ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વાયરમેન પોસ્ટ માટે વર્ગ ત્રણ ની અંદર સીધી ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે જો તમે GSSSB Wireman Bharti ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માગતા હોય તો ફોર્મ કેવી રીતે ભરી શકાય છે આ ભરતી માં કોણ કોણ ફોર્મ ભરી શકે છે ઉંમર કેટલી હોવી જોઈએ,લાયકાત કેટલી હોવી જોઈએ એ બધી જ માહિતી આ પોસ્ટમાં હું આપવાનો છું.
GSSSB Wireman Bharti 2025 | GSSSB વાયરમેન ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વાયરમેન ભરતીને લઈને અરજીઓ મંગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ટોટલ 66 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.
વાયરમેન ભરતી ની અંદર ક્યારથી ફોર્મ ભરી શકાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલ વાયરમેન ભરતી ની અંદર તમે 11/06/2025 થી 25/06/2025 દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.
વાયરમેન ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે તમારી ઉંમર અને શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ
જો તમે વાયરમેન ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માંગો છો તો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે કે તમારી ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત
જો તમે વાયરમેન ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માંગો છો તો તમારી શૈક્ષણિક લાયકાત ની અંદર તમે બે વર્ષનો વાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા કોઈ ગવર્મેન્ટ ઇન્સ્ટિટયૂટ ની અંદર તમે ઇલેક્ટ્રીશન તરીકે ટ્રેનીંગ મેળવેલી હોવી જોઈએ.
વાયરમેન ભરતી ની અંદર પરીક્ષા પદ્ધતિ કઈ રીતની રહેશે
વાયરમેન ભરતી ની અંદર પરીક્ષા એક તબક્કામાં લેવામાં આવશે જે MCQ પર આધારિત અને OMR બેસ રહેશે.
પરીક્ષા એક તબક્કામાં રહેશે પણ પાર્ટ A અને પાર્ટ B એ જ રીતે વહેંચવામાં આવશે
PART – A ની અંદર ટોટલ 60 ગુણ ના પ્રશ્ન પૂછવામાં આવશે PART – B ની અંદર 150 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે એમ ટોટલ 210 ગુણના પ્રશ્નો તમને પૂછવામાં આવશે જેની અંદર તમને પરીક્ષા નો ત્રણ કલાકનો સમય આપવામાં આવશે આ પરીક્ષામાં જો તમે ખોટો જવાબ આપો છો તો નેગેટીવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે.
પરીક્ષા ફી કેટલી રહેશે
જો તમે બીન અનામત વર્ગમાં આવો છો તો તમારે વાયરમેન ભરતી ની અંદર પરીક્ષા આપવા માટે 500 રૂપિયા ફી ઓનલાઈન મારફતે ભરવાની રહેશે જો તમે અનામત વર્ગની અંદર આવો છો તો તમારી 400 રૂપિયા ફી ઓનલાઈન મારફતે ભરવાની રહેશે જો તમે પરીક્ષામાં હાજર રહેશો તો આ ફી તમને પરત કરવામાં આવશે.
ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી શકાય | How to fill out the online form
વાયરમેન ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે ઓજસની (ojas) ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે જે તમે google માં જશો અને OJAS જેવો લખશો તો તમને ઓજસ ની ઓફિશિયલ વેબસાઈટ જોવા મળશે તો ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે તે વેબસાઈટ પર ક્લિક કરવાનું છે.

જેવું તમે વેબસાઈટ પર ક્લિક કરશો એટલે તમે ઓજસ ની વેબસાઈટ પર આવી જશો ઓજસ ની વેબસાઈટ પર આવ્યા પછી તમારે ઓજસ ની અંદર કરંટ એડવર્ટાઇઝમેન્ટ નો ઓપ્શન જોવા મળશે જે ઓપ્શન ની અંદર તમારે જવાનું છે જે ઓપ્શન ની અંદર ગયા પછી તમને ત્રણ ઓપ્શન જોવા મળશે જેમાં તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પસંદ કરવાનું છે.
જેવું તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પસંદ કરશો એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી ભરતી તમને જોવા મળશે તો તેની અંદર તમને વાયરમેન ક્લાસ થ્રી ભરતી જોવા મળશે જેની અંદર તમને એપ્લાય (Apply Now) નામનું બટન જોવા મળશે જેની ઉપર ક્લિક કરતા તમે વાયરમેન ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરી શકશો.
તો દોસ્તો આ પોસ્ટમાં મેં તમને માહિતી આપી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલ વાયરમેન ભરતી ની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ તમારી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને તમે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી શકો છો આ માહિતી તમને ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો.