દોસ્તો જો તમે Aavak no dakhlo ઓનલાઈન બનાવવા માંગતા હોય તો કેવી રીતે ઓનલાઇન દાખલો બનાવી શકાય છે આ વિષે હું તમને માહિતી આપીશ આવક ના દાખલાની આપણને બહુ બધી જગ્યાએ જરૂર પડતી હોય છે જ્યારે કોઈ સ્કોલરશીપ માટે જ્યારે આપણે ઓનલાઇન ફોર્મ ભરતા હોઈએ કાં તો કોઈ યોજના ની અંદર ઓનલાઇન આપણે ફોર્મ ભરતા હોઈએ છીએ તો આપણી પાસે આપણો આવકનો દાખલો માંગવામાં આવતો હોય છે તો આવકનો દાખલો જો આપણો ના હોય તો આપણે એ ઓનલાઈન ફોર્મ ભરી શકતા નથી તો આપણે આજે વાત કરીશું કે ઓનલાઇન તમે આવકનો દાખલો કેવી રીતે બનાવી શકો છો
Aavak no dakhlo કઢાવવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે
ઓનલાઇન આવકનો દાખલો બનાવવા માટે સૌપ્રથમ તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે એ વિશે આપણે વાત કરી લઈએ આવકનો દાખલો ઓનલાઈન બનાવવા માટે તમારી પાસે રહેઠાણનો પુરાવો,આવકનો પુરાવો અને ઓળખાણ નો પુરાવો હોવો જોઈએ જે મેં નીચે આપેલ માહિતી પ્રમાણે છે
નીચે આપેલ રહેઠાણના પુરાવા માંથી કોઈપણ એક પુરાવા તમારી પાસે હોવો જોઈએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે
- રેશન કાડૅ
- લાઇટ બીલની ખરી નકલ.
- ટેલીફોન બીલની ખરી નકલ.
- ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
- પાસપોર્ટ ની ખરી નકલ
- બેંક પાસબુક / રદ કરાયેલ ચેકનું પ્રથમ પૃષ્ઠ
- પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુક
- ગાડી ચલાવવાની પરવાનગી
- PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ
- પાણીનું બિલ
નીચે આપેલ ઓળખાણ ના પુરાવા માંથી કોઈપણ એક ઓળખાણનો પુરાવા તમારી પાસે હોવો જોઈએ આવકનો દાખલો ઓનલાઈન બનાવવા માટે
- ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
- ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ
- પાસપોર્ટ ની ખરી નકલ
- ગાડી ચલાવવાની પરવાનગી
- PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ
- નાગરિકનો ફોટો ધરાવતા કોઈપણ સરકારી દસ્તાવેજ
- માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી
નીચે આપેલ પુરાવા માંથી કોઈપણ એક આવકનો પુરાવો તમારી પાસે હોવો જોઈએ
- નોકરીદાતા પ્રમાણપત્ર (જો સરકારી, અર્ધ-સરકારી અથવા કોઈપણ સરકારી ઉપક્રમમાં કાર્યરત હોય)
- જો પગારદાર હોય (ફોર્મ: 16-A અને છેલ્લા 3 વર્ષથી ITR)
- જો વ્યવસાયમાં હોય (છેલ્લા 3 વર્ષથી વ્યવસાયનો ITR અને વ્યવસાયની બેલેન્સ શીટ)
- તલાટી સમક્ષ ઘોષણા (સેવા સંબંધિત)
Aavak no dakhlo ઓનલાઈન બનાવવા માટે નીચે જે મેં તમને ડોક્યુમેન્ટ્સ ના નામ લખ્યા છે એ તમારી પાસે હોવા જોઈએ કારણકે જ્યારે આપણે આવકનો દાખલો બનાવીશું તો એ ડોક્યુમેન્ટસ તમારે અહીંયા અરજી સાથે જોડવાના હોય છે
- રેશન કાડૅ
- ટેલીફોન બીલની ખરી નકલ.
- લાઇટ બીલની ખરી નકલ.
- સોગંદનામુ
Aavak no dakhlo online apply | આવકનો દાખલો ડાઉનલોડ
હવે શીખીશું ઓનલાઈન આવકનો દાખલો કેવી રીતે બનાવી શકાય ઓનલાઇન આવકનો દાખલો બનાવવા માટે સૌપ્રથમ તમારે google માં જવાનું છે google માં જઈને લખવાનું છે ડિજિટલ ગુજરાત ડિજિટલ ગુજરાત લખતા ની સાથે ગુજરાતની એક ડિજિટલ ગુજરાત નામની વેબસાઈટ તમને નીચે જોવા મળશે એ વેબસાઈટ પર તમારે ક્લિક કરવાનું છે
આ વેબસાઈટ પર જઈને તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કરવા માટે તમારે તમારું જીમેલ આઇડી બનાવવા પડશે એ જીમેલ આઇડી થી અને તમારા મોબાઇલ નંબરથી તમે આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી શકો છો
વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી લીધા પછી તમને વેબસાઈટ પર જો તમે મોબાઈલથી અહીંયા આવકનો દાખલો બનાવો છો તો સાઈડમાં તમને થ્રી લાઈન જોવા મળશે કોમ્પ્યુટરથી જ તમે બનાવો છો તો થ્રી લાઈન નઈ જોવા મળે ત્યાં તમને સેવાઓ કરીને એક ઓપ્શન જોવા મળશે તો સેવાઓના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેની અંદર તમને બીજો એક ઓપ્શન જોવા મળશે કે નાગરિક સેવાઓ તો નાગરિક સેવાઓ ઓપ્શન પણ તમારે ક્લિક કરવાનું છે
નાગરિક સેવાઓ ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે ત્રીજો ઓપ્શન તમને જોવા મળશે આવકનો દાખલો આપવા બાબત તો આપણે આવકનો દાખલો બનાવવા માટે તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે
જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો મોબાઈલ નંબર અને જે તમે અહીંયા રજીસ્ટ્રેશન કરતી વખતે આઈડી બનાવ્યું હતું પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડ માંગશે જ્યાંથી તમારી વેબસાઈટમાં લોગીન કરવાનું છે જેવું તમે લોગીન કરી લેશો એટલે અહીં આવકનો દાખલો ઓનલાઈન બનાવવાનું ફોર્મ તમારી સામે ઓપન થઈ જશે
જ્યાં તમારે આધારકાર્ડને લગતી માહિતી આપવાની છે તમારું નામ તમારું સરનામું તમારી આવકને લગતી વિગતો અને તમારા ઘરના સભ્યોની પણ એક માહિતી તમારે આપવાની છે એ સ્ટેપ બાય સ્ટેપ જેમ તમે માહિતી આપશો એમ બીજી માહિતી તમારી પાસે માગવામાં આવશે એ માહિતી તમારે આપતું જવાનું છે થોડા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરતા જ તમારું લાસ્ટ એજ ની અંદર જે આવકને દાખલો બનાવવાની જે રિક્વેસ્ટ છે અહીંયા થઈ જશે અને થોડા દિવસની અંદર તમે અહીંયા થી તમારો આવકનો દાખલો ડાઉનલોડ કરી શકશો
તો આ પોસ્ટની અંદર મેં તમને વાત કરી કે તમે આવકનો દાખલો ઓનલાઈન કેવી રીતે બનાવી શકો છો જો તમને ઓનલાઇન ફોર્મ ભરતી વખતે કોઈ જગ્યા પર સમજણ ના પડતી હોય તો કોમેન્ટ બોક્ષની અંદર કમેન્ટ કરીને મને પૂછી શકો છો હું જવાબ આપવાની કોશિશ કરીશ.
Aavak no dakhlo ઓનલાઈન કેવી રીતે બનાવી શકાય તે વિશેની વધારે માહિતી જાણવા માગતા હોય તો નીચે આપેલ વીડિયો જોઈ શકો છો