જો તમે ગુજરાતના રહેવાસી છો Birth and Death Certificate ઓનલાઈન ડાઉનલોડ કરવા માગતા હોય તો કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે એ વિશે હું વાત કરવાનો છું આજની પોસ્ટમાં
સૌપ્રથમ વાત કરીએ કે જો તમે ઓનલાઈન Birth and Death Certificate ડાઉનલોડ કરવા માગતા હોય તો તમારી પાસે કઈ માહિતી હોવી જોઈએ જેથી તમે ઓનલાઇન અહીંયા તમારું જે પ્રમાણપત્ર છે એ ડાઉનલોડ કરી શકો છો ઓનલાઇન તમે જે પણ વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર કે જન્મનો પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માગતા હોય તો તે વ્યક્તિની નોંધણી તમારી નજીકની નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં થયેલી હોવી જોઈએ.
Birth and Death Certificate Download કરવા જરૂર પડતી માહિતી
હવે માનો કે જન્મનું પ્રમાણપત્ર તમે ડાઉનલોડ કરવા માંગો છો તો વ્યક્તિનો જન્મ જે દવાખાન માં થયો હોય તે દવાખાનામાં તેની નોંધણી હોવી જોઈએ અને જે પણ ગામ કે શહેરની અંદર તેનો જન્મ થયો હોય તે નગરપાલિકા કે ગ્રામ પંચાયતની અંદર નોંધણી થયેલી હોવી જોઈએ હવે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માંગો છો તો એ વ્યક્તિનું જ્યારે પણ મરણ થયું હોય તો તે દિવસે તેની નોંધણી સરકારી કચેરીમાં એટલે કે ગ્રામ પંચાયત કે નગરપાલિકામાં થયેલી હોવી જોઈએ.
જરૂરી દસ્તાવેજો:
- અરજી નંબર અથવા અન્ય વિગતો.
- મોબાઇલ નંબર (OTP માટે).
હવે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે જ્યારે તમે વ્યક્તિનો જન્મ જે પણ જગ્યા પર થયો હોય ત્યાં તમે નોંધણી કરાવી હશે તો ત્યાંથી તમને એપ્લિકેશન નંબર (અરજી નંબર) તમારા મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા મળ્યો હશે એ એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો
એવી જ રીતે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે જ્યારે તમે નોંધણી કરાવી હશે તો એ નોંધણી નંબર એટલે કે એપ્લિકેશન નંબર તમને તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજ દ્વારા મળ્યો હશે તે જ નંબરનો તમે ઉપયોગ કરીને મરણનું પણ પ્રમાણપત્ર ડાઉનલોડ ઓનલાઈન કરી શકો છો
Birth and Death Certificate Download Online 2025 Gujarat
હવે વાત કરીએ જન્મનું પ્રમાણપત્ર અને મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન કઈ જગ્યાએથી ડાઉનલોડ કરી શકાશે
ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે google માં જવાનું છે અને google માં જઈને તમારે eolakh વેબસાઈટ સર્ચ કરવાની છે જ્યાં તમે જશો વેબસાઈટ પર તો ત્યાં તમે જન્મનું પ્રમાણપત્ર અને મરણનું પ્રમાણપત્ર તમારા એપ્લિકેશન ના નંબર નો ઉપયોગ કરીને ડાઉનલોડ કરી શકો છો.

જેવી તમે eolakh વેબસાઈટને ઓપન કરશો એટલે નીચે તમને ડાઉનલોડ સર્ટિફિકેટ નો એક ઓપ્શન જોવા મળશે જે ઓપ્શન પર તમારે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરવાનું છે
જેવું તે ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે બે વિકલ્પ તમને જોવા મળશે જેમાં જન્મનું પ્રમાણપત્ર અને મરણનું પ્રમાણપત્ર બંનેમાંથી જે પણ સર્ટિફિકેટ તમે ડાઉનલોડ કરવા માગતા હોય તે વિકલ્પ પસંદ કરીને તમારે એપ્લિકેશન નંબર આપવાનો હોય છે અને જે પણ જન્મનું વર્ષ હોય એ જ રીતે જે પણ વ્યક્તિ મરણ પામ્યો હોય જે પણ વર્ષે એ વર્ષ તમારે ત્યાં લખવાનું હોય છે
અને સર્ચ ડેટા પર તમારે નીચે ક્લિક કરવાનું હોય છે જેવું તમે સર્ચ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું સર્ટીફીકેટ જનમનું પ્રમાણપત્ર કે તમે મરણનું પ્રમાણપત્ર જે પણ તમે જોવા માગતા હોય એ તમને અહીંયા જોવા મળી જશે અને ત્યાંથી તમે ઓનલાઇન એ સર્ટીફીકેટને ડાઉનલોડ કરી શકશો.

આ રીતે તમે ઓનલાઇન કોઈપણ વ્યક્તિનું જન્મનું પ્રમાણપત્ર અને મરણનું પ્રમાણપત્ર તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો આ માહિતી જો તમને ગમી હોય તો કોમેન્ટ બોક્ષ ની અંદર નીચે કમેન્ટ કરજો અને આજ રીતની માહિતી વાંચવા માટે તમે વેબસાઈટ પર બીજી પોસ્ટ પણ જોઈ શકો છો.
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
1.કોઈ પણ રાજ્ય માં જનમ થયો હોય તો તે વ્યકિત પોતનુ પ્રમાણપત્ર અહીં થી ડાઉનલોડ કરી સકે છે?
જવાબ:ના માત્ર ગુજરાત માં રહેતો વક્તિ અહીંથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે
2.શું એપ્લિકેશન નંબર ના હોય તો સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાય?
જવાબ:ના એપ્લિકેશન નંબર વગર સર્ટિફિકેટ ડાઉનલોડ નહિ કરી શકાય