોર્મ

માનવ કલ્યાણ યોજના ની અંદર ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી શકાય.

Manav Kalyan Yojana ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલથી એપ્લિકેશન દ્વારા તમે ફોર્મ ભરવા માગતા હોય તો તમારે તમારા મોબાઇલમાં play store માં જઈને ekutir નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય છે અને જો તમે મોબાઈલ ની અંદર google માં જઈને ફોર્મ ભરવા માગતા હોય તો તમારે ekutir નામની વેબસાઈટ સર્ચ કરવાની હોય છે.
યોજનાનું નામ – માનવ કલ્યાણ યોજના
વેબસાઇટ લિંક – e-kutir.gujarat.gov.in
માનવ કલ્યાણ યોજના 2025 | Manav Kalyan Yojana Gujarat
જેવું તમે ekutir નામની વેબસાઈટ સર્ચ કરો છો google માં જઈને એ વેબસાઈટ તમને અહીંયા જોવા મળી જશે જે ગવર્મેન્ટની જ એક વેબસાઈટ છે તો હવે વેબસાઈટ પર જઈને તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે એ વિશે આપણે જાણી લઈએ.
જેવું તમે વેબસાઈટ પર જશો તો વેબસાઈટ પર તમને એક ભાષાનો ઓપ્શન જોવા મળશે જ્યાં ક્લિક કરીને તમે વેબસાઈટની ભાષા બદલી શકો છો તો તમે ઇંગ્લિશમાંથી ગુજરાતી ભાષા કરી શકો છો વેબસાઇટની વેબસાઈટની અંદર હવે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે તમારે કમિશનર,કુટીર અને ગ્રામદ્યોગ નામનો એક ઓપ્શન તમને જોવા મળશે એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે.
માનવ કલ્યાણ યોજના 2025 | Manav Kalyan Yojana Gujarat
જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે ચાર ઓપ્શન તમને જોવા મળશે જેમાંથી પહેલો જ ઓપ્શન તમને માનવ કલ્યાણ યોજનાનો જોવા મળશે તે ઓપ્શન પણ તમારે ક્લિક કરવાનું છે જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા નાગરિકનું લોગીન નામનો એક ઓપ્શન તમને જોવા મળશે એ નાગરિકના લોગીન ની અંદર તમારે અહીંયા લોગીન કરવાનું હોય છે તમારા યુઝર આઇડી અને પાસવર્ડથી.
માનવ કલ્યાણ યોજના 2025 | Manav Kalyan Yojana Gujarat
જો તમે વેબસાઈટ પર પહેલીવાર આવ્યા હોય તો તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવું પડતું હોય છે તો નવા યુઝર તરીકે અહીં ક્લિક કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું હોય છે જેની ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પાસે તમારું પૂરું નામ છે તમારો આધારકાર્ડ નંબર અહિંયા માંગવામાં આવશે તમે પુરુષ છો કે સ્ત્રી છો એ પૂછવામાં આવશે તમારે મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો હોય છે તમારી જન્મ તારીખ તમારો ઈમેલ આઇડી એન્ટર કરવાનું હોય છે.
જેવું તમે વેબસાઈટ ની અંદર તમારી બધી જ માહિતી એટલે કે મોબાઈલ નંબર ઇમેલ આઇડી અને પાસવર્ડ બનાવીને રજીસ્ટ્રેશન કરશો એટલે જે પણ મોબાઈલ નંબર દ્વારા તમે રજીસ્ટ્રેશન કરો છો તેની પર એક મેસેજ આવશે જેની અંદર તમને એક યુઝર આઇડી આપવામાં આવશે એ યુઝર આઇડી ની મદદથી અને જે પાસવર્ડ તમે બનાવ્યો હતો રજીસ્ટ્રેશન કરતી વખતે તેની મદદથી તમારે અહીંયા વેબસાઈટની અંદર લોગીન કરવાનું હોય છે લોગીન કરી લીધા પછી તમારું અહીંયા માનવ કલ્યાણ યોજના ની અંદર જે ફોર્મ તમે ભરવા માંગો છો એ ફોર્મ અહીંયા ઓપન થઈ જશે.
જેવું ફોર્મ ઓપન થાય છે તો તમારે બધી જ ડિટેલ્સ તમારી આપવાની હોય છે તમારું નામ તમારા પિતા કે હસબન્ડ નું નામ તમારા ઘરનું સરનામું તમારી બધી જ માહિતી અહીંયા આપવાની હોય છે સાથે તમે કયા વ્યવસાયની અંદર સાધન ખરીદી કરવા માંગો છો તે ઓપ્શન પણ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો હોય છે જેવું તમે સિલેક્ટ કરશો એટલે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો એક ઓપ્શન જોવા મળશે.
જ્યાં તમારે self Decleration form નું ફોર્મ અને જો તમે જાતિ પ્રમાણ અપલોડ કરવાનું હોય તો તમારા જાતિનું પ્રમાણપત્ર અથવા તો તમારે આવકનો દાખલો આપવાનો હોય તો આવકનો દાખલો તમારે અહીંયા અપલોડ કરવાનો હોય છે તમારું આધાર કાર્ડ તમારું પાનકાર્ડ અને તમારા બધા જ ડોક્યુમેન્ટ ને તમારે અહીંયા સ્કેન કરીને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના હોય છે.
ફોર્મ ભરતી વખતે ઓનલાઇન તમારી પાસે અહીંયા ઈશ્રમ કાર્ડ નંબર માગવામાં આવશે જો તમારી પાસે ઈશ્રમ કાર્ડ નંબર ના હોય તો વેબસાઈટ પર તમને એક ઓપ્શન જોવા મળશે જેની પર ક્લિક કરીને તમે ઓનલાઇન તમારું ઈશ્રમ કાર્ડ બનાવી શકો છો.
ઓનલાઇન ફોર્મ ભરી લીધા પછી તમારે લાસ્ટ માં સેવ કરવું જરૂરી છે સેવનું બટન તમને જોવા મળશે જેની પર તમારે ક્લિક કરવાનું છે જો તમે સેવના બટન પર ક્લિક નહીં કરો તો તમારી અહીંયા જે ફોર્મ તમે જે ભર્યું છે તે એપ્લિકેશન તમારી અહીંયા ડ્રાફ્ટ ની અંદર સેવ રહેશે અહીંયા તમારો ફોર્મ સેવ નહીં થાય અને તમને ખ્યાલ પણ નહીં રહે કે તમારી અહીંયા જે ફોર્મ તમે ભર્યું છે તે મંજૂર કેમ ના થયું અને કંઈ પણ તમને લાભ કેમ ના મળ્યો તો જ્યાં સુધી તમારી ફોર્મ ભરી રહો છો તો છેલ્લે તમને અહીંયા સેવ નામનું બટન જોવા મળશે એ બટન પર ક્લિક કરીને તમારે તમારું જે અહીંયા ફોર્મ ભર્યું છે એ તમારે સેવ કરી લેવાનું છે એટલે કે એપ્લિકેશન સેવ કરી લેવાની છે ત્યારબાદ જ તમારું અહિયાં ફોર્મ ભર્યું છે એ ફોર્મ માન્ય ગણાશે.
વેબસાઈટ ઉપર ફોર્મ ભરતી વખતે તમારે અહીંયા જાતિ પસંદ કરવાની હોય છે અને તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું હોય છે અનુચિત જાતિ પૈકી અતિ પછાત વર્ગની 12 અતિ પછાત જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે એ પછાત વર્ગની જે જાતિ છે તેમને માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહીં. જાતિ પ્રમાણપત્ર જ અપલોડ કરવાનો રહેશે તેઓએ આવકનો દાખલો અહીંયા અપલોડ કરવાનો હોતો નથી પણ જો તમે આ જે 12 જાતિની અંદર તમે નથી આવતા તો તમારે અહીંયા 6,00,000 સુધીની આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.તો આ રીતે તમે વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છે.

Self Decleration ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું અને કેવી રીતે ભરવું.

તો દોસ્તો જ્યારે આપણે માનવ કલ્યાણ યોજના ની અંદર વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરતા હોઈએ છે ત્યારે આપણને સેલ્ફ ડિકરેશન ફોર્મ એટલે કે અરજદારનું એકરાર નામુ માંગવામાં આવતું હોય છે તો આ સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ક્યાંથી મેળવવાનું અને કેવી રીતે ભરવું તે વિશે વાત કરી લઈએ.
સેલ્ફ ડિકરેશન ફોર્મ તમને એ  e-kutir વેબસાઈટ પર મળી જશે એટલે જે વેબસાઈટ પર આપણે ફોર્મ ભરી રહ્યા છે તે વેબસાઈટ પર જ મળી જશે તમારે google માં જઈને સર્ચ કરવાનું છે e કુટીર વેબસાઈટ વેબસાઈટ પર તમારે જવાનું છે એ વેબસાઈટ ની અંદર જઈને તમે જેવું માનવ કલ્યાણ યોજનાના પેજ ઉપર જશો એટલે તમને વેબસાઈટની અંદર નીચે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ની પ્રિન્ટ મળી જશે એ ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઇલ કે કોમ્પ્યુટર ની અંદર તમારું self ડિકલેરેશન ફોર્મ તમારા મોબાઇલમાં ડાઉનલોડ થઈ જશે જેની તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે અને પ્રિન્ટ કાઢી લીધા પછી self ડેકોરેશન ફોર્મ તમારે ભરવાનું હોય છે અને તેને સ્કેન કરીને તમારે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું હોય છે હવે self Decleration ફોર્મ એટલે કે અરજદારનું એકરારનામું તો આ જ્યારે તમે ડાઉનલોડ કરી લેશો તો કંઈક આ પ્રકારનું તમને જોવા મળશે.
જેની અંદર તમારે ફોર્મ ની અંદર તમારે તમારું નામ લખવાનું હોય છે તમે કયા વ્યવસાય ની અંદર સાધન ખરીદી કરવા માંગો છો તમારા વ્યવસાય ની અંદર જે પણ સાધનનો તમે ઉપયોગ કરતા હોય જે સાધન તમે ખરીદવા માગતા હોય તેનું તમારે નામ લખવાનું હોય છે વર્ષ અહીંયા લખવાનું હોય છે તમારા ગામનું નામ લખવાનું હોય છે તાલુકા નું નામ લખવાનું હોય છે અને તમે બહનદરી આપો છો કે જે પણ તમે માહિતી અહીંયા આપી છે એ તમારા તરફથી એકદમ સાચી છે એવી રીતે તમારે અહીંયા લખવાનું હોય છે અને નીચે તમારી સહી કરવાની હોય છે અને જે પણ જગ્યાએથી તમે ફોર્મ ભરો છો એ જગ્યા એટલે કે તે સ્થળનું નામ લખવાનું હોય છે અને જે પણ અરજદાર હોય તેને તેની સહી કરવાની હોય છે.
આટલું કરી લીધા પછી એટલે કે self Decleration એટલે કે અરજદાર નું એકરાર નામું ભરી લીધા પછી તમારે આ એકરાર નામાને વેબસાઈટ પર જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તેને સ્કેન કરીને તમારે અપલોડ કરવાનું હોય છે તો આ રીતે તમે સેલ્ફ ડિકલેસન નું ફોર્મ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો તેની પ્રિન્ટ લઈને તેને ફોર્મ ભરી લેવાનું છે અને ફોર્મ ભરી લીધા પછી તેને સ્કેન કરીને તમારે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું હોય છે.
તો દોસ્તો આ પોસ્ટ ની અંદર મેં તમને માહિતી આપી કે તમે Manav Kalyan Yojana ની અંદર ફોર્મ કેવી રીતે ભરી શકો છો? માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ કોણ કોણ ભરી શકે છે અને માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા પુરાવાની જરૂર પડશે આ બધી જ માહિતી જે મેં તમને આપી એ તમને ગમી હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો અને ક્યાં પણ તમને ફોર્મ ભરતી વખતે ખબર ના પડે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.

માનવ કલ્યાણ યોજના સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

પ્ર. 1: માનવ કલ્યાણ યોજના શું છે?
ઉ. માનવ કલ્યાણ યોજના ગુજરાત સરકારની એક યોજના છે, જે પછાત વર્ગના લોકો માટે સ્વરોજગાર માટે સાધનો/કિટ સહાય રૂપે આપે છે.

પ્ર. 2: કોણ માનવ કલ્યાણ યોજનામાં અરજી કરી શકે છે?
ઉ. ગુજરાત રાજ્યના પછાત વર્ગના,સુચિબદ્ધ જાતિઓ (SEBC), અનુસૂચિત જાતિઓ (SC), અને અનુસૂચિત જનજાતિઓ (ST)ના નાગરિકો અરજી કરી શકે છે.

પ્ર. 3: અરજી કરવા માટેનું લાયકાત ધોરણ શું છે?
ઉ. અરજીકર્તાની વય 18 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ.

પ્ર. 4: કઈ પ્રકારની કિટ કે સાધનો આ યોજના હેઠળ મળે છે?
ઉ. બ્યુટી પાર્લર કિટ, દરજી કિટ, વગેરે જેવા 28 થી વધુ વ્યવસાયિક સાધનો આપવામાં આવે છે.

પ્ર. 5: માનવ કલ્યાણ યોજનામાં અરજી કઈ રીતે કરવી?
ઉ. અરજી e-kutir.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન કરવી પડે છે.

પ્ર. 6: અરજીફોર્મ સાથે કયા દસ્તાવેજો જરૂરી છે?
ઉ. આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટા, અને બેંક પાસબુક જેવી વિગતો જરૂરી છે.

પ્ર. 7: અરજી કર્યા પછી સહાય મળવા માટે કેટલો સમય લાગે છે?
ઉ. અરજીની છટણી અને મંજૂરી પ્રક્રિયા બાદ, સામાન્ય રીતે કેટલાક મહિનાઓમાં કિટ આપવામાં આવે છે. સમય સમય પર અપડેટ મળતું રહે છે.

પ્ર. 8: વધુ માહિતી માટે કયા સંપર્ક કરવો?
ઉ. તમારાની તાલુકાની જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) અથવા વેબસાઇટ પર ઉપલબ્ધ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો.

Leave a Comment