જો તમે હજુ સુધી ચૂંટણી કાર્ડ સાથે તમારા આધાર કાર્ડ ને લીંક નથી કર્યું તો હવે સરકાર દ્વારા તેની લીંક કરવાની જે અહીંયા કામગીરી છે તેને ફરજિયાત કરી દેવામાં આવી છે એટલે તમારે પણ હવે તમારા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ ની લીંક કરવું પડશે આ પોસ્ટનું હું તમને જણાવીશ કે તમે ઓનલાઇન ઘરે બેઠા મોબાઈલથી તમારા voter ID link with aadhar card કરી શકો છો
સરકાર દ્વારા શું જાહેરાત કરવામાં આવી છે?
આવનાર સમયમાં ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવાય છે ચૂંટણી પંચે EPIC ને આધાર નંબર થી જોડવા માટે કલમ 326 આરપી અધિનિયમ 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયના અનુસાર બંધારણીય નિયમોમાં રહેતા આ મામલે કામગીરી કરવામાં આવશે આજે ચૂંટણી પંચ અને UIDAI ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે
ભારતીય બંધારણના અનુચ્છેદ 326 મુજબ મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકોને જ આપી શકાય છે જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે તેથી જ એવું નિર્ણય લેવામાં આવ્યો હતો કે EPIC ને આધાર સાથે લિંક કરવાનું ફક્ત બંધારણની કલમ 326 લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 ની કલમ 23 (4) 23 (5) અને 23 (6) અને wp નંબર 177/2023 માં સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર જ કરવામાં આવશે એટલે હવે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે

Voter ID link with Aadhar card Require Documents | ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવા કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે?
- તમારી પાસે તમારું ચૂંટણી કાર્ડ હોવું જોઈએ
- તમારું આધાર કાર્ડ હોવું જોઈએ
- ઉપર આપેલા બે ડોક્યુમેન્ટની સાથે તમારી પાસે એક એક્ટિવ મોબાઈલ નંબર પણ હોવો જોઈએ
How to Voter ID link with Aadhar card | ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરી શકાય?
ચૂંટણીકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે તમારે મોબાઇલની અંદર વોટર હેલ્પલાઇન નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેને તમારે તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ કરી લીધા પછી તેને તમારે ઓપન કરવાની છે.

એપ્લિકેશન ઓપન કરતાં તમને પહેલો જ એક ઓપ્શન જોવા મળશે વોટર રજીસ્ટ્રેશન એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે જેવું તમે વોટર રજીસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરશો એટલે જો તમે આ એપ્લિકેશન પર પહેલીવાર આવ્યા હોય તો તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવું પડશે ન્યુ યુઝરને ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે.

રજીસ્ટ્રેશન કરવા માટે જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો મોબાઈલ નંબર અને તમારું પૂરું નામ અહિયાં લખવાનું છે સાથે તમારે અહીંયા એક સિક્યોર પાસવર્ડ જનરેટ કરવાનો છે હવે જે તમે અહીંયા મોબાઈલ નંબર આપો છો રજીસ્ટ્રેશન કરતી વખતે અને પાસવર્ડ જનરેટ કરો છો તેની મદદથી તમારે ફરીથી એપ્લિકેશનમાં જઈને વોટર રજીસ્ટ્રેશન ના ઓપ્શન પર ક્લિક કરીને જે મોબાઈલ નંબર આપ્યો હતો અને જે પાસવર્ડ જનરેટ કર્યો હતો તેની મદદથી તમારે એપ્લિકેશનમાં લોગીન કરી લેવાનું છે
જેવું તમે એપ્લિકેશનનો લોગીન કરી લેશો એટલે તમારું અહીંયા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની જે પ્રોસેસ છે તે શરૂ થઈ જશે તમને અહીંયા પૂછવામાં આવશે કે તમારી પાસે ચૂંટણીકાર્ડ રહેલું છે કે નહીં તો તમારે હા સિલેક્ટ કરીને તમારે આગળ વધવાનું છે પછી તમારી પાસે અહીંયા ચૂંટણી કાર્ડ પર રહેલો જે મતદાર આઈડી નંબર હોય છે તે પૂછવામાં આવશે જે તમારે લખવાનો છે અને તમારે આગળ વધવાનું છે ત્યાર પછી તમારી ચૂંટણી કાર્ડ પર જે પણ માહિતી રહેલી હશે એ બધી તમને બતાવશે
તમારે એકવાર ચેક કરી લેવાની છે અને તમારી પાસે તમારો આધાર કાર્ડ નંબર માગવામાં આવશે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ નંબર લીંક કરવા માટે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું છે એટલે તમારું અહીંયા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની જે એપ્લિકેશન છે અહીંયા સબમિટ થઈ જશે

કન્ફર્મ કરી લીધા પછી જ્યાં તમને એક રેફરન્સ આઈડી બતાવવામાં આવશે જે તમારે નોંધીને રાખવાનું છે જેની મદદથી તમે તમારું ચુંટણીકાર્ડ આધારકાર્ડ સાથે લીંક થયું છે કે નહીં તેનું સ્ટેટસ તમે રેફરન્સ આઈડી ની મદદથી જોઈ શકશો
તો આ રીતે તમે અહીંયા ઓનલાઇન વોટર હેલ્પલાઇન એપ્લિકેશનની મદદથી તમારા ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો
આ પોસ્ટની અંદર મેં જે તમને માહિતી આપી તમને સમજણ પડી હોય અને ગમી હોય તો કોમેન્ટ બોક્ષની અંદર જરૂરથી મને જણાવજો.