GCAS Admission Second Round 2025 | GCAS પ્રવેશ બીજો રાઉન્ડ

GCAS Admission લઈને બીજા તબક્કો જાહેર કરી દેવામાં આવ્યો છે અને તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે કે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે બીજા તબક્કાની અંદર રજીસ્ટ્રેશન કરી શકો છો જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાનું છે એ કઈ તારીખથી કઈ તારીખ સુધી કરી શકશે તો એ બધી જ માહિતી વિશે તમને હું વાત કરીશ.

આ પોસ્ટમાં આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું
GCAS દ્વારા બીજા તબક્કાના એડમિશનને લઈને કઈ તારીખે નક્કી કરવામાં આવી છે.
પ્રથમ તબક્કાની અંદર પ્રવેશને લઈને જો તમારું હજુ પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે તો તમારે વેરીફીકેશન ક્યારે કરવાનું છે.
પ્રથમ તબક્કાની અંદર રજીસ્ટ્રેશન કર્યા પછી મેરીટ જે બહાર પાડવામાં આવ્યું છે તેની અંદર જો તમારું નામ નથી તો હવે તમારે શું કરવાનું છે.
પ્રથમ તબક્કાની અંદર રજીસ્ટ્રેશન કરતી વખતે કોઈ ભૂલ થઈ હતી તો તેની અંદર સુધારો તમે ક્યાંથી કરી શકશો.
તો ઉપર આપેલા મુદ્દાઓ પર આ પોસ્ટની અંદર આપણે વાત કરવાના છે.
GCAS Admission Second Round 2025 | GCAS પ્રવેશ બીજો રાઉન્ડ

GCAS Admission Second Round 2025 Start Date

GCAS દ્વારા બીજા તબક્કાના એડમિશનને લઈને કઈ તારીખે નક્કી કરવામાં આવી છે
દોસ્તો GCAS પોર્ટલ ઉપર બીજા તબક્કાની અંદર એડમિશનને લઈને 29/05/2025 થી લઈને 13/06/2025 દરમિયાન ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકો છો.
તો 29/05/2025 થી લઈને તે જો 13/06/2025 દરમિયાન તમારે ક્વીક રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન માટેની ફી ભરી લેવાની છે શૈક્ષણિક માહિતી ભરી લેવાની છે અને યોગ્ય કોલેજ પસંદગી કરી લીધા પછી તમારી અરજીને સબમીટ કરી લેવાની છે.

GCAS Admission Second Round Verification Date

બીજા તબક્કાની અંદર ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાની તારીખ 29/05/2025 થી 16/06/2025 નક્કી કરવામાં આવી છે.
GCAS Admission First Round Pending Verification Date
હવે વાત કરીએ કે જો તમારું પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન માટે રજીસ્ટ્રેશન કરી લીધા પછી ડોક્યુમેન્ટ વેરીફીકેશન બાકી હતું તો અત્યારે તમે કઈ તારીખે કઈ તારીખ સુધી કરી શકો છો 29/05/2025 થી 16/06/2025 તારીખ દરમિયાન બાકી રહેલ વેરિફિકેશન તમે નજીકના તમારા વેરિફિકેશન સેન્ટર ઉપર જઈને તમારા ડોક્યુમેન્ટ નું વેરિફિકેશન કરાવી શકો છો.
હવે વાત કરીએ કે જો તમારા પ્રથમ તબક્કાની અંદર જે તમે એડમિશન માટે રજીસ્ટ્રેશન કર્યું છે જેની અંદર કોઈ તમારી ભૂલ થઈ હોય તો તેની અંદર તમે સુધારો કઈ તારીખ સુધી કરી શકો છો તો GCAS દ્વારા કરેલ અરજી ની અંદર સુધારો કરવા માટે 13/06/2025 થી 16/06/2025 દરમિયાન એટલે કે ત્રણ દિવસની અંદર તમે પ્રથમ તબક્કાની અંદર કરેલ અરજીની અંદર સુધારો કરી શકો છો.

GCAS Admission First Round Merit List

હવે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓએ પ્રવેશના પથમ તબક્કાની અંદર રજીસ્ટ્રેશન કર્યું હતું પણ તેમનું પ્રથમ તબક્કાના પ્રવેશ ની અંદર એટલે કે મેરીટ ની અંદર નામ નથી આવ્યું તો તેમને ચિંતા કરવાની જરૂર નથી તે લોકો માટે હજુ પણ પ્રવેશના બીજા તબક્કાઓ બહાર પાડવામાં આવશે એટલે કે બીજું મેરીટ બહાર પડવામાં આવશે જેની અંદર તમને અહીંયા પ્રવેશ મળી શકે છે.
તો વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેથી અમને બીજી પોસ્ટ લખવાની પણ પ્રેરણા મળી શકે અને આ પોસ્ટ તમને ગમી હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

Leave a Comment