સ્વાગત છે તમારું આ બ્લોગ પોસ્ટમાં આપણે વાત કરીશું આઇ ખેડૂત પોર્ટલ વિશે દોસ્તો આઇ ખેડુત પોર્ટલ પહેલા જે જૂનું આપણે સરકારી યોજના નો સહાય મેળવવા માટે વાપરતા હતા. હવે તેને બદલીને તેનું નામ હવે IKhedut 2.0 કરી દેવામાં આવ્યું છે હવે આ પોસ્ટમાં આપણે જાણીશું કે જો તમે IKhedut 2.0 ઉપર રહેલી 95 જેટલી યોજનામાં લાભ લેવા માંગો છો તો તમારે IKhedut 2.0 ઉપર ફરીથી રજીસ્ટ્રેશન કરવું પડશે તો આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ પોસ્ટની અંદર જાણીશું.
પહેલા આપણે જે આઇ ખેડુત પોર્ટલ પર વિવિધ સરકારી યોજના ની સહાય મેળવતા હતા તે પોર્ટલને હવે બદલવામાં આવ્યું છે વેબસાઇટનું જે સ્ટ્રક્ચરને થોડું બદલવામાં આવ્યું છે અને સાથે તેનું નામ પણ બદલીને હવે ikhedut જગ્યાએ ikhedut 2.0 કરી દેવામાં આવ્યું છે હવે આઇ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર જે તમે સરકારી સહાય મેળવવા માગતા હોય તો તમારે ફરીથી રજીસ્ટ્રેશન કરવું પડશે.
ikhedut 2.0 પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે | Required Documents for Registration on iKhedut 2.0 Portal
જે પણ લાભાર્થી તેનું રજીસ્ટ્રેશન કરવા માગતા હોય તો નીચે મુજબના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- ખેડૂત આઈડી
- કુટુંબ આઇડી
- ઇ-મેલ આઇડી
- બેંકની વિગતો
- જમીનની વિગતો
- ડોક્યુમેન્ટ જે તમે અપલોડ કરવા માગતા હોય તે
ikhedut 2.0 પોર્ટલ વેબસાઈટ લિંક
Click Here–https://ikhedut.gujarat.gov.in/site/
ikhedut 2.0 પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું
હવે આઇ ખેડૂત પોર્ટલ પર રહેલી યોજનાઓની અંદર સહાય મેળવવા માટે તમારે એટલે કે જે પણ વ્યક્તિ અહીંયા સરકારી યોજનાનો લાભ લેવા માંગે છે તે લાભાર્થીને તેનું registration અહિયાં કરવું પડશે એટલે વેબસાઈટ પર તેને પોતાની એક પ્રોફાઇલ બનાવી પડશે જેની અંદર તેને બધી જ માહિતી આપવાની હોય છે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે એટલે જ્યારે તમે અહીંયા આઇ ખેડૂત પોર્ટલ ઉપર પોતાની પ્રોફાઇલ બનાવી લો છો એટલે કે લાભાર્થી તરીકે રજીસ્ટ્રેશન કરી લો છો અને બધી જ માહિતી તમે ભરી લો છો લાભાર્થી તરીકે તો જ્યારે પણ તમે કોઈ યોજનામાં ફોર્મ ભરવા જશો તો તમારે વધારે પડતી માહિતી ભરવાની નહીં રહે એટલે લાભાર્થી એ રેજીસ્ટ્રેશન કરવું જરૂરી છે તો હવે જાણીએ લાભાર્થીએ આઇ ખેડૂત 2.0 પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું.
STEP-1 ikhedut 2.0 login
આઇ ખેડૂત પોર્ટલ પર રહેલી યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે આપણે શીખીશું તો આઇ ખેડૂત 2.0 પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે તમારે google માં જઈને સર્ચ કરવાનું છે ikhedut 2.0 જેવું તમે સર્ચ કરશો એટલે આઇ ખેડુત ગુજરાતની જે ઓફિસિયલ વેબસાઈટ છે એ તમને જોવા મળશે તે વેબસાઈટ પર તમારે ક્લિક કરવાનું છે.
વેબસાઈટ પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે જે જૂની આઇ ખેડુત પોર્ટલનું જેવું પેજ હતું તેનાથી તમને અલગ પ્રકારનું એક પેજ જોવા મળશે જેમાં આઇ ખેડૂત પોર્ટલ 2.0 લખેલું તમને જોવા મળશે એટલે અહીં નવા પોર્ટલની અંદર વેબસાઈટના લેઆઉટ અને સ્ટ્રક્ચરને થોડું બદલી દેવામાં આવ્યું છે અને વેબસાઈટનું નામ આઇ ખેડુત ની જગ્યાએ આઇ ખેડુત પોર્ટલ 2.0 કરી દેવામાં આવ્યું છે.
STEP-2
હવે આઇ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર રજીસ્ટ્રેશન કરવા માટે તમને અહીંયા પેજ ઉપર એક ઓપ્શન જોવા મળશે જેની ઉપર લખેલું હશે લાભાર્થી રજીસ્ટ્રેશન જેવું તમે રજીસ્ટ્રેશન ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સામે એક અલગ પેજ ઓપન થશે જેની ઉપર લખેલું હશે લાભાર્થી નોંધણી વિગતો જેની અંદર તમને જોવા મળશે લાભાર્થીનો પ્રકાર તો તમારે અહીંયા લાભાર્થીનો પ્રકાર પસંદ કરવાનો હોય છે કે તમે ખેડૂત છો ખેડૂત સિવાય કોઈ અન્ય વ્યક્તિ છો. કાં તો તમે સંસ્થાકીય કોઈ વ્યક્તિ છો જે અહીંયા રજીસ્ટ્રેશન કરવા માંગે છે તો તમને લગતો કોઈ ઓપ્શન પસંદ કરવાનો છે તો તમે ખેડૂત છો તો લાભાર્થી નો પ્રકાર તરીકે તમારે અહીં ખેડૂત પસંદ કરવાનું છે.
લાભાર્થીનો પ્રકાર ખેડૂત પસંદ કરેલા પછી તમારે પેજ ની અંદર નીચે તમને ઓપ્શન જોવા મળશે સાચવો અને આગળ તે ઓપ્શન પર ક્લિક કરીને તમારે આગળ વધવાનું છે.
STEP-3
હવે જેવું તમે આગળ વધશો રજીસ્ટ્રેશન ની અંદર તમને ફરીથી બીજું એક અલગ પેજ તમને જોવા મળશે જેની અંદર તમારો જિલ્લો કયો છે તમારો તાલુકો કયો છે ગામ કયું છે તમારો જે ખાતા નંબર હોય તેમને પૂછવામાં આવશે ખાતા નંબર પસંદ કરશો એટલે એ ખાતાની અંદર જેટલા પણ નામ હશે એ તમને નામ જોવા મળશે તેમાંથી જે પણ ખેડૂત તમે હોય એટલે કે તમારું જે નામ હોય એ તમારે પસંદ કરવાનું છે અને નીચે તમને કેપેચા જોવા મળશે એ કેપેચાનો જવાબ તમારે કેપેચા બોક્સમાં આપવાનો છે અને નીચે તમને સાચવો અને આગળ નામનો એક ઓપ્શન જોવા મળશે તે ઓપ્શન પર ક્લિક કરીને તમારે રજીસ્ટ્રેશન ની અંદર આગળ વધવાનું છે.
STEP-4
જેવું તમે રજીસ્ટ્રેશન ની અંદર આગળ વધશો એટલે લાભાર્થી નોંધણી વિગતો કરીને જ તમને બીજું એક પેજ જોવા મળશે જેની અંદર તમારે મોબાઈલ નંબર આપવાનો છે ઇમેલ આઇડી આપવાનો છે અને બંનેને otp દ્વારા વેરીફાઈ કરવાનું છે એટલે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી તમારે ઓટીપી મોકલો તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે પણ મોબાઈલ નંબર તમે અહીં એન્ટર કરશો તેની પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે એન્ટર કરીને મોબાઈલ નંબર ને વેરીફાઇ કરવાનો છે એવી જ રીતે તમારે ઇમેલ આઇડી ને પણ ઓટીપી દ્વારા વેરીફાઈ કરવાનો છે.
ત્યાર પછી તમને બાજુમાં પાસવર્ડ બનાવવાનો એક ઓપ્શન જોવા મળશે જેમાં તમારે પાસવર્ડ બનાવવાનો છે જે પાસવર્ડ તમારે નોંધીને રાખવાનું છે જેની મદદથી આપણે રજીસ્ટ્રેશન ની અંદર જ્યારે આગળ વધીશું તો એ પાસવર્ડની મદદથી તમારે લોગીન કરવાનું છે તો અહીંયા પાસવર્ડ તમારે એક બનાવવાનો છે અને પાસવર્ડ કન્ફર્મ કરો તે ઓપ્શન ની અંદર ફરીથી તે પાસવર્ડ એન્ટર કરીને નીચે કેપેચા આપીને તમારે સબમીટ કરો તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે એટલે તમારું અહીં લોગીન થઈ જશે.
હવે વેબસાઈટ ની અંદર પાસવર્ડ બનાવી લીધા પછી તમારું લોગીન થઈ ગયા પછી તમારે હવે રજીસ્ટ્રેશન ની અંદર આગળ વધવાનું છે તો જેવું તમે સબમિટ કરશો એટલે તમે અહીંયા વેબસાઈટના હોમપેજ પર આવી જશો હવે પાસવર્ડ બનાવી લીધા પછી આપણે વેબસાઈટની અંદર લોગીન કરવાનું છે તો તમને વેબસાઈટ ઉપર એક લોગીન નો ઓપ્શન તમને જોવા મળશે login ના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેની અંદર તમે તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરી શકો છો.
STEP-5 How to create profile in ikhedut 2.0 portal
લોગીનના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ આપી દીધા પછી તમે લોગીન કરી લેશો એટલે તમારી સામે અહીં પ્રોફાઈલ નામનું પેજ ઓપન થઈ જશે જેની અંદર તમારે અહીંયા છ સ્ટેપની અંદર તમારે માહિતી આપવાની છે જેની અંદર અરજદાર ની વિગત,અન્ય વિગત,બેંકની વિગત,જમીનની વિગત,મંડળીની વિગત અને ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાના હોય છે એટલે વેબસાઈટ પર તમારી અહીંયા પ્રોફાઇલ બની જતી હોય છે તો હવે શરૂઆત કરીએ અને પહેલા ઓપ્શન પર ક્લિક કરીશું અરજદાર ની વિગત.
તો અરજદાર ની વિગત ની અંદર તમારે તમારું આધાર કાર્ડ નંબર આપવાનો હોય છે તમારે પૂરું નામ લખવાનું હોય છે મોબાઈલ નંબર એન્ટર કરવાનો હોય છે તમારું ઇમેલ આઇડી આપવાનું હોય છે લિંગ પસંદ કરવાનું હોય છે કે તમે પુરુષ છો કે સ્ત્રી છો કે પસંદ કરી લીધા પછી તમારી જન્મ તારીખ તમારે આપવાની હોય છે અરજદાર ની અંદર ખેડૂત પ્રકાર તમારે પસંદ કરવાનો હોય છે જાતિ પસંદ કરવાની હોય છે જિલ્લો તમારે તમારો જે છે હોય એ પસંદ કરવાનો હોય છે તાલુકો પસંદ કરવાનો હોય છે ગામ શહેર જ્યાંથી પણ તમે હોય એ પસંદ કરવાનો હોય છે તમારા શહેરનો જે પીનકોડ હોય તમારો જે પણ ગામ હોય તેને પીનકોડ હોય એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે તમે જ્યાં પણ રહેતા હોય તમારું સરનામું તમારે આપવાનું છે અને નીચે તમારે સેવ અને નેક્સ્ટ પર જેવું તમે ક્લિક કરશો એટલે અરજદારની વિગત ની માહિતી જે છે એ અહીંયા પૂર્ણ થઈ જશે.
STEP-6
જેવી તમે અરજદારની વિગત ભરી લેશો એટલે તમારી સામે અન્ય વિગત નું એક પેજ અહીંયા ઓપન થશે અન્ય વિગતની અંદર અહીં તમારી પાસે રેશનકાર્ડ નંબર માગવામાં આવશે ખેડૂત આઈડી માંગવામાં આવશે કુટુંબ આઇડી માંગવામાં આવશે જેની મદદથી તમે અન્ય વિગત ની અંદર માહિતી ભરી લેશો ત્યાર પછી તમારે સેવ અને નેક્સ્ટ ના બટન પર ક્લિક કરવાનું છે.
STEP-7
હવે જેવું તમે અન્ય વિગતો ભરી લેશો અને સેવ અને નેક્સ્ટ ના બટન પર ક્લિક કરશો એટલે તમારી પાસે બેંકની વિગતો માગવામાં આવશે જેની અંદર બેંકનું જે આઈએફએસસી (IFSC) કોડ હોય એ તમારે એન્ટર કરવાનો છે જેવું તમે આઈએફએસસી કોડ એન્ટર કરશો અને ચેક નંબરના ઓપ્શન પર ક્લિક કરશો એટલે બેંકનું નામ બેંક જિલ્લો અને બેંક શાખા એની જાતે જ ત્યાં લખાઈ જશે ત્યાર પછી તમારે જે પણ બેંકની અંદર એકાઉન્ટ હોય તે બેંકનો ખાતા નંબર તમારે લખવાનું છે બેન્કનો ખાતા નંબર તમારે ફરીથી એકવાર લખીને કન્ફર્મ કરવાનો છે ત્યાર પછી અરજદારનું નામ બેંક પ્રમાણે જે હોય એ બેંક પ્રમાણે તમારું જે નામ હોય એ તમારે અહીંયા લખવાનું છે અરજદારનું સરનામું જે બેન્ક પ્રમાણે હોય એ તમારે અહીંયા લખવાનું છે અને નીચે સેવ અને નેક્સ્ટ ના બટન પર તમારે ક્લિક કરીને આગળ વધવાનું છે.
STEP-8
જેવું તમે બેંકની વિગતો ભરી લેશો એટલે અહીં જમીનની વિગત તમારી પાસે માગવામાં આવશે જેની અંદર ખાતેદારોનો પ્રકાર ખાતા નંબર જમીન અધિકારી પત્ર નંબર જમીન માલિકીનું નામ પૂછવામાં આવશે જમીનનું નામ પૂછવામાં આવશે જિલ્લો પૂછવામાં આવશે તાલુકો પૂછવામાં આવશે તમે અહીં જમીનની માહિતી ઉમેરો કરવા માગતા હોય તો એડ નું બટન તમને જોવા મળશે બટન પર ક્લિક કરીને તમે જમીનની માહિતી એડ કરી શકો છો જેની અંદર તમારે 7/12 ની નકલ 8અ ની નકલ અપલોડ કરવાની હોય છે.
STEP-9
તો જમીનની વિગતો ભરી લીધા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીને આગળ વધવાનું છે જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરીને આગળ વધશો એટલે તમારી પાસે મંડળીની વિગત અહીંયા પૂછવામાં આવશે મંડળીની વિગત ની અંદર તમે પૂછવામાં આવશે કે તમે સરકારી મંડળીના સભ્ય છો તો તમારે અહીં હા કે ના પસંદ કરવાનું હોય છે ત્યાર પછી તમને પૂછવામાં આવશે તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો તમારી હા કે ના પસંદ કરવાનું છે આટલું પસંદ કરી લીધા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે.
STEP-10
જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરવા માગતા હોય ડોક્યુમેન્ટ તમારે પસંદ કરવાનું છે માની લો કે તમે આધાર કાર્ડ અપલોડ કરવા માંગો છો તો આધાર કાર્ડ તમારે પસંદ કરવાનું છે એવું તમે આધાર કાર્ડ પસંદ કરશો એટલે તમને અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન જોવા મળશે જેની અંદર આધાર કાર્ડની આગળની બાજુ આધારકાર્ડની પાછળની બાજુ એ રીતે તમારે બે ફોટો ને સ્કેન કરીને તમે તમારા મોબાઇલની ગેલેરીમાંથી પણ અપલોડ કરી શકો છો.
આ રીતે તમારે ડોક્યુમેન્ટ જે પણ તમે અપલોડ કરવા માગતા હોય એ તમારે અપલોડ કરી દેવાના છે જેવું તમે ડોક્યુમેન્ટ અપલોડ કરીને સેવ અને બટન પર ક્લિક કરશો એટલે આઇ ખેડુત 2.0 ઉપર તમારું રજીસ્ટ્રેશન થઈ જશે તમારી એક પ્રોફાઈલ બની જશે જેને કારણે જ્યારે પણ તમે કોઈ યોજનાની અંદર અહીંયા ફોર્મ ભરશો તો તમારે વધારે પડતી માહિતી અહીં આપવી નહીં પડે તમે બધી જ અહીંયા માહિતી આપી દીધી છે તમારી પ્રોફાઈલ પણ બની ગઈ છે તમારું રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે એટલે સિમ્પલી જ્યારે તમે કોઈપણ યોજના ની અંદર ફોર્મ ભરશો તો બધી માહિતી તમારે આપવાની નહીં રહે.
IKhedut 2.0 પોર્ટલ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
1.IKhedut 2.0 શું છે?
ઉત્તર: IKhedut 2.0 ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક નવું અને સુધારેલું પોર્ટલ છે, જે ખેડૂતોએ સરકારી યોજનાઓમાં સહાય મેળવવા માટે વાપરવાનું છે. પહેલાંનું જૂનું IKhedut પોર્ટલ હવે બદલીને IKhedut 2.0 બનાવી દેવામાં આવ્યું છે.
2.શું પહેલાથી રજીસ્ટર કરેલા ખેડૂતોને ફરીથી રજીસ્ટ્રેશન કરવું પડશે?
ઉત્તર: હાં, IKhedut 2.0 પોર્ટલ પર કોઈપણ યોજના માટે સહાય મેળવવી હોય તો ખેડૂતોને ફરીથી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
3.IKhedut 2.0 પર રજીસ્ટ્રેશન કરવા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે?
ઉત્તર:
4.IKhedut 2.0 પોર્ટલની લિંક શું છે?
ઉત્તર: https://ikhedut.gujarat.gov.in/site/
5.IKhedut 2.0 પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
ઉત્તર:
-
Google પર “IKhedut 2.0” શોધો અને ઓફિસિયલ વેબસાઈટ ખોલો.
-
“લાભાર્થી રજીસ્ટ્રેશન” વિકલ્પ પર ક્લિક કરો.
-
લાયકાત પ્રમાણે “લાભાર્થી પ્રકાર” પસંદ કરો (ખેડૂત, સંસ્થા વગેરે).
-
વિસ્તાર, ગામ, ખાતા નંબર, નામ, કેપ્ચા દાખલ કરો.
-
મોબાઈલ અને ઈમેલ OTP વડે વેરીફાય કરો.
-
પાસવર્ડ સેટ કરો.
-
લોગિન કરીને 6 સ્ટેપ્સમાં તમારી પ્રોફાઇલ બનાવો.
6.પ્રોફાઇલ બનાવવામાં કઈ માહિતી આપવી પડે છે?
ઉત્તર:
-
અરજદારની વિગતો
-
અન્ય વિગતો (રેશનકાર્ડ, ખેડૂત ID, વગેરે)
-
બેંક વિગતો
-
જમીન વિગતો
-
મંડળીની વિગતો
-
જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ
7.જમીનની વિગતો શું આપી શકાય છે?
ઉત્તર: ખાતા નંબર, જમીનના માલિકનું નામ, પત્ર નંબર, જમીનના દસ્તાવેજ (7/12 અને 8અ નકલ) વગેરે અપલોડ કરવા પડે છે.
8.સહાય માટે ફોર્મ ભરતી વખતે ફરીથી તમામ માહિતી ભરવી પડશે?
ઉત્તર: નહી, એક વખત પ્રોફાઈલ બનાવી લો બાદમાં ફોર્મ ભરતી વખતે વધારે માહિતી ભરવાની જરૂર નહીં રહે.
9.શું હું મોબાઈલથી પણ રજીસ્ટ્રેશન કરી શકું છું?
ઉત્તર: હાં, IKhedut 2.0 પોર્ટલ મોબાઈલ-ફ્રેન્ડલી છે અને તમે મોબાઈલથી પણ સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકો છો.
તો તમે અહીં IKHEDUT 2.0 ઉપર આ રીતે તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો અને તમારી પ્રોફાઈલ બનાવી શકો છો જેની મદદથી તમે કોઈપણ યોજનાની અંદર આઈ ખેડૂત 2.0 ઉપર ફોર્મ ભરીને સહાયતા મેળવી શકો છો તો જો તમને આ પોસ્ટમાં આપેલી માહિતી ગમી હોય તો અમારી વેબસાઈટ પર રહેલ બીજી પોસ્ટ પણ તમે વાંચી શકો છો અને કંઈ પણ તમને સવાલ હોય તો તમે અમને કમેન્ટ પણ કરી શકો છો.