આ પોસ્ટની અંદર હું તમને જણાવીશ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના શું છે આ યોજનાની અંદર કઈ તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થશે અને કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે અને કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરીને શિષ્યવૃત્તિની સહાયતા મેળવી શકે છે સાથે જાણીશું કે તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો

Gyan Sadhana Merit Scholarship | મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શું છે
એવા બાળકો જે ધોરણ એક થી આઠમાં સરકારી અથવા પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા હોય અને સળંગ ધોરણ એક થી આઠ સુધી અભ્યાસ કર્યો હોય ને અત્યારે આઠમા ધોરણની અંદર અભ્યાસ કરી રહ્યા હોય તેવા બાળકો અને બીજા એવા બાળકો જે RTE ACT 2009 હેઠળ વિનામૂલ્ય ધોરણ એકમાં પ્રવેશ મેળવેલો હોય અને ધોરણ 1 થી 8 સુધી સળંગ અભ્યાસ કર્યો હોય એક પણ વાર નાપાસ ના થયા હોય અને અત્યારે ધોરણ આઠમાં અભ્યાસ કરી રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ યોજના ની અંદર ફોર્મ ભરી શકે છે અને પરીક્ષા આપીને અહીંયા શિષ્યવૃત્તિનો લાભ મળી શકે છે
માની લો કે અહીંયા 50,000 હજાર જેવા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃતિ પરીક્ષા આપે છે તો તેમાંથી જેનું મેરીટ સારું હોય તેવા 25,000 જેવા તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે અને તેઓને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તો તમે સમજી ગયા હશો કે મુખ્યમંત્રી
Gyan Sadhana Merit Scholarship યોજના શું
Mukhyamantri Gyan Sadhana Merit Scholarship પરીક્ષા નો કાર્યક્રમ શું છે
- તો અહી પરીક્ષાનું જે જાહેરનામું હતું એ 24/02/2025 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.
- તો હવે ઓનલાઇન જે રજીસ્ટ્રેશન ફોર્મ અહીંયા ભરવાનો જે સમયગાળો છે એ 25/02/2025 થી 06/03/2025 દરમિયાન તમારે અહીંયા ઓનલાઇન ફોર્મ ભરી લેવાના છે
- અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે પરીક્ષા ફી કોઈ ભરવાની નથી અહી પરીક્ષા ફી નિશુલ્ક છે કોઈને પણ અહીંયા પરીક્ષા ફ્રી આપવાની જરૂર નથી
- પરીક્ષાની જે તારીખ છે એ 29/03/2025 નક્કી કરવામાં આવી છે
Mukhyamantri Gyan Sadhana Merit Scholarship પરીક્ષામાં બેસવા માટેની પાત્રતા શું છે
તો અહીં વેબસાઈટ પર આપેલી માહિતી પ્રમાણે સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી આઠ નો સળંગ અભ્યાસ કરી ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય કે ઉત્તેર્ણ થયેલા હોય તેવા આવકની મર્યાદા ધ્યાન લીધા વગર તમામ વિદ્યાર્થીઓ અહીં પરીક્ષા આપી શકે છે.
અથવા
આરટીઇ એક્ટ 2009 ની કલમ જોગવાઈ હેઠળ જે તે સમયે પણ શાળાઓમાં 25% ની મર્યાદામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ જેવો હાલ 2025 ની અંદર ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય કે પ્રવેશ મેળવેલ હોય અને જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા વખતે RTE ACT 2009 ની કલમ 12 હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા વધુ ના હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે
Gyan Sadhana Merit Scholarship ઓનલાઇન અરજી કેવી રીતે કરવાની હોય છે
ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે schoolattendence gujarat org વેબસાઈટ પર જવાનું હોય છે વેબસાઈટ પર જઈને તમારે શાળાના ડાયસ કોડ થી લોગીન કરવાનું હોય છે
કોઈપણ એક શિક્ષકનો ટીચર કોડ નાખવાનો હોય છે ધોરણ આઠમાં ભણાવતા હોય શિક્ષકના કોડ ને પ્રાથમિકતા આપવી જો તેમને બદલી કે નિવૃત્તિ થઈ હોય તો શાળાના અન્ય શિક્ષકનો કોડ તમે અહીંયા એડ કરી શકો છો
હવે તમારે ધોરણ આઠ પર ક્લિક કરવું ધોરણ આઠના તમામ વિદ્યાર્થીઓના કોડ નું લિસ્ટ સ્ક્રીન પર દેખાશે તમને તમામ વિદ્યાર્થીઓનું એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે
તેમજ વિદ્યાર્થીઓના કોડ પર ક્લિક કરવાનું છે અને ત્યાં ફોર્મ ખુલી જશે ફોર્મમાં શિક્ષક અને વાલીને મોબાઈલ નંબર સિવાયનો ઓટો ફેચ કરેલો ડેટા તમને જોવા મળશે શિક્ષક અને વાલીને મોબાઈલ નંબરની વિગતો ભર્યા બાદ ઓટો ફેચ થયેલા ડેટા પૈકી કેટેગરી કાસ્ટ સબકાસ્ટ અને માધ્યમ જો ખોટી દર્શાવતી હોય તો તમે સુધારી શકો છો
તમામ વિગતો ભર્યા બાદ ફોર્મની નીચે સેવ બટન તમને જોવા મળશે જે તમારે ક્લિક કરવાનું હોય છે જેથી વિદ્યાર્થીઓના ફોર્મ સેવ થઈ જશે આ રીતે તમામ ફોર્મ ભરાઈ ગયા પછી તમારે સબમીટ બટન પર નીચે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સેવ કરી એપ્લિકેશન તમે પ્રિન્ટ કરી શકો છો
તો આ રીતે તમે અહીં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા ની અંદર ફોર્મ ભરી શકો છો
જો ઉપર આપેલી માહિતી તમને ગમી હોય તો તમે મને કમેન્ટ બોક્સ ની અંદર નીચે જણાવી શકો છો અને બીજી બેન પોસ્ટ મેં અહીંયા બનાવેલી છે વેબસાઈટ પર જ્યાં જઈને તમે બીજી પણ માહિતી મેળવી શકો છો