GCAS PG Course Admission 2025 | પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ પ્રવેશ 2025

દોસ્તો જો તમે GCAS PG Course ની અંદર એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ઉપર અનુસ્નાતક કક્ષાના (PG) કોર્સમાં એડમિશન મેળવવા માગતા હોય તો GCAS પોર્ટલ દ્વારા એડમિશન શરૂ કરી દેવામાં આવ્યા છે.
આ પોસ્ટમાં આપણે માહિતી મેળવીશું જો તમે એડમિશન મેળવવા માગતા હોય તું કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકશો અને કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તમારે તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી લેવાનું છે.
GCAS PG Course Admission 2025 | પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ પ્રવેશ 2025

GCAS PG Course Admission Registration Start Date

તો GCAS પોર્ટલ દ્વારા MA,MCOM અને MSC જેવા PG Course માટે એડમિશન શરૂ કરી દેવામાં આવ્યા છે જો તમે એડમિશન લેવા માટે રજીસ્ટ્રેશન કરવા માગતા હોય તો તમારે 29/05/2025 થી 07/06/2025 દરમિયાન તમારા નવા એડમિશન માટે તમે ક્વીક રજીસ્ટ્રેશન કરી શકો છો સાથે રજીસ્ટ્રેશન ફી આ સમય મર્યાદાની અંદર તમારે ભરી લેવાની છે.
રજીસ્ટ્રેશન કરતી વખતે તમારે તમારી બધી માહિતી ધ્યાનપૂર્વક ભરવાની છે જેની અંદર તમારા પાછલા અભ્યાસની વિગતો શૈક્ષણિક માહિતી અને કોલેજની પસંદગી ધ્યાનપૂર્વક કરવાની છે બધી માહિતી ભરી લીધા પછી તમારે એકવાર ચેક કરીને GCAS પર તમારી અરજી સબમિટ કરી દેવાની છે.

GCAS PG Admission Document Verification 

અરજી સબમીટ કરી લીધા પછી તમે ફોર્મ ભરતી વખતે તમે જે પણ ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો છો તેનું તમારે Verification કરાવવું જરૂરી છે જે તમારે નજીકના વેરીફીકેશન સેન્ટર ઉપર જઈને કરાવી લેવાનું છે જે તમારે 29/05/2025 થી 10/06/2025 દરમિયાન કરી લેવાનું છે

GCAS PG Admission Merit List 2025

રજીસ્ટ્રેશન ફોર્મ ભર લીધા પછી અને ડોક્યુમેન્ટ નું વેરિફિકેશન કરી લીધા પછી મેરીટ લીસ્ટ અને ઓફર લેટર જાહેર કરવામાં આવશે જેને પ્રવેશ રાઉન્ડ 1 કહેવામાં આવે છે તો પ્રવેશ રાઉન્ડ એક એટલે કે તમારું મેરીટ અને ઓફરલેટર તમને 16/06/2025 થી 18/06/2025 દરમિયાન વેબસાઈટ પર જોવા મળશે.
જે તમે વેબસાઈટ ઉપર જઈને સ્ટુડન્ટ login ની અંદર જઈને તમારું લોગીન કરી લીધા પછી તમને તમારી પ્રોફાઇલની અંદર તમે જે પણ કોલેજ પસંદ કરી હશે તેના દ્વારા આપવામાં આવેલી તમને ઓફર જોવા મળશે જેવું તમે ઓફરને ઓટીપી દ્વારા પસંદ કરશો એટલે તમને તમારો કોલેજ નો offer letter જોવા મળશે ઓફર લેટર લઈ લીધા પછી પ્રિન્ટ લઈ લીધા પછી તમે તમારી કોલેજની અંદર પ્રવેશ મેળવી શકો છો.
PG Admission ની અંદર પ્રવેશ પ્રક્રિયા ને લઈને પ્રવેશનો રાઉન્ડ બીજો 20/06/2025 થી 21/06/2025 દરમિયાન જાહેર કરવામાં આવશે
પ્રવેશ પ્રક્રિયા નો રાઉન્ડ 3 24/06/2025 થી 25/06/2025 દરમિયાન જાહેર કરવામાં આવશે પ્રવેશ રાઉન્ડ 4 27/06/2025 થી 28/06/2025 દરમિયાન જાહેર કરવામાં આવશે.
તો દોસ્તો આ પોસ્ટમાં મેં તમને માહિતી આપી કે તમે GCAS Portal ઉપર PG કોર્સમાં એડમિશન મેળવવા માંગતા હોય તો રજીસ્ટ્રેશન તમે કઈ તારીખ થી કઈ તારીખ સુધીમાં કરી શકો છો અને પ્રવેશ પ્રક્રિયાના જે રાઉન્ડ છે એ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં જાહેર કરવામાં આવશે આ માહિતી તમને ગમી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો તમારી એક કમેન્ટ મને બીજી પોસ્ટ લખવાની પ્રેરણા આપતી હોય છે અને આ પોસ્ટ તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો.

Leave a Comment