RTE Gujarat Admission Form 2025-26 Online Apply Process in Gujarati

ગુજરાત સરકાર દ્વારા RTE Admission – રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન Act 2009 ની હેઠળ શૈક્ષણિક વર્ષ 2025-26 ની અંદર અહીંયા નબળા અને  શિક્ષણથી વંચિત જૂથના બાળકોને હવે વિના મૂલ્ય દ્વારા ધોરણ એકમાં પ્રવેશની જે જાહેરાત છે એ કરી દેવામાં આવી છે

જો તમે પણ તમારા બાળકનું એડમિશન કરાવવા માગતા હોય તો કઈ તારીખથી અહીંયા ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ થશે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે સેલ્ફ ડિકલેરેશન નું ફોર્મ ક્યાંથી લેવાનું છે કેવી રીતે ભરવાનું છે સાથે તમે તમારા શહેરની અંદર જે પણ શાળાની અંદર પ્રવેશ કરવા માગતા હોય એ શાળાઓનું લિસ્ટ કેવી રીતે જોવું એ સંપૂર્ણ માહિતી વિશે હું વાત કરવાનો છું જો તમે તમારા બાળકનું ધોરણ-૧ માં પ્રવેશ કરવા માગતા હોય તો આ માહિતી સંપૂર્ણ વાંચજો જેથી તમને ખ્યાલ આવી જશે કે તમારે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને કઈ વેબસાઈટ પર જઈને ભરવાનું છે

RTE Gujarat Admission Form 2025-26 Online Apply Process in Gujarati

RTE Gujarat Admission 2025-26 | RTE એડમિશન શું છે

વાત કરીએ ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 ની કલમ 12 એક હેઠળ ખાનગી શાળાઓમાં  વિના મૂલ્ય ધોરણ એક માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે જે બાળકો 1 જુન 2025 ના રોજ પોતાના છ વર્ષ પૂર્ણ કરી લેશે તો તે લોકો આ યોજના ની અંદર વિનામૂલ્ય ખાનગી શાળામાં એડમિશન લઈ શકે છે

Who can fill the form in RTE admission? | RTE એડમિશન ની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે

તો અહીંયા RTE એડમિશન ની અંદર દરેક કેટેગરી ના લોકો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે તેમના બાળક ધોરણ એક થી આઠ સુધી ભણાવી શકે છે એકદમ ફ્રીમાં તો અહીંયા કોઈ કેટેગરી ફિક્સ રાખવામાં આવી નથી દરેક માણસ અહીંયા ઓનલાઇન ફોર્મ ભરી શકે છે પણ જ્યારે તમે અહીંયા તમારા બાળકનું એડમિશન કરાવો છો ફોર્મ ભરો છો તો તમારા બાળકનું અહીંયા સિલેક્શન થશે કે નહીં એ જાણવું જરૂરી છે

તો અહીંયા પહેલી પસંદગી માટે અહીંયા અગ્રતાક્રમ આપેલો છે એ કંઈક નીચે પ્રમાણે છે જે તમે જોઈને તમારો બાળકનું એડમિશન થશે કે નહીં તેનો અંદાજો લગાવી શકો છો

અગ્રતાક્રમ

  • અનાથ બાળક
  • સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક
  • બાલ ગૃહના બાળકો
  • બાળમજૂર અને સ્થાનાંતરિત મજૂરના બાળકો
  • મંદબુદ્ધિ અને વિકલાંગ હોય તેવા બાળકો
  • શહીદ થયેલ લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનના જે બાળકો છે તે
  • જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
  • રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો
  • 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી SC,ST,SCBC, જનરલ તથા અન્ય બીપીએલ કુટુંબના બાળકો
  • અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કેટેગરીના બાળકો
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અન્ય પછાત વર્ગ, વિચરીત અને વિમુખ જાતિના બાળકો
  • જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો

ઉપર જે મેં તમને અગ્રતાક્રમ બતાવ્યો તે પ્રમાણે અહીંયા બાળકોની પસંદગી થશે RTE admission ની અંદર જો તમે ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમે જે પણ કેટેગરીની અંદર આવતા હોય તો તમે તમારા અગ્રતા ક્રમ પ્રમાણે અહીંયા અંદાજો લગાવી શકો છો કે જે અગ્રતા ક્રમ છે તે પ્રમાણે અહીંયા એડમિશન થશે હવે વાત કરીએ છીએ વિશેષ નોંધ અહીંયા આપી છે કે અગ્રતાક્રમ જે મેં તમને ઉપર બતાવ્યું એમાં જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી,રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો,અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કેટેગરીના બાળકો અને જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો માં આવતા જે બાળકો છે તે ગ્રામ્ય વિસ્તાર માટે જે તમારી આવક હોવી જોઈએ ₹1,20,000 હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1,50,000 ની આવક મર્યાદા લાગુ પડશે પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા ,આવકની અગ્રતા,વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાન લઈ પ્રવેશ આપવામાં આવશે

હવે વાત કરીએ આરટી એડમિશનના જે શૈક્ષણિક વર્ષનો જે કાર્યક્રમ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે તે વિશે કે કાર્યક્રમ કઈ રીતનો છે

RTE Form 2025-26 Gujarat Date |  RTE એડમિશન કાર્યક્રમ 2025

તો અહીંયા RTE 2025 ને 26 પ્રવેશ માટેની જે વર્તમાન પત્રોમાં જે જાહેરાત અહિયાં કરવામાં આવી હતી RTE એડમિશનની એ 19/2/2025 બુધવારના રોજ કરવામાં આવી હતી

ઓનલાઇન ફોર્મ ભરવાના જે શરૂ થશે એ 28/2/2025 થી 12/3/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. એ પહેલા તમને આઠ દિવસનો સમય આપવામાં આવશે જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે એકઠા કરવા માટે તો એ તમારે 19/2/2025 થી 26/2/2025 સુધીમાં જરૂરી તમને લગતા જે અહીંયા ડોક્યુમેન્ટ્સ છે એ તમારે એકઠા કરીને રાખવાના છે ઓનલાઇન ફોર્મ ભરવા માટે

જ્યારે તમે અહીંયા ઓનલાઇન ફોર્મ ભરી લેશો 28/2/2025 થી 12/3/2025 વચ્ચે પછી તમારા જે ફોર્મ જે તમે ભર્યા છે તેની અહીંયા જિલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવશે તમારા ફોર્મની ચકાસણી કર્યા પછી આપણું તમારું ફોર્મ થયું છે કે રિજેક્ટ થયું છે તેની જાહેરાત 28/2/2025 થી 13/3/2025 વચ્ચે કરવામાં આવશે

હવે જ્યારે તમે અહીંયા ઓનલાઇન ફોર્મ ભરો છો અને કંઈ ભૂલ થઈ જાય છે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં તમારાથી ભૂલ થાય છે તો તે સુધારો કરવા માટે પણ તમને અહીંયા સમય આપવામાં આવશે ત્રણ દિવસ જેટલો સમય તમને આપવામાં આવશે 18/3/2025 થી 20/3/2025 વચ્ચે તમારે જે પણ ડોક્યુમેન્ટ તમારું ઓનલાઇન ફોર્મ ભરતી વખતે રહી ગઈ હોય એ તમારે અહીંયા ફરીથી રી અપલોડ કરવાનું છે ડોક્યુમેન્ટ અને તમારે અહીંયા સબમીટ કરવાનું છે

ફોર્મ ની અંદર પણ તમને સુધારો કરવાનો સમય આપવામાં આવશે ત્યારબાદ તમારું અહીંયા જે પ્રવેશ પ્રક્રિયા નો જે પ્રથમ રાઉન્ડ છે એ જે જાહેર કરવામાં આવશે એ 27/3/2025 ના રોજ જાહેર કરવામાં આવશે પ્રવેશ પ્રક્રિયા નો જે પ્રથમ રાઉન્ડ અહિયાં જાહેર કરવામાં આવશે કે કોનું કોનું અહીંયા જે અરજી કરવામાં આવી હતી એ કોની પાસ થઈ છે અને કોની રિજેક્ટ થઈ છે તો આ રીત નો કંઈક કાર્યક્રમ છે જે અહીંયા RTE ACT 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા નો કાર્યક્રમ જે અહીંયા જાહેર કરવામાં આવેલ છે 2025 અને 26 માટે

હવે વાત કરીએ કે જો તમે તમારા બાળકનું RTE ACT 2009 હેઠળ પ્રવેશ કરાવવા માગતા હોય એડમિશન લેવા માગતા હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે દરેક વ્યક્તિની કેટેગરી અહીંયા અલગ હોય છે તો કેટેગરી પ્રમાણે અહિયાં એમના ડોક્યુમેન્ટ્સ પણ અલગ અલગ હોય છે તો ડોક્યુમેન્ટ તમારે કયા કયા જરૂર પડશે જે તમારે એકઠા કરીને રાખવાના છે 28/2/2025 પહેલા

RTE Admission Documents Required in Gujarat | RTE એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટસ

એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે તમને એ જાણવા માટે તમારે google માં જવાનું છે ને google માં જઈને સર્ચ કરવાનું છે RTE ગુજરાત જેવું તમે સર્ચ કરશો અહીંયા જે RTE એક્ટ 2009 હેઠળ જે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે તેની જે વેબસાઈટ છે તમને અહિયાં google માં જોવા મળશે તે વેબસાઈટ પણ તમારે જવાનું છે

RTE Gujarat Admission Form 2025-26 Online Apply Process in Gujarati

અને જેવું તમે વેબસાઈટ પર જશો તો નીચે તમારે જવાનું છે વેબસાઈટ ની અંદર તમને ત્યાં ડોક્યુમેન્ટ્સનો એક ઓપ્શન તેમના જોવા મળશે જ્યાં તમે ક્લિક કરશો તો પૂરેપૂરું લિસ્ટ તમારી સામે એ આવી જશે નીચે તમે જોઈ શકો છો એ પ્રકારનું લિસ્ટ તમને અહિયાં જોવા મળશે એ લિસ્ટમાં તમારી કેટેગરી પ્રમાણે જે પણ ડોક્યુમેન્ટસ તમને લાગુ પડતા હોય એ પ્રમાણે તમારે બધા ડોક્યુમેન્ટસ તમારે એકઠા કરીને રાખવાના છે જો તમે અહીંયા ઓનલાઇન ફોર્મ ભરવા માંગો છો.

RTE Gujarat Admission Form 2025-26 Online Apply Process in Gujarati

RTE Gujarat Admission Form 2025-26 Online Apply | RTE ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવું

તમારા બાળકનું એડમિશન કરવા માટે એટલે કે ઓનલાઇન ફોર્મ ભરવા માટે ઉપર જે મેં તમને વેબસાઈટ બતાવી તે જ વેબસાઈટ પર તમારે જવાનું છે અને વેબસાઈટ પર જેવું તમે મોબાઈલ ની અંદર વેબસાઇટ અહિયાં ઓપન કરો છો તો તમને થ્રી લાઈન જોવા મળશે અને જો તમે કોમ્પ્યુટર ની અંદર વેબસાઈટ ઓપન કરો છો તો ત્યાં તમને સેમ જ ઓપ્શન જોવા મળશે ઓનલાઇન અરજી કરીને તમને ઓપ્શન જોવા મળશે

RTE Gujarat Admission Form 2025-26 Online Apply Process in Gujarati

જેની પર જેવું તમે ક્લિક કરશો તમારી સામે અહીંયા એડમિશનનું જે ફોર્મ છે એ ઓપન થઇ જશે જેની અંદર તમારા બાળકની તમામ માહિતી જન્મ તારીખ જન્મ દાખલો અને બધી જ માહિતી અહીંયા પૂછવામાં આવશે તમારા લગતી પણ માહિતી તમારે અહીંયા આપવાની છે જે પણ તેના વાલી હોય મા બાપ હોય તેમના નામ નંબર દરેક માહિતી તમારે ભરવાની હોય છે અને જે જરૂરી ડોક્યુમેન્ટ મેં તમને ઉપર વાત કરી એ રીતે તમારે અહીંયા જોઈને બધા ડોક્યુમેન્ટ્સ એકઠા કરી રાખવાના છે અને ડોક્યુમેન્ટસ પણ તમારે અહીંયા ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના હોય છે તો આ રીતે તમે અહીંયા ઓનલાઇન ફોર્મ ભરી શકો છો ઓનલાઇન તમારા બાળકનું એડમિશન કરાવી શકો છો

RTE Gujarat Admission School List | તમારા શહેરની શાળા કઈ રીતે ચેક કરવી

RTE એડમિશન ની અંદર તમારા બાળકનું અહીંયા ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા જો તમે જાણવા માગતા હોય કે તમારા શહેરની અંદર કઈ કઈ શાળાની અંદર આ જે યોજના છે તે અંતર્ગત અહીંયા એડમિશન ચાલી રહ્યા છે તો એ તમે વેબસાઈટ પર જઈને જે જાણકારી છે એ એ મેળવી શકો છો જેવું તમે RTE ગુજરાત નામની વેબસાઈટ પર જવું જશો તમે જે મેં તમને વેબસાઈટ ઉપર બતાવી હતી એ વેબસાઈટ પર જ તમારે અહીંયા જવાનું છે અને જેવું વેબસાઈટ પર જશો અને ત્યાં નીચે તમે જશો વેબસાઈટની તો ત્યાં તમને શાળાની યાદી કરીને એક ઓપ્શન તમને જોવા મળશે આ શાળાની યાદીની અંદર જેવું તમે જશો તો તમારા શહેરની અંદર જે પણ સ્કૂલ છે સ્કૂલના નામ તમને જોવા મળી જશે જેની અંદર RTE એક્ટ 2009 હેઠળ જે અહિયાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે તો એ સ્કૂલ પસંદ કરીને પણ તમે તમારા બાળકનું એડમિશન અહીંયા કરાવી શકો છો

RTE Gujarat Admission Form 2025-26 Online Apply Process in Gujarati

RTE એક્ટ 2009 હેઠળ તમારા બાળકનું એડમિશનનું અહીંયા ઓનલાઇન ફોર્મ ભરી લીધા પછી અરજીની સ્થિતિ જો તમે ચેક કરવા માંગતા હોય તો કેવી રીતે કરી શકાય

RTE Admission Gujarat Application Status | અરજીની સ્થિતિ જો તમે ચેક કરવા માંગતા હોય તો કેવી રીતે કરી શકાય

તમારી અરજીનું જે સ્ટેટસ છે એ જો તમે ચેક કરવા માંગતા હોય તો તમારી વેબસાઈટ પર જ જવાનું છે RTE ગુજરાત નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ પર જવું જશો તો ત્યાં તેમને એક અરજીની સ્થિતિ નામનો એક ઓપ્શન તમને જોવા મળશે એ અરજીની સ્થિતિ ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો તો તમારી પાસે એપ્લિકેશન નંબર અને તમારા બાળકની જન્મ તારીખ અહીંયા પૂછવામાં આવશે.

RTE Gujarat Admission Form 2025-26 Online Apply Process in Gujarati

જ્યારે તમે ઓનલાઇન ફોર્મ ભર્યું હોય ત્યારે તમારી પાસે એપ્લિકેશન નંબર આવતો હોય છે તે એપ્લિકેશન નંબરનો યુઝ કરવાનો હોય છે અને જન્મતારીખ આપીને જેવું તમે નીચે સબમીટ કરશો તો તમારી અરજીનું જે સ્થિતિ છે જે સ્ટેટસ છે તમે ચેક કરી શકશો કે તમારી અહીંયા જે એપ્લિકેશન છે રિજેક્ટ થઈ છે કે અપરૂ થઈ છે તેનું સ્ટેટસ તમે અહીંયા થી ચેક કરી શકો છો

RTE Admission self declaration form Gujarat | RTE એડમિશન માટે સેલ્ફ ડિકલેરેશન નું ફોર્મ ક્યાંથી મેળવવું અને કેવી રીતે ભરવું

જ્યારે તમે અહીંયા ઓનલાઇન ફોર્મ ભરો છો તમારા બાળકના એડમિશન માટે તો જ્યારે તમે અહીંયા ઓનલાઇન ફોર્મ ભરી લેશો તો તમારી પાસે અહીંયા સેલ્ફ ડિકલેરેશન નું ફોર્મ માગવામાં આવશે જે તમારે ડોક્યુમેન્ટની સાથે જ અહીંયા અપલોડ કરવાનું હોય છે તો ડિકલેરેશન નું ફોર્મ તમને વેબસાઈટ પરથી જ મળી જશે

RTE Gujarat Admission Form 2025-26 Online Apply Process in Gujarati

તમે RTE ગુજરાતની વેબસાઈટ પર જશો જ્યાં નીચે જશો તમને એક લિંક જોવા મળશે સેલ્ફ ડિકલેરેશન કરીને તેની બાજુ તમે ક્લિક કરશો તો એક ફોર્મ તમારા મોબાઇલમાં કે કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે એ ફોર્મની અંદર તમારે માહિતી આપવાની છે કે તમારા કુટુંબની આવક કેટલી છે અને શું તમે ઇન્કમટેક્સ ભરો છો કે નહીં તેની માહિતી તમારે આપવાની હોય છે

તેની અંદર શરૂઆતમાં તમારે તમારું નામ લખવાનું હોય છે અને તમારો પાનકાર્ડ નંબર તમારે અહીંયા આપવાનો હોય છે પાનકાર્ડ નંબર લખીને તમારે નીચે તમારા કુટુંબની જેટલી ટોટલ આવક હોય એ તમારે અહીંયા બતાવવાની હોય છે તો અહીંયા જે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ છે આ રીતે તમારે ભરી લેવાનું છે અને ભરી લીધા પછી તમારે ફોર્મને સ્કેન કરીને જ્યારે તમે ફોર્મ ભરો છો તમારા બાળકને એડમિશન માટે ત્યારે ડોક્યુમેન્ટની સાથે તમારે સ્કેન કરીને આ સેલ્ફ ડિકલેરેશન નું ફોર્મ પણ તમારે છેલ્લે અપલોડ કરવાનું હોય છે તો આ રીતે તમે અહીંયા સેલ્ફ ડિકલેરેશન નું ફોર્મ ભરીને અપલોડ કરી શકો છો

તો આ પોસ્ટની અંદર મેં તમને માહિતી આપી કે જો તમે તમારા બાળકનું RTE એક્ટ 2009 હેઠળ એડમિશન કરવા માગતા હોય વિના મૂલ્ય ધોરણ એક ની અંદર તો તમારે ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવાનું છે સેલ્ફ ડિકલેરેશન નું ફોર્મ કેવી રીતે ભરવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ ને તમારે જરૂર પડશે ફોર્મ ભરતી વખતે એ તમારે ક્યાંથી જોવાનું છે વેબસાઈટ પર જ માહિતી બધી આપેલી છે તો આ પોસ્ટમાં જે મેં તમને માહિતી આપી તમને ગમી હોય તો મારી વેબસાઈટ પર રહેલ બીજી પોસ્ટ પણ તમે વાંચી શકો છો જેની અંદર મેં સારી એવી માહિતી આપેલી છે આ પોસ્ટ તમને ગમી હોય તો કોમેન્ટ બોક્ષ ની અંદર કમેન્ટ કરી શકો છો.

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.ગુજરાતમાં RTE માટે કોણ પાત્ર છે?

જવાબ:જો તમે ગુજરાત ના રહેવાસી છો અને તમારું બાળક 6 વર્ષ નું છે તો તમે RTE ની અંદર એડમિશન માટે પાત્ર છો.

2.ગુજરાતમાં RTE પ્રવેશ માટેની છેલ્લી તારીખ શું છે?

જવાબ:ઓનલાઇન ફોર્મ ભરવાના જે શરૂ થશે એ 28/2/2025 થી 12/3/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો.

3.શું RTE ની અંદર જનરલ કેટેગરી ના બાળકો ફોર્મ ભરી?

જવાબ:હા જનરલ કેટેગરી ના બાળકો પણ ફોર્મ ભરી શકે છે.

4.ફોર્મ સાથે જોડવાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ક્યાંથી મળશે?

જવાબ:એ તમારે RTE ગુજરાત website પરથી download કરવાનું રહેશે

 

વધારે માહિતી જાણવા માટે તમે નીચે આપેલ વીડિયો પણ જોઈ શકો છો.

Leave a Comment