RTE Third Round Gujarat 2025 | RTE એડમિશનનો ત્રીજો રાઉન્ડ જાહેર

દોસ્તો RTE Admission 2025 ને લઈને વિનામૂલ્ય ધોરણ એકમાં શાળામાં પ્રવેશ માટે પહેલો અને બીજો રાઉન્ડ જાહેર કરી દેવામાં આવ્યો છે હવે જે લોકોને પહેલા અને બીજા રાઉન્ડની અંદર શાળામાં પ્રવેશ નથી મળ્યો તે લોકો ત્રીજા રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે.
આ પોસ્ટમાં હું માહિતી આપીશ કે RTE Admission ને લઈને ત્રીજો રાઉન્ડ ક્યારે જાહેર કરવામાં આવશે અને ખાલી પડેલ કેટલી જગ્યાઓ માટે જાહેર કરવામાં આવશે અને સાથે એ પણ માહિતી આપીશ કે તમને ત્રીજા રાઉન્ડ માં પ્રવેશ મળ્યો કે નઈ એ ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકાય.
RTE Third Round Gujarat 2025 | RTE એડમિશનનો ત્રીજો રાઉન્ડ જાહેર

RTE Third Round Date Gujarat 2025 | RTE Gujarat

દોસ્તો વાત કરીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલમાં ધોરણ-૧ માં વિના મૂલ્ય પ્રવેશ માટેની રાજ્ય સરકારની કેન્દ્રીય પ્રક્રિયામાં બે રાઉન્ડ પૂર્ણ થયા છે અને હવે શાળામાં પ્રવેશને લઈને ત્રીજા રાઉન્ડની પણ જાહેરાત કરી દેવામાં આવી છે વિના મૂલ્ય શાળામાં પ્રવેશ માટે ત્રીજો રાઉન્ડ બે જૂન સોમવારથી શરૂ થશે આ ત્રીજો રાઉન્ડ 9000 થી વધારે ખાલી જગ્યાઓ માટે બહાર પડશે.
રાજ્ય સરકારની 2025-26 ના શૈક્ષણિક વર્ષ માટેની કોમન પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ પૂરા થયા બાદ 9,157 બેઠકો ખાલી પડી છે બે રાઉન્ડ બાદ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ત્રીજા ઓનલાઈન રાઉન્ડની જાહેરાત કરી દેવામાં આવી છે.
જે મુજબ સોમવારથી એટલે કે બે જૂનથી ત્રીજો ઓનલાઈન રાઉન્ડ શરૂ થશે અને જેમાં વાલીઓએ ચાર જૂન સુધી સ્કૂલની પસંદગી આપવાની રહેશે આ રાઉન્ડમાં પણ અગાઉ પ્રવેશથી વંચિત રહેલા બાળકોના વાલીઓ જ સ્કૂલની પસંદગી આપી શકશે અગાઉ જે બાળકોને વાલીને સ્કૂલ ફાળવાઇ ગઈ છે તેવા વાલીઓ આ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે.
હવે બે રાઉન્ડ પછી ખાલી પડેલી 9,157 બેઠકોમાં અંગ્રેજી માધ્યમની સૌથી વધુ 5263 બેઠકો છે જ્યારે હિન્દી માધ્યમની 1920 ગુજરાતી માધ્યમની 1800 મરાઠી માધ્યમિક 105 અને ઉર્દુ માધ્યમની 39 બેઠકો છે બે રાઉન્ડ બાદ કુલ 93,270 બેઠકોમાંથી 85,760 બેઠકોમાં પ્રવેશ કન્ફર્મ થયો છે.

How To Check RTE Third Round Admission Status 2025 | ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો છે કે નહીં

દોસ્તો મહત્વનું છે કે રાજ્ય સરકારે આ વર્ષે આવક મર્યાદા વધારીને 6 લાખ કરી છે જેના લીધે 50000 જેટલા ફોર્મ વધારે ભરાયા હતા પરંતુ તેમ છતાં પણ બે રાઉન્ડના અંતે હજારો બેઠકો ખાલી રહી છે કારણ કે વાલીઓ દ્વારા ખાસ સ્કૂલની પસંદગી કરવામાં આવતી હતી અને નિશ્ચિત સ્કૂલોમાં જ બાળકોનો પ્રવેશ માટેની માંગ થઈ હતી હોવાથી બેઠકો હજુ પણ ખાલી રહી છે હવે એવું લાગી રહ્યું કે જે હવે ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે એ છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે.
હવે જ્યારે બીજી જુન સોમવારના રોજ અહીંયા ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે તો તમે કેવી રીતે ચેક કરી શકો છો કે તમને ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો છે કે નહીં
એ ચેક કરવા માટે તમારે RTE ગુજરાતની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું છે જે તમારે google માં જઈને સર્ચ કરવાની છે જેવું તમે google માં જઈને RTE Gujarat સર્ચ કરશો એટલે RTE Admission ની ઓફિશિયલ વેબસાઈટ છે તેમને જોવા મળશે તે વેબસાઈટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે તે વેબસાઈટ પર ક્લિક કરશો એટલે તમને અરજીની સ્થિતિ કરીને એક ઓપ્શન જોવા મળશે.
RTE Third Round Gujarat 2025 | RTE એડમિશનનો ત્રીજો રાઉન્ડ જાહેર
અરજીની સ્થિતિ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમે કરેલી અરજીની સ્થિતિ તમે અહીંયા જોઈ શકશો કે તમને પ્રવેશ મળ્યો છે કે નહીં તો અહીં અરજીની સ્થિતિ ની અંદર તમે જે પણ પ્રવેશને લઈને અરજી કરી હતી તો તેનો એપ્લિકેશન નંબર તમારે એન્ટર કરવાનો છે અને અરજી કરતી વખતે જે જન્મ તારીખ નો ઉપયોગ કર્યો હતો એ એન્ટર કરવાની છે અને સબમિટ ના બટન પર ક્લિક કરશો તો તમને ત્રીજા રાઉન્ડ ની અંદર શાળામાં પ્રવેશ મળ્યો છે કે નહીં તે તમને ખ્યાલ આવી જશે.
દોસ્તો મેં તમને અહીં માહિતી આપી કે આરટી ની અંદર જો તમે તમારા બાળકનું વિના મૂલ્ય ધોરણ એકમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભર્યું હતું અને પ્રથમ અને બીજા રાઉન્ડની અંદર તમારો નંબર નથી લાગ્યો તો ત્રીજા રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવશે જે 2 જુન સોમવારના રોજ જાહેર કરવામાં આવશે અને ટોટલ 9000 જગ્યાઓ માટે ત્રીજા રાઉન્ડ જાહેર કરવામાં આવશે તો આ પોસ્ટમાં મેં જે તમને માહિતી આપે એ ગમી હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જેથી અમને પ્રેરણા મળે બીજી પોસ્ટ લખવાની અને તમારા સાથી મિત્રો સાથે જરૂરથી આ પોસ્ટને શેર કરજો.

Leave a Comment