PM Ujjwala Yojana Online Apply Gujarat | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2025

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના વિશે આ પોસ્ટમાં આપણે વાત કરીશું કે કોન આ યોજનાની અંદર લાભ લઇ શકે છે અને પાત્રતા માપદંડ શું છે આ યોજનાની અંદર જો તમે ફોર્મ ભરવા માંગો છો અને ફ્રી માં ગેસ સિલિન્ડર અને ચૂલો મેળવવા માંગો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે કે બધી જ માહિતી વિશે હું અહીંયા વાત કરવાનો છું જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો આ પોસ્ટને અંત સુધી વાંચજો.

PM Ujjwala Yojana Gujarat | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 ગુજરાત 2025

PM Ujjwala Yojana | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2025

દોસ્તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ની અંદર કોણ લાભ લઇ શકશે એ વિશે તો આપણે વાત કરીશું જ પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ની અંદર જો તમે ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમને અહીં ફ્રીમાં ગેસ સિલિન્ડર અને ચૂલો મળતો હોય છે સાથે અન્ય બીજા જે સામાન હોય છે એ પણ તમને મળતા હોય છે અને દરેક મહિને જ્યારે તમે ગેસ સિલિન્ડર ખરીદો તો તેની ઉપર તમને સબસીડી પર મળતી હોય છે
PM Ujjwala Yojana Online Apply Gujarat | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2025

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે પાત્રતા માપદંડ શું છે

નીચેની કોઈપણ શ્રેણીની પુખ્ત મહિલા.

  • SC પરિવારો
  • ST પરિવારો
  • પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)
  • સૌથી પછાત વર્ગો
  • અંત્યોદય અન્ન યોજના (AAY)
  • ચા અને ભૂતપૂર્વ ચા બગીચાના આદિવાસીઓ
  • વનવાસીઓ
  • ટાપુઓ અને નદીના ટાપુઓમાં રહેતા લોકો
  • SECC પરિવારો (AHL TIN)
  • ૧૪-મુદ્દાની ઘોષણા મુજબ ગરીબ પરિવાર
  • ગરીબ પરિવારો માટે ૧૪ મુદ્દાની બાકાત માપદંડની ઘોષણા
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષની હોવી જોઈએ.
  • એક જ ઘરમાં અન્ય કોઈ LPG કનેક્શન ન હોવા જોઈએ.

PM Ujjwala Yojana ની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે

  • આધાર કાર્ડ
  • જે રાજ્યમાંથી અરજી કરવામાં આવી રહી છે તે રાજ્ય દ્વારા જારી કરાયેલ રેશન કાર્ડ
  • સરનામાનો પુરાવો – જો જોડાણ એક જ સરનામાં પર જરૂરી હોય તો આધાર ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા તરીકે લેવામાં આવશે. તે કિસ્સામાં ફક્ત આધાર પૂરતો છે.
  • બેંક એકાઉન્ટ નંબર અને IFSC
  • જે પણ મહિલા ના નામ પર તમે ગેસ કનેક્શન લો છો તો તેનો એક પાસપોર્ટ સાઇઝ ફોટો આપવાનો હોય છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ની અંદર મળવા પાત્ર લાભો

ભારત સરકાર દ્વારા PMUY કનેક્શન માટે રોકડ સહાય પૂરી પાડવામાં આવે છે – રૂ. 2200 (14.2 કિલોગ્રામ સિલિન્ડર કનેક્શન માટે / રૂ. 5 કિલોગ્રામ સિલિન્ડર માટે રૂ. 1300). રોકડ સહાયમાં નીચેનાનો સમાવેશ થાય છે:

સિલિન્ડરની સુરક્ષા ડિપોઝિટ – 14.2 કિલોગ્રામ સિલિન્ડર માટે રૂ. 1850 / રૂ. 5 કિલોગ્રામ સિલિન્ડર માટે રૂ. 950
પ્રેશર રેગ્યુલેટર – રૂ. 150
LPG નળી – રૂ. 100
ઘરેલુ ગેસ ગ્રાહક કાર્ડ – રૂ. 25
નિરીક્ષણ/સ્થાપન/પ્રદર્શન શુલ્ક – રૂ. 75

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ની અંદર ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવું

જો તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માંગો છો તો તમારે google માં જઈને સર્ચ કરવાનું છે pmuy જેવું તમે google માં જઈને સર્ચ કરશો એટલે તમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 ની અંદર ફોર્મ ભરવાની જે વેબસાઈટ છે એ તમને જોવા મળશે જે વેબસાઈટ પર તમારે ક્લિક કરવાનું છે ફોર્મ ભરવા માટે
PM Ujjwala Yojana Gujarat | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 ગુજરાત 2025
હવે જેવું તમે વેબસાઈટ પર આવશો તો તમને ત્યાં PM Ujjwala Yojana ની અંદર ફોર્મ ભરવાની જે લિંક છે એ ત્યાં જોવા મળશે એ લિંક પર તમારે ક્લિક કરવાનું છે
PM Ujjwala Yojana Gujarat | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 ગુજરાત 2025
જેવું તમે તે લીંક પર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવો પેજ ઓપન થશે જ્યાં તમને પૂછવામાં આવશે કે તમે કયું એલપીજી ગેસ કનેક્શન લેવા માંગો છો
તેમાં તમને ત્રણ ઓપ્શન આપવામાં આવશે ઇન્ડિયન ગેસ,ભારત ગેસ અને એચપી ગેસ હવે તમારે આ ત્રણ ઓપ્શનમાંથી જે પણ એલપીજી ગેસ કનેક્શન તમે લેવા માગતા હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે
PM Ujjwala Yojana Gujarat | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 ગુજરાત 2025
હવે માની લો કે તમે ભારત ગેસ કનેક્શન ઉપર ક્લિક કરો છો તો તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં તમારી સામે બે ઓપ્શન જોવા મળશે જેમાંથી તમારે પીએમ ઉજ્જવલા યોજના 2.0 પસંદ કરવાનું છે જેવું પસંદ કરશો નીચે તમને એક બોક્સ જોવા મળશે જ્યાં તમારે ટીક કરવાનું છે ટીક કરી લીધા પછી તમને નીચે પૂછવામાં આવશે કે તમે કયા જિલ્લા થી છો જિલ્લો પસંદ કરેલા પછી તમને તમારું ગામ પૂછવામાં આવશે તમારે તમારું ગામ પસંદ કરવાનું છે ત્યારબાદ તમને નીચે સો લિસ્ટ કરીને એક ઓપ્શન જોવા મળશે એ સો લીસ્ટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે
જેવું તમે સો લિસ્ટ પર ક્લિક કરશો એટલે તમારા ગામની અંદર જે પણ ગેસ ડિસ્ટ્રીબ્યુટર ભારત ગેસને લઈને હશે તે ભારત ગેસના ડિસ્ટ્રીબ્યુટર ના નામ તમને અહીં જોવા મળશે તે ગેસ ડિસ્ટ્રીબ્યુટર નો કોન્ટેક કરીને તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ની અંદર નવું ગેસ કનેક્શન ફ્રીમાં લઈ શકશો
હવે જ્યારે તમે નવું કનેક્શન લેશો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ની અંદર તો તમારી પાસે 2200 રૂપિયા જેટલી ડિપોઝિટ લેવામાં આવશે જે તમને જ્યારે તમે આ કનેક્શન બંધ કરીને જ્યારે તમે બોટલ અને ચૂલો જો તમે પાછો આપો છો તો તમને આ ડિપોઝિટ પાછી મળતી હોય છે
2200 રૂપિયા ડિપોઝિટ આપતા તમને અહીં એક ગેસ સિલિન્ડર અને એક ચૂલો આપવામાં આવતો હોય છે સાથે તમને અહીં જેના પણ નામ પર ગેસ કનેક્શન હોય છે તેના નામની એક ફોટો સાથે બુક આપવામાં આવતી હોય છે.

Leave a Comment