Pradhan Mantri Awas Yojana 2025 | પ્રધાન મંત્રી આવાસ યોજના ગુજરાત

તો દોસ્તો આ આર્ટીકલ માં આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 વિશેની સંપૂર્ણ માહિતી વિશે

તો Pradhan Mantri Awas Yojana ની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે અને કોન ફોર્મ નથી ભરી શકતું અને સાથે નવા મકાન પર કેટલી સબસીડી મળી શકે છે અને ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે પ્રધાનમંત્રી આવાસ યોજના ની અંદર જો તમે ફોર્મ ભર્યું છે તો તેનું લિસ્ટ કેવી રીતે ચેક કરી શકાય વેબસાઈટ પર તે માહિતી પણ આપણે જોઇશું તો સંપૂર્ણ માહિતી માટે આર્ટીકલ પૂરો વાંચજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે

દોસ્તો દરેકને નવા મકાનના બાંધકામ પર અને નવા મકાનના ખરીદી પર સરકાર દ્વારા આ યોજના અંતર્ગત સબસીડી આપવામાં આવે છે જો તમે શહેરી વિસ્તારની અંદર ઓનલાઇન ફોર્મ ભરો છો તો તમને અઢી લાખ સુધીની સબસીડી અહીંયા મળે છે જો તમે ગ્રામીણ વિસ્તારની અંદર અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમને ₹1,20,000 સુધીની સબસીડી અહીંયા મળે છે

Table of Contents

Pradhan Mantri Awas Yojana 2025

Pradhan Mantri Awas Yojana-હવે સરકાર દરેક ઘર માટે 2.5 લાખ રૂપિયા સુધીની સહાય પૂરી પાડશે. પહેલા આ રકમ ૧.૨૦ લાખથી ૧.૩૦ લાખ રૂપિયા હતી. નવો લક્ષ્ય: ૨૦૨૫ સુધીમાં ૩ કરોડ નવા ઘર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.યોજનાનો સમયગાળો લંબાવવામાં આવ્યો સરકારે યોજનાને માર્ચ 2025 સુધી લંબાવી છે.

આ યોજનાની અંદર કોને લાભ નહીં મળે?

કેટલાક લોકો એવા છે જેમને આ યોજના હેઠળ લાભ આપવામાં આવતા નથી. આ યોજના હેઠળ, જે લોકો પાસે પહેલાથી જ પોતાનું પાકું ઘર છે તેમને આ યોજનાનો લાભ મળતો નથી.

  • જો તમારા પરિવાર ની આવક 6 લાખથી વધારે છે તો આ યોજનાનો લાભ નહીં મળે
  • જો કોઈ કંપની તમારા નામે નોંધાયેલ હોય. એટલે કે જો તમે કોઈ કંપનીના માલિક હોવ તો પણ, તમે આ યોજનાનો લાભ મેળવી શકશો નહીં.
  • જે લોકોને આ યોજના હેઠળ લાભ નહીં મળે તેમાં એવા પરિવારોનો સમાવેશ થઈ શકતો નથી જેમાં કોઈ સરકારી નોકરી ધરાવે છે.
  • અઢી એકરથી વધુ જમીન ધરાવતા લોકોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
  • જે લોકો પાસે મોટરસાયકલ કે થ્રી વ્હીલર છે તેઓ પણ આ યોજના માટે પાત્ર રહેશે નહીં.
  • આ ઉપરાંત, ૫૦ હજાર કે તેથી વધુ કિંમતના કિસાન કાર્ડ ધરાવતા લોકોને પણ આમાંથી બાકાત રાખવામાં આવશે. અથવા જે લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.

આ યોજનાની અંદર કોણ ફોર્મ ભરી શકે કોને લાભ મળશે?

Pradhan Mantri Awas Yojana ની અંદર ઓનલાઇન ફક્ત આર્થિક રીતે નબળા વર્ગ ઓછી આવક જૂથ ના લોકો મધ્યમાં આવક વર્ગના પરિવારો જેમની પાસે પરિવારના કોઈ પણ સભ્યના નામે પાકું ઘર નથી તે લોકો આ યોજના ની અંદર ફોર્મ ભરી શકે છે

  • અરજદાર ભારત નો કાયમી રહેવાસી હોવું જોઈએ અરજદાર પાસે કોઈ પણ જગ્યાએ પાકું ઘરના હોવું જોઈએ
  • અરજદાર ની વાર્ષિક આવક નીચેની શ્રેણીમાં હોવી જોઈએ
  • EWS આર્થિક રીતે નબળા વર્ગ ત્રણ લાખ સુધીની આવક
  • LIG ઓછી આવક જૂથ ત્રણ લાખથી છ લાખ સુધીની આવક
  • MIG મધ્યમ આવક જૂથ ₹ 6 લાખ થી 18 લાખની આવક

જો તમે શહેરી વિસ્તારની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માંગો છો તો કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે

  • અરજદારની આધાર વિગતો આધાર નંબર આધાર મુજબના જન્મ તારીખ
  • પરિવારના સભ્યોની આધાર વિગતો જેમ કે આધાર નંબર આધાર મુજબ નામ અને જન્મ તારીખ
  • અરજદારનું સક્રિય બેંક ખાતાની વિગતો જેમકે ખાતા નંબર બેંકનું નામ શાખા આઇએફએસસી કોડ આધાર સાથે જોડાયેલ છે તે બેન્ક એકાઉન્ટની જરૂર પડશે
  • આવકના પુરાવો માત્ર પીડીએફ ફાઈલમાં અને 100 kb સાઈઝ સુધીનું ફાઈલ તમારે અપલોડ કરવાની છે
  • જમીનના દસ્તાવેજ ની પણ અહીંયા જરૂર પડશે

હવે વાત કરીએ કે જો તમે ગ્રામીણ વિસ્તાર ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માંગો છો તો કયા કયા ડોક્યુમેન્ટસની તમારે જરૂર પડશે

  • સૌથી પહેલા અરજદારનું આધાર કાર્ડ તેની પાસે હોવું જોઈએ
  • અરજદારના પરિવારના સભ્યોની આધારકાર્ડની વિગતો તેની પાસે હોવી જોઈએ
  • જેનું પણ નામ લાભાર્થી તરીકે તમે પસંદ કરો છો તેના બેન્ક એકાઉન્ટની માહિતી તમારી પાસે હોવી જોઈએ
  • જોબ કાર્ડ નંબર તમારી પાસે હોવો જોઈએ
  • રાશનકાર્ડ તમારી પાસે હોવો જોઈએ
  • એક પાસપોર્ટ સાઈઝ ફોટો હોવો જોઈએ

આટલા ડોક્યુમેન્ટ્સ જો તમારી પાસે છે તો તમે ગ્રામીણ વિસ્તારની અંદર ઓનલાઇન ફોર્મ ભરી શકો છો હવે વાત કરીએ કેટલાક લોકો ગ્રામીણ વિસ્તારની અંદર જોબકાર્ડ ના હોવાને કારણે ફોર્મ નથી ભરી શકતા.

જોબકાર્ડ કેવી રીતે બનાવી શકાય | Job Card Kevi Rite banavu

જો તમે જોબ કાર્ડ બનાવવા માંગો છો તો તમારી નજીકની ગ્રામ પંચાયતમાં જેને તમે બનાવી શકો છો

જોબ કાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટસ ની જરૂર પડશે

  • તમારી પાસે ઓળખકાર્ડ તરીકે આધાર કાર્ડ અથવા મતદાર આઈડી કાર્ડ તમારી પાસે હોવું જોઈએ
  • રહેઠાણ પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ
  • કુટુંબિક આવકનો પ્રમાણપત્ર હોવું જોઈએ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો તમારી પાસે હોવો જોઈએ
  • બેંક ખાતાનો સ્ટેટમેન્ટ તમારી પાસે હોવું જોઈએ
  • જાતિ પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ
  • સાથે એક મોબાઈલ નંબર ચાલુ હોય તે હોવો જોઈએ

આટલા ડોક્યુમેન્ટ્સ જો તમારી પાસે હશે તો તમે ગ્રામીણ વિસ્તારની અંદર જે પણ ગ્રામ પંચાયત હશે તેની અંદર જઈને તમે તમારો જોબકાર્ડ બનાવી શકો છો

ગ્રામીણ વિસ્તારની અંદર ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી શકાય | Pm Awas Yojana Gramin Apply Online

તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે google માં જઈને તમારે સર્ચ કરવાનું છે પીએમએવાય ગ્રામીણ

જેવું તમે સર્ચ કરશો એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની જે ઓફિસિયલ વેબસાઈટ છે એ તમને જોવા મળશે એ વેબસાઈટ પર તમારે ક્લિક કરવાનું છે ફોર્મ ભરવા માટે જો તમે ઓનલાઈન ફોર્મ મોબાઈલથી ભરો છો તો વેબસાઈટ પર તમને ઉપર થ્રી લાઈન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું છે તેના પર જેવું તમે ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે આવાસ પ્લસ 2024 સર્વે તે ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે

pm awas yojana gramin online apply

તેના પર જેવું તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા બે એપ્લિકેશન ની લીંક જોવા મળશે જે એપ્લિકેશન દ્વારા તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઇન ફોર્મ ભરી શકશો તો જે એપ્લિકેશન તમને જોવા મળે છે એ લિંક પર ક્લિક કરીને તમારે એપ્લિકેશન તમારા મોબાઇલમાં તે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે

pm awas yojana gramin gujarat

અહીંયા બે એપ્લિકેશન તમને જોવા મળશે આવાસ પ્લસ અને આધાર ફેસ આર.ડી એપ્લિકેશન નો ઉપયોગ જ્યારે તમે આવાસ પ્લસ એપ્લિકેશન ની અંદર ઓનલાઇન ફોર્મ ભરશો તો સૌ પ્રથમ તમારી પાસે તમારો આધાર કાર્ડ નંબર માગવામાં આવશે જે આધાર કાર્ડ નંબર તમે જેવો એન્ટર કરશો એટલે આધાર ફેસ આરડી એપ્લિકેશન એની જાતે ઓપન થશે અને તેના દ્વારા તમારું આધાર વેરીફીકેશન થશે આધાર વેરીફીકેશન થઈ ગયા પછી આવાસ પ્લસ ની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાનું જે ફોર્મ છે એ ઓપન થઈ જશે જ્યાં તમારી પાસે તમારી માહિતી અમુક માંગવામાં આવશે

જે પણ લાભાર્થી તમે પસંદ કરવા માગતા હોય સબસીડીના માટે તે લાભાર્થીનું નામ તમારે પસંદ કરવાનું હોય છે તમારા પરિવારના જે પણ સભ્યો હોય તેમની માહિતી તમારે આપવાની હોય છે અને ફોર્મ તમારે અહીંયા ઓનલાઇન ભરી દેવાનું છે અહીં જેવું તમે ફોર્મ ભરી લેશો એટલે તમારું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ની અંદર સર્વે સંપૂર્ણ પતી જશે અને તમને જ્યારે અહીંયા પૈસા મળશે ત્યારે તમને મેસેજ પણ આવશે

શહેરી વિસ્તારમાં ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરી શકાય | Pm Awas Yojana Urban Apply Online

તો સૌપ્રથમ ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે google માં જવાનું છે અને google માં જઈને લખવાનું છે પી એમ એ વાય જેવું તમે લખશો એટલે તમને વેબસાઈટ જોવા મળશે નીચે વેબસાઈટની અંદર તમને એક ઓપ્શન નીચે જોવા મળશે એપ્લાય ફોર પીએમએવાય તે ઓપ્શન પણ તમારી ક્લિક કરવાનું છે

Pm awas yojana urban gujarat

જેવું તમે ક્લિક કરશો એટલે એટલે આપણે ઉપર જે વાત કરી એલીજીબીલીટી ચેક થશે તમારી અને ત્યાં જો તમે આ યોજના માટે લાયક હશો તો અહીંયા ફોર્મ ઓપન થઈ જશે જ્યાં તમારે તમારું નામ આધાર પર પ્રમાણે તમારા કુટુંબની માહિતી આપવાની છે આવકનો દાખલો હોય એ આપવાનો છે જમીનના દસ્તાવેજો તમારે મૂકવાના છે અને કુટુંબના લોકોની માહિતી તમારી ફોર્મ ભરતી વખતે ભરવી પડશે એ બધી જ માહિતી ભરીને તમે અહીંયા ઓનલાઇન ફોર્મ ભરી શકો છો

Pm awas yojana urban gujarat

હવે દોસ્તો આપણે વાત કરીશું કે જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઇન ફોર્મ ભર્યું છે ગ્રામીણ વિસ્તારની અંદર દરેક ગામનું જે પણ લોકોને અહીં અરજી માન્ય ગણવામાં આવી છે તેનું લીસ્ટ વેબસાઈટ પણ મૂકી દેવામાં આવ્યું છે તો એ લિસ્ટ તમે કેવી રીતે જોઈ શકો છો વેબસાઈટ પર જઈને એ વિશે માહિતી આપીશ

Pradhan Mantri Awas Yojana Gramin List | પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લિસ્ટ

ગ્રામીણ લિસ્ટ જોવા માટે તમારે સૌ પ્રથમ google માં જઈને સર્ચ કરવાનું છે પીએમએવાય ગ્રામીણ જેવું તમે google માં સર્ચ કરશો એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને ઓફિશિયલ વેબસાઈટ તમને જોવા મળી જશે એ વેબસાઈટ પર તમારે ક્લિક કરવાનું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ નું નવું લિસ્ટ જોવા માટે

Pm Awas Yojana Gramin List પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણ યાદી ગુજરાત (2)

જેવું તમે વેબસાઈટ પર જશો ત્યાં તમને આવાસ સોફ્ટ કરીને એક ઓપ્શન જોવા મળશે તે ઓપ્શન પણ તમારે ક્લિક કરવાનું છે જેની અંદર તમને રિપોર્ટ કરીને એક નવો ઓપ્શન જોવા મળશે એ ઓપ્શન પણ તમારે ક્લિક કરવાનું છે જેવું તમે રિપોર્ટ પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે એ પેજ ની અંદર તમારે નીચે જવાનું છે જ્યાં તમને Beneficiary details for verification નામનો એક ઓપ્શન જોવા મળશે એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે

જ્યાં તમને અહીંયા રિપોર્ટ જોવા મળશે જેની અંદર તમારી પાસે તમારા જિલ્લાનું નામ તમારા ગામનું નામ તમારા રાજ્યનું નામ કઈ યોજનાને લઈને તમે માહિતી મેળવવા માંગો છો લિસ્ટ જોવા માંગો છો એ યોજના પસંદ કરવાની છે

એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પસંદ કરવાનું છે અને કયા વર્ષનું તમે લિસ્ટ જોવા માંગો છો એ વર્ષ પસંદ કરવાનું છે એટલું પસંદ કરી લીધા પછી તમને એક કેપચા જોવા મળશે એ કેપચાને તમારે ગણતરી કરીને જવાબ લખવાનો છે અને સબમિટ પર ક્લિક કરવાનું છે

જ્યાં તમને તમારા ગામનું લિસ્ટ જોવા મળશે જે તમે તમારા મોબાઇલમાં ડાઉનલોડ પણ કરી શકો છો એ ગામના લિસ્ટની અંદર તમને જે પણ ગામની અંદર જેટલા પણ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર અરજી માન્ય થઈ હશે તે લોકોને નામ જોવા મળશે જ્યાં તમે તમારું નામ પણ ચેક કરી શકો છો કે તમને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ની અંદર લાભ મળશે કે નહીં

Awas-Yojana-Gramin-List-Gujarat

Pradhan Mantri Awas Yojana Urban status | પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તારની સ્થિતિ તપાસો

હવે આપણે વાત કરીએ કે જો તમે શહેરી વિસ્તારની અંદર ઓનલાઇન ફોર્મ ભર્યું છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તારનું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકો છો તો સ્ટેટસ ચેક કરવા માટે શહેરી વિસ્તારનું તમારે નીચે આપેલ વેબસાઈટ પર જવાનું છે

વેબસાઈટ પર જતા તમને Track Your Assessment status નામનો ઓપ્શન તમને જોવા મળશે જ્યાં તમે તમારી એપ્લિકેશન આઈડી નો યુઝ કરીને તમારું શહેરી વિસ્તાર નું સ્ટેટસ જોઈ શકો છો

pradhann mantri awas yojana

દોસ્તો ઉપર આપેલી માહિતી જો તમને ગમી હોય તો નીચે આપેલ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો

પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે હજુ વધારે માહિતી જાણવા માગતા હોય

તો નીચે આપેલ વિડીયો જોઈ શકો છો

Leave a Comment