જો તમે ઓનલાઈન એક નવું પાનકાર્ડ બનાવવા માંગો છો પહેલેથી તમારું પાનકાર્ડ બનાવેલું નથી તો તમે તમારા આધારકાર્ડ ની મદદથી તમારું એક નવું પાનકાર્ડ બનાવી શકો છો કેવી રીતે નવું પાનકાર્ડ બનાવી શકાય છે એવી છે આપણે વાત કરીશું તો ઓનલાઇન નવું પાનકાર્ડ તમે મોબાઇલમાં પણ બનાવી શકો છો અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરીને તમે નવું પાનકાર્ડ બનાવી શકો છો
Pan Card Online Apply Gujarat | કયા કયા ડોક્યુમેન્ટસ ની જરૂર પડશે
વાત કરીએ નવું પાનકાર્ડ બનાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટસ ની જરૂર પડશે તો નવું પાનકાર્ડ બનાવવા માટે તમારી પાસે તમારું આધાર કાર્ડ હોવું જોઈએ અને આધાર કાર્ડ સાથે લિંક તમારી પાસે મોબાઈલ નંબર હોવો જોઈએ
હવે શીખીશું નવું પાનકાર્ડ ઓનલાઇન કેવી રીતે બનાવી શકાય
નવું પાનકાર્ડ બનાવવા માટે તમારે google માં જઈને એક વેબસાઈટ સર્ચ કરવાની છે વેબસાઈટનું નામ છે ઇન્કમટેક્સ ગૂગલમાં જેવું તમે સર્ચ કરશો ઇન્કમટેક્સ એટલે તમને ઇન્કમટેક્સની જે ઓફિસિયલ વેબસાઈટ છે તમને જોવા મળશે આ વેબસાઈટ ને તમારે ઓપન કરવાની છે નવું પાનકાર્ડ બનાવવા માટે
જેવું તમે વેબસાઈટ ઓપન કરશો તો વેબસાઈટની અંદર તમને એક ઇન્સ્ટન્ટ ઈ-પાન (Instant E-PAN) લખેલો એક ઓપ્શન જોવા મળશે
નવું પાનકાર્ડ બનાવવા માટે તમારે તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એક નવું પેજ તમારી સામે ઓપન થશે જેમાં નવું પાનકાર્ડ બનાવવાનો ઓપ્શન તમને જોવા મળશે
એ ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પાસે નવું પાનકાર્ડ બનાવવા માટે તમારો આધાર કાર્ડ નંબર માંગવામાં આવશે
જેની મદદથી તમે નવું પાનકાર્ડ બનાવી શકશો તો તમારે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે જેવું તમે આધાર કાર્ડ નંબર એન્ટર કરશો એટલે જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તેના પર એક ઓટીપી આવશે જેના દ્વારા વેરિફિકેશન થશે એ ઓટીપી તમારે એન્ટર કરવાનો છે જ્યાં તમારું નવું પાનકાર્ડ બનાવવાની રિક્વેસ્ટ અહીંયા થઈ જશે લગભગ 24 કલાક જેવો સમય લેશે અને 24 કલાક પછી તમે અહીંયા તમારું નવું પાનકાર્ડ ડાઉનલોડ કરી શકશો