જો તમે પણ તમારા રેશનકાર્ડ ની અંદર આધાર E-KYC નથી કરાવ્યું તો હવે તમને રેશનકાર્ડ ઉપર અનાજ નહીં મળે દોસ્તો હા આ વાત સાચી છે કેમકે અત્યારે જે પણ લોકોએ Ration card માં ekyc નથી કરાવ્યું તે લોકોને અનાજ મળવાનું બંધ થઈ ગયું છે આ સમગ્ર બાબત શું છે એ વિશેની સંપૂર્ણ માહિતી વિશે વાત કરીશું.સાથે Ration Card માં ઓનલાઇન E-KYC કેવી રીતે કરી શકાય તે વિશે ની સંપૂર્ણ માહિતી મળશે આ પોસ્ટ ની અંદર.
સરકાર દ્વારા હવે કડક નિર્ણય લેવામાં આવ્યો છે કેમકે વારંવાર કહેવામાં આવ્યું કે રેશનકાર્ડમાં ekyc કરાવી લો પણ હજુ પણ કેટલાક લોકોનો Ration Card માં E-KYC બાકી હોવાને કારણે હવે રેશનકાર્ડ ધારકોને અનાજ આપવાનો બંધ કરી દેવામાં આવ્યું છે.
જે લોકોને રેશનકાર્ડમાં ekyc બાકી છે તે લોકોનું નામ રેશનકાર્ડ માંથી હાઈડ (છુપાવ્યા) કરી દેવામાં આવ્યું છે એટલે જે પણ વ્યક્તિ 18 વર્ષથી ઉપરનો છે તેનું નામ રેશનકાર્ડ માંથી હાઇડ થઈ જશે એટલે તેને રેશનકાર્ડ ઉપર અનાજ નહીં મળે.
જો તમે રેશનકાર્ડ ઉપર અનાજ મેળવવા માંગો છો તો હજુ પણ તમે રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરી શકો છો ત્યાર પછી તમે રેશનકાર્ડ ઉપર અનાજ મેળવી શકો છો.રાજ્ય સરકારે પણ રેશનકાર્ડમાં નોંધાયેલા લાભાર્થીનું ekyc ના કરાવ્યું હોય તે લાભાર્થીઓના નામનો અનાજ પુરવઠો બંધ કરી દીધો છે.
Ration Card E-kyc કરવાનું કેમ કહી રહી છે સરકાર
શું Ration Card E-KYC નહીં કરો તો રેશનકાર્ડ કાયમ માટે બંધ થઈ જશે.
રેશનકાર્ડમાં ekyc ઓફલાઈન કઈ રીતે કરવું | How to do ekyc offline in ration card
રેશનકાર્ડમાં E-KYC ઓનલાઈન કઈ રીતે કરવું | How to do online KYC in ration card
- આધાર કાર્ડ નંબર,
- તમારા રેશન કાર્ડનો નંબર
- આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર, જેથી તમે OTP મેળવી શકો
મુખ્ય પગલાં:
1.સૌપ્રથમ, તમારે બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે: માય રેશન ગુજરાત અને આધાર ફેસ આરડી. આ બંને એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પરથી મળી જશે.
2.માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેને ખોલો. એપ્લિકેશનના હોમ પેજ પર આધાર ઈ કેવાયસી ના ઓપ્શન પર ક્લિક કરો.
3.ઈ-કેવાયસી સંબંધિત તમામ માહિતી અહીં લખેલી હશે, જેને તમે વાંચી શકો છો. ત્યારબાદ, તમારે “ઉપર મેં સૂચનાઓ વાંચી છે” તેની પર ટીક કરવાનું રહેશે.
4.હવે, “કાર્ડની વિગતો મેળવો” તેની પર ક્લિક કરો.
5.જો તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નહિ હોય, તો તમને એક મેસેજ જોવા મળશે. તેને લિંક કરવા માટે તમારે “તમારું રેશન કાર્ડ લિંક કરો” ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
6.તમારો રેશન કાર્ડ નંબર અને તમારા આધાર કાર્ડના પાછળના ચાર અંક દાખલ કરો.
7.વિગતો દાખલ કર્યા બાદ, “તમારું રેશન કાર્ડ લિંક કરો” પર ક્લિક કરો.
8.ત્યારબાદ, તમારે “હું સંમતિ સ્વીકારું છું” પર ક્લિક કરીને “આધાર ઓટીપી જનરેટ કરો” તેની પર ક્લિક કરવાનું છે.
9.તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે OTP ખાલી જગ્યામાં દાખલ કરો.
10.OTP દાખલ કર્યા બાદ, “ઓટીપી ચકાસો” પર ક્લિક કરો.
11.સફળતાપૂર્વક લિંક થયા બાદ, તમને “રેશન કાર્ડ લિંક સક્સેસફુલી” નો મેસેજ જોવા મળશે. વિગતો અપડેટ થવામાં લગભગ 24 કલાક લાગશે.
12.24 કલાક પછી, ફરીથી એપ્લિકેશનના હોમ પેજ પર આવો અને ફરીથી આધાર ઈ કેવાયસી ના ઓપ્શન પર ક્લિક કરો.
13.ફરીથી “ઉપરની સૂચનાઓ મેં વાંચી છે” બોક્સ પર ટીક કરો અને “કાર્ડની વિગતો મેળવો” પર ક્લિક કરો.
14.હવે તમને રેશન કાર્ડમાં રહેલા તમામ સભ્યોના નામ જોવા મળશે.
15.કોઈપણ એક સભ્યનું નામ સિલેક્ટ કરો જેનું ઈ-કેવાયસી કરવાનું છે.
16.સિલેક્ટ કરેલા સભ્યનો આધાર કાર્ડ નંબર દાખલ કરો.
17.સંમતિ સ્વીકારો અને “જનરેટ ઓટીપી” પર ક્લિક કરો.
18.તે સભ્યના આધાર સાથે લિંક થયેલા નંબર પર OTP આવશે. તે OTP વેરીફાય ઓટીપી પર ક્લિક કરીને દાખલ કરો.
19.ત્યારબાદ, તમારી ઉંમર (18 વર્ષથી વધારે કે ઓછી) અને રેશન કાર્ડમાં તમારો સંબંધ (પોતે/વાલી, પુત્ર, પુત્રી, વગેરે) પૂછવામાં આવશે. તમારે અહીં સિલેક્ટ કરવાનું છે.
20.જે વ્યક્તિ ઈ-કેવાયસી કરી રહ્યો છે તેનો મોબાઈલ નંબર દાખલ કરો.
21.”જનરેટ ઓટીપી” બટન પર ક્લિક કરો.
22.દાખલ કરેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે OTP દાખલ કરો.
23.OTP દાખલ કર્યા બાદ, તમે ઓટોમેટિકલી આધાર ફેસ આરડી એપ્લિકેશનમાં રીડાયરેક્ટ થશો.
24.અહીં તમને તમારો ફેસ બતાવવા માટે કહેવામાં આવશે. તમારે તમારા ફેસને બરાબર સેન્ટરમાં રાખવાનો રહેશે.
25.ફેસ ડિટેક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમારી ડિટેલ્સ જોવા મળશે. રેશન કાર્ડ અને સભ્યોની ડિટેલ્સ ચકાસી લો.
26.ડિટેલ્સ સાચી હોય તો, નીચે આપેલા ઓપ્શન “સેન્ડ ડીટેલ્સ ફોર અપ્રુવલ” પર ક્લિક કરો.
27.તમને “સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ” નો મેસેજ જોવા મળશે.
28.આ સાથે, તમારી ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તે અપ્રુવલ માટે મોકલી દેવામાં આવી છે.
આ રીતે, તમે ઘરે બેઠા તમારા રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરી શકો છો અને ફ્રોડ જેવી સમસ્યાઓથી બચી શકો છો જે બહાર જોવા મળી રહી છે. સરકારે પણ લોકોને ઘરે બેઠા ઈ-કેવાયસી કરવા માટે ન્યુઝ દ્વારા જાણ કરી છે.
Click Here – રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો
રાશન કાર્ડ માં E-KYC કેવી રીતે કરી શકાય તેનો વિડિઓ તમે અમારી Youtube ચેનલ ગુજરાત ઓનલાઇન સહાય {Gujarat Online Sahay} પર જોઈ શકો છો.
તમારા રેશનકાર્ડમાં ekyc કરાવી લેજો જેથી તમને તમારા રેશનકાર્ડ ઉપર અનાજ મળતું રહે આ પોસ્ટ તમને કેવી લાગી એ મને ચોક્કસથી નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો અને આ માહિતી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો.