તમે ખેડૂત છો અને તમે તમારા જમીન ની વિગતો (લેન્ડ રેકોર્ડ) ના નમુના એટલે 7/12 Utara ઓનલાઇન ડાઉનલોડ કરવા માગતા હોય તો તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો કઈ વેબસાઈટ પર જવાનું છે એ સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો છું
ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો માટે મહેસૂલી રેકોર્ડ એટલે કે જમીન ની વિગતો ઓનલાઈન મેળવી શકે તેની સુવિધા શરૂ કરી દીધી છે ગુજરાતના ખેડૂતોના હિત માટે ઓનલાઇન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવે લેન્ડ રેકોર્ડ ના નમુના 7/12 utara વગેરે તમે anyror પોર્ટલ પરથી ઓનલાઇન ડિજિટલ સાઇન સાથે મેળવી શકશો ખેડૂતો તેમના જમીનના નકશા પણ અહીંથી મેળવી શકશે આ માટે તેમને સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી
7/12 utara શું છે
ખેડૂતો તેમના જમીનના જે રેકોર્ડ હોય છે એટલે જે જમીનની વિગતો હોય છે એ સાતબાર ઉતારા ની અંદર રહેલી હોય છે આ રેકોર્ડમાં માલિકી સર્વે નંબર જમીનનો પ્રકાર પાક ની માહિતી જમીનનું ક્ષેત્રફળ વિવિધ માહિતી આ સાત બાર ઉતારામાં રહેલી હોય છે
વાત કરીએ આ 7/12 utara નો ઉપયોગ શાના માટે થાય છે
તો આજે 7/12 ઉતારો જેની અંદર જમીન ને લગતી દરેક માહિતી હોય છે તો તેનો ઉપયોગ જમીનમાં નવા પાક વાવેતર માટે જ્યારે લોન લેવાની થાય તો 7/12 ઉતારા નો ઉપયોગ લોન લેવા માટે થતો હોય છે વાત કરીએ કે આપણો જે 7/12 ના ઉતારા એટલે કે જે જમીનના રેકોર્ડ છે એ આપણે અહીંયા anyror વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે
દોસ્તો Anyror વેબસાઈટ પરથી તમે ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ અને શહેરી વિસ્તારના જમીન રેકોર્ડ બંને જમીન રેકોર્ડ તમે આ વેબસાઈટ પરથી મેળવી શકો છો
આ વેબસાઈટ પરથી તમે કઈ કઈ માહિતી મેળવી શકો છો ઓનલાઈન એ વિશે વાત કરીએ
- e-CHAVDI (ઈ-ચાવડી)
- KNOW CLOSED SURVEY NO DETAIL (બીનખેતી હુકમથી બંધ થયેલ સરવે નંબરની વિગતો જાણવા)
- OLD SCANNED VF-7/12 DETAILS (જૂના સ્કેન કરેલ ગા.ન. ૭/૧૨ ની વિગતો)
- OLD SCANNED VF-6 ENTRY DETAILS (જૂના સ્કેન કરેલ હક્ક પત્રક ગા.ન. ૬ ની વિગતો)
- VF-7 SURVEY NO DETAILS (ગા.ન. ૭ ની વિગતો)
- VF-8A KHATA DETAILS (ગા.ન. ૮અ ની વિગતો)
- VF-6 ENTRY DETAILS (હક્ક પત્રક ગા.ન. ૬ ની વિગતો)
- 135-D NOTICE FOR MUTATION (હક્ક પત્રક ફેરફાર માટે ૧૩૫-ડી નોટીસ)
- NEW SURVEY NO FROM OLD FOR PROMULGATED VILLAGE (પ્રમોલગેશન થયેલ ગામ માટે જુના સરવે નંબર પરથી નવો સરવે નંબર)
- ENTRY LIST BY MONTH-YEAR (વર્ષ અને મહિના મુજબ નોંધોની વિગત)
- INTEGRATED SURVEY NO DETAILS (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
- REVENUE CASE DETAILS (જમીન રેકર્ડ ને લગતા કેસની વિગત)
- KNOW KHATA BY OWNER NAME (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
- KNOW SURVEY NO DETAIL BY UPIN (UPIN પરથી સરવે નંબરની વિગત જાણવા)
- KNOW OWNER DETAILS IN OTHER LANGUAGE (ખાતેદારની વિગતો અન્ય ભાષામાં જાણવા)
ગ્રામ્ય વિસ્તારના ખેડૂત તેમના જમીનને લગતી વિવિધ માહિતી તમને આ વેબસાઈટ પરથી મળી જશે
7/12 ના ઉતારો તમે કેવી રીતે મેળવી શકો છો | 7/12 ના ઉતારા ની નકલ
તો સૌપ્રથમ તમારે google માં જવાનું છે ને google માં જઈને સર્ચ કરવાનું છે Anyror gujarat જેવું લખશો એ નીચે તમને ગુજરાત સરકારની જે વેબસાઈટ છે એ તમને જોવા મળશે વેબસાઈટ પર તમારે ક્લિક કરવાનું છે
જો વેબસાઈટ પર જશો તો તમને વેબસાઈટ પર ઉપર એક ઓપ્શન જોવા મળશે Digitally Signed RoR એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તે ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો મોબાઈલ નંબર અને નીચે એક કૅપેચા આપેલો હશે એ કેપેચા તમારે લખવાનો છે લખીને તમારે જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે તો જે મોબાઈલ નંબર તમે આપો છો તે મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી દ્વારા તમારે અહીંયા લોગીન કરવાનું છે
જેવું તમે અહિયાં લોગીન કરશો એટલે તમારો જિલ્લો તાલુકો અને ગામનું નામ તમને પૂછવામાં આવશે જે તમારે પસંદ કરવાનું છે ત્યાર પછી તમારો સર્વે નંબર બ્લોક નંબર ખાતા નંબર પસંદ કરીને તમારે એડ વિલેજ ફોર્મ પર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે નીચે તમને પેમેન્ટની પ્રોસેસ કરવાનો ઓપ્શન જોવા મળશે તમારે ક્લિક કરવાનું છે
જો કોઈ સુધારા કરવા જેવું તમને લાગતું હોય તો તમારે કેન્સલ કરવાનું છે અને ફરીથી તમે સુધારો કરીને અહીંયા પેમેન્ટ કરી શકો છો હવે પેમેન્ટ કરી લીધા પછી તમારો જે ડિજિટલ ગામ નમૂના નંબર ડાઉનલોડ કરવા માટે સ્કીન પર જોવા મળશે જેમાં ડાઉનલોડ પર ક્લિક કરીને ડિજિટલ ગામ નમુના ડાઉનલોડ કરી શકાશે ડિજિટલ ગામ નમુના નંબરની અંદર એક ડિજિટલ સિગ્નેચર પણ હોય છે જે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલ નાખેલ છે તો આ રીતે તમે ગામ નમુનો નંબર સાત તમે મેળવી શકો છો