GCAS Admission First Round Merit List 2025 | GCAS પ્રવેશ પ્રથમ રાઉન્ડની મેરિટ યાદી

વિદ્યાર્થી મિત્રો GCAS દ્વારા જે પણ વિદ્યાર્થીઓએ એડમિશનને લઈને પ્રથમ તબક્કાની અંદર રજીસ્ટ્રેશન કર્યું હતું તો તેવા વિદ્યાર્થીઓનું અહીંયા પ્રથમ તબક્કા નું મેરીટ લીસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
GCAS ઉપર જો તમે મેરીટ લીસ્ટ તમારું ચેક કરવા માંગતા હોય તો તમે GCAS portal ઉપર જઈને તમે તમારું મેરીટ કઈ રીતે ચેક કરી શકો છો સાથે તમારો જે ઓફર લેટર છે એ કેવી રીતે તમે મેળવી શકો છો તમારે કોલેજની અંદર એડમિશન કઈ તારીખ સુધીમાં લઈ લેવાનું છે તે વિશેની સંપૂર્ણ માહિતી હું તમને અહીં આપીશ.
વિદ્યાર્થી મિત્રો GCAS દ્વારા પ્રથમ તબક્કાનું મેરીટ લીસ્ટ 27/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે.
GCAS Admission First Round Merit List 2025 | GCAS પ્રવેશ પ્રથમ રાઉન્ડની મેરિટ યાદી

How to Check GCAS Admission First Round Merit List | GCAS પ્રવેશ પ્રથમ રાઉન્ડની મેરીટ યાદી કેવી રીતે જોઈ શકાય

હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈશું કે તમે તમારું મેરીટ લિસ્ટ વેબસાઈટ પર જઈને કેવી રીતે જોઈ શકો છો.
GCAS PORTAL WEBSITE LINK – https://gcas.gujgov.edu.in/

STEP-1

તો GCAS ઉપર એડમિશનને લઈને વિદ્યાર્થી મિત્રોએ જે કોલેજ પસંદ કરી છે તો તે કોલેજના મેરીટ ની અંદર તમારું નામ આવ્યું છે કે નહીં તે ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ ગૂગલમાં જવાનું છે google માં સર્ચ કરવાનું છે gcas portal જેવું સર્ચ કરશો તમને gcas ની ઓફિશિયલ વેબસાઈટ જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવાનું છે મેરીટ જોવા માટે.

STEP-2 

જેવું તમે વેબસાઈટ પર આવશો એટલે તમને સ્ટુડન્ટ લોગીન નામનો ઓપ્શન જોવા મળશે જેની અંદર તમારે તમારો યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરવાનો છે જે તમે registration કરતી વખતે પાસવર્ડ બનાવ્યો હતો અને જે યુઝરનેમ નો ઉપયોગ કર્યો હતો તે ડિટેલ્સ તમારે અહીંયા આપવાની છે અને નીચે તમને એક કેપેચા જોવા મળશે એ તમારે એન્ટર કરવાનો છે અને તમે જે કોર્સ માટે રજીસ્ટ્રેશન કર્યું હતું એ કોર્સ તમારે પસંદ કરવાનો છે અને લોગીન કરવાનું છે.
GCAS Admission First Round Merit List 2025 | GCAS પ્રવેશ પ્રથમ રાઉન્ડની મેરિટ યાદી

STEP-3

જેવું તમે લોગીન કરશો એટલે તમે જે રજીસ્ટ્રેશન કર્યું હતું તો અહીંયા તમારી પ્રોફાઈલ ઓપન થઈ જશે પ્રોફાઈલની અંદર તમને બધી જ માહિતી જોવા મળશે જે તમે અહીંયા માહિતી ભરી હશે જેની અંદર તમે ડોક્યુમેન્ટ વેરીફીકેશન કર્યું હશે તમારી શૈક્ષણિક માહિતી તમે ભરી હશે તે બધી જ માહિતી જોવા મળશે જેને નીચે તમને એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન કરીને એક ઓપ્શન જોવા મળશે જેની અંદર તમને તમારું મેરીટ લીસ્ટ જોવા મળશે અને તમારો ઓફર લેટર પણ ત્યાં તમને જોવા મળશે જે તમે ડાઉનલોડ કરી શકો છો.

STEP-4

મેરીટ લીસ્ટ જોયા પછી અને ઓફર લેટર ડાઉનલોડ કરી લીધા પછી તમારે ઓફલેટર ની પ્રિન્ટ લઈ લેવાની છે અને એ પ્રિન્ટ લઈને 31/05/2025 સુધીમાં તમારી જે કોલેજ હોય ત્યાં તમારે હાજરી આપવાની છે અને એડમિશન લઈ લેવાનું છે
તો વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટમાં મેં તમને માહિતી આપી કે તમે જે પ્રથમ તબક્કાની અંદર રજીસ્ટ્રેશન કર્યું છે એડમિશનને લઈને તો તેનું મેરીટ લીસ્ટ અને ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો આ માહિતી તમને ગમી હોય તો મને કમેન્ટ બોક્સ ની અંદર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેથી અમને બીજી પોસ્ટ લખવાની પ્રેરણા મળી શકે અને તમારા મિત્રો સાથે આ પોસ્ટને જરૂરથી શેર કરજો.

Leave a Comment