હેલો દોસ્તો જો તમે Samras Hostel ની અંદર પ્રવેશ મેળવવા માંગતા હોય તો વર્ષ 2025-26 ને લઈને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે આ પોસ્ટમાં હું તમને માહિતી આપીશ કે સમરસ હોસ્ટેલની અંદર પ્રવેશ મેળવવા માટે તમે કેવી રીતે અરજી કરી શકો છો સાથે માહિતી આપીશ કે સમરસ છાત્રાલયની(હોસ્ટેલ) અંદર કોણ કોણ પ્રવેશ મેળવી શકે છે.

સમરસ છાત્રાલય પ્રવેશ શરૂ તારીખ ૨૦૨૫ | Samras Hostel Admission Start Date 2025
તો શરૂઆત કરીએ અને સૌ પ્રથમ જાણીએ સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ માટે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો
તો કોલેજ કક્ષાના સ્નાતક અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2025-26 ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ,ભુજ,વડોદરા,સુરત,રાજકોટ, ભાવનગર,જામનગર,આનંદ,હિંમતનગર,પાટણ,મોડાસા અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે તો ઓનલાઇન અરજી કરવા માટે તમારે સમરસના ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટ પર ગ્રુપ 1 જે મેડિકલ સિવાયના વિદ્યાર્થીઓ હોય તથા ગ્રુપ 2 માટે 23/05/2025 થી 30/062025 સુધી અને ગ્રુપ 3 માટે 23/05/2025 થી 20/06/2025 સુધી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે.
સમરસ છાત્રાલયની અંદર કોણ કોણ પ્રવેશ મેળવી શકે છે | Who can get admission inside Samras Hostel?
સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12 ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં એડમિશન મેળવવા માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમી ટકાવારી જે ટકાવારીના આધારે તમે કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો હશે તે ટકાવારીના આધારે મેરિટના ધોરણે અહિયાં પ્રવેશ આપવામાં આવશે.
એટલે જો તમે ધોરણ 12 પાસ કર્યું છે કે કોલેજ કરી છે તો જે પણ વિદ્યાર્થી અહીંયા એડમિશન મેળવવા માગતો હોય તો તેમના મિનિમમ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોય તો જ તે અહીંયા સમરસાત્રાલયમાં પ્રવેશ મેળવી શકે છે.
સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરી શકાય | How to apply online for admission to Samras Hostel
તો સમરસ છાત્રાલય માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવા તમારે સૌ પ્રથમ ગૂગલમાં જવાનું છે અને સમરસ લખીને સર્ચ કરવાનું છે જો તમે સર્ચ કરશો તમને સમરસની ઓફિસિયલ વેબસાઈટ જોવા મળશે જે વેબસાઈટ પર તમારે ક્લિક કરવાનું છે પ્રવેશ મેળવવા માટે.
જેવું તમે વેબસાઈટ પર જશો એટલે તમને છાત્રાલય ઓનલાઇન એડમિશન કરીને એક ઓપ્શન જોવા મળશે તો પ્રવેશ મેળવવા માટે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે.
Registration Process For Admission To Samras Hostel
જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા લોગીન કરવાનું કહેવામાં આવશે પણ જો તમે વેબસાઈટ પર પહેલીવાર આવ્યા છો તો તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવું પડશે તો રજીસ્ટ્રેશન કરવા માટે તમારે રજીસ્ટ્રેશન ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
જેવું તમે રજીસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું નામ,તમારી જન્મ તારીખ,તમારો ઇ-મેલ આઇડી તમારે એક પાસવર્ડ બનાવવાનો છે અને કેપેચા જોવા મળશે એ કેપેચા એન્ટર કરીને અને તમારો એક પાસવર્ડ બનાવીને તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરી લેવાનું છે.
હવે રજીસ્ટ્રેશન કરતી વખતે જે તમે ઇમેલ આઇડી નો ઉપયોગ કર્યો અને જે પાસવર્ડ બનાવ્યો તેની મદદથી તમારે વેબસાઈટ પર લોગીન કરવાનું છે.
Six Step Process For Admission To Samras Hostel
1st Step
જેવું તમે લોગીન કરશો એટલે સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માટેનું ફોર્મ ઓપન થઈ જશે જે છ સ્ટેપની અંદર હશે જેની અંદર પહેલા સ્ટેપમાં નોટિસ હશે જે અમુક નીતિ અને નિયમો હશે જે તમારે વાંચી લેવાના છે અને તમારે છેલ્લે સેવ અને નેક્સ્ટ ના બટન પર ક્લિક કરવાનું છે.
2nd Step
જેવું તમે સેવ અને નેક્સ્ટ ના બટન પર ક્લિક કરશો એટલે અહિયાં બીજો ઓપ્શન ઓપન થઇ જશે જેની અંદર તમારે પર્સનલ ડિટેલ્સ આપવાની છે તમારું નામ જન્મ તારીખ તમારું એડ્રેસ તમે ક્યાંના રહેવાસી છો એ દરેક માહિતી તમારે આપવાની છે.પર્સનલ ડિટેલ્સ ભરીને જેવું તમે save next ના બટન પર ક્લિક કરશો.
3rd Step
એજ્યુકેશન ડિટેલ્સ તમારી પૂછવામાં આવશે જેમાં જો તમે 12 પાસ કરેલું છે તો તમારે કોર્સ નેમ ની અંદર તમારે ધોરણ 12 સિલેક્ટ કરવાનું છે હવે જે તમે કોલેજની અંદર એડમિશન લીધું હોય એ કોલેજ કયા જિલ્લામાં છે એ જિલ્લો પસંદ કરવાનો છે કોલેજનું નામ પસંદ કરવાનું છે કોલેજ નું એડ્રેસ તમારે આપવાનું છે અને તમે કયા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છો તે કોલેજમાં છેલ્લા વર્ષમાં છો કે પહેલા વર્ષમાં એડમિશન લીધું છે તે માહિતી તમારે આપવાની છે
અને ગયા વર્ષોમાં જે તમે અભ્યાસ પાસ કરીને ત્યાં એડમિશન લેવા આવ્યા છો તો તે અભ્યાસની માહિતી તમારે આપવાની છે એટલે છેલ્લે કયો કોર્સ તમે પાસ કર્યો છે તે માહિતી તમારે આપવાની છે છેલ્લા કઈ કોલેજની અંદર તમે અભ્યાસ કરતા હતા તેનું નામ તમારે આપવાનું છે તેનું એડ્રેસ તમારે આપવાનું છે છેલ્લું જે તમે કોર્સ પાસ કર્યો તે છેલ્લું વર્ષ કયું હતું એ વર્ષની માહિતી તમારે આપવાની છે છેલ્લા વર્ષની અંદર જે તમે અભ્યાસ કર્યો તેની અંદર તમારા ટકા કેટલા આવ્યા એ માહિતી તમારે અહીંયા આપવાની છે.
તો જેવો તમે અહીંયા તમારા અભ્યાસક્રમ પસંદ કરશો અને તમારા કોલેજનો જિલ્લો પસંદ કરશો એટલે તમારી હોસ્ટેલ એડમિશનને જે ડિટેલ્સ છે એ તમને નીચે બતાવી દેશે કે તમારે કયા ગ્રુપની અંદર તમારું એડમિશન થયું છે અને તમને કઈ એડમિશનને લઈને હોસ્ટેલ ફાળવવામાં આવી છે તો તમારી હોસ્ટેલનું પણ નામ તમને અહિયાં જોવા મળી જશે માની લો કે તમે જામનગર જિલ્લો પસંદ કરો છો કોલેજનો તો તમને જામનગર ની અંદર જે સમરસ છાત્રાલય હશે એ તમને અહીંયા ફાળવવામાં આવશે.
4th Step
તો જેવો તમે ત્રીજો ઓપ્શન ની માહિતી ભરીને સેવન નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે અમુક અધર ડિટેલ્સ તમને પૂછવામાં આવશે જેમાં તમને અહીંયા પૂછવામાં આવશે કે તમે વિકલાંગતા ધરાવો છો કે તમે અનાજ બાળક છો કે તમે કોઈ વિધવા માતાના બાળક છો એ માહિતી તમને પૂછવામાં આવશે તો તમને લાગુ પડતી હોય તો તમારે yes પસંદ કરવાનું છે અને જો તમે yes પસંદ કરશો તેનો લગતું તમારે પ્રમાણપત્ર પણ અહીંયા અપલોડ કરવાનું છે આ માહિતી ભરીને તમારે save & next પર ક્લિક કરવાનું છે જેવું તમે સેવ અને નેક્સ્ટ ના બટન પર ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટેશન ઓપ્શન ઓપન થશે.
5th Step
ડોક્યુમેન્ટેશન ઓપ્શન ઓપન થતા તમારી પાસે અહીંયા જે પણ તમે પાછલા વર્ષની અંદર અભ્યાસ કર્યો છે તેની માર્કશીટ તમારે અપલોડ કરવાની છે ડોક્યુમેન્ટેશન ની અંદર સાથે લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે અને આધાર કાર્ડ તમારે અહીંયા અપલોડ કરવાનું છે આટલા દસ્તાવેજો અપલોડ કરી દીધા પછી તમારે સેવ અને નેક્સ્ટ ના બટન પર ક્લિક કરવાનું છે.
6th Step
છેલ્લા સ્ટેપની અંદર તમે આવી જશો તેનું નામ છે ડિકલેરેશન ડિકલેરેશનની અંદર તમારે જે લાગુ પડતો હોય એ ઓપ્શન્સ પસંદ કરીને જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું અહીંયા સમરસ છાત્રાલયની અંદર પ્રવેશને લઈને ઓનલાઈન અરજી તમારી સબમિટ થઈ જશે ઓનલાઇન અરજી સબમિટ થઈ જશે તમને અહીંયા ઓનલાઇન એપ્લિકેશન નંબર આપવામાં આવશે જે તમારે સાચવીને રાખવાનો છે અને જે તમે અહીંયા સમરસ છાત્રાલયની અંદર એડમિશન લઈને એપ્લિકેશન કરી છે તેની તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે અને તમારી પાસે સાચવીને રાખવાની છે.
તો દોસ્તો આ પોસ્ટમાં આપણે શીખી ગયા કે સમરસ છાત્રાલયની અંદર જો તમે પ્રવેશ મેળવવા માગતા હોય તો ઓનલાઇન અરજી કઈ રીતે કરી શકાય આ માહિતી તમને ગમી હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
FAQ – સમરસ છાત્રાલય પ્રવેશ પ્રક્રિયા 2025-26
Q.સમરસ છાત્રાલય પ્રવેશ 2025-26 માટે અરજી પ્રક્રિયા ક્યારે શરૂ થઈ છે?
A.વર્ષ 2025-26 માટે સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટેના ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.