ikhedut પોર્ટલ પર રહેલ નવી યોજનાઓની યાદી | ikhedut all yojana list gujarat 2025

Spread the love

દોસ્તો આ પોસ્ટમાં આપણે જાણીશું અત્યારે આઇ ખેડુત પોર્ટલ ચાલી રહેલ યોજનાઓ કઈ કઈ છે ikhedut 2.0 પોર્ટલ પર અત્યારે 95 જેટલી યોજનામાં તમે લાભ લઈ શકો છો જેમાં તમે અત્યારે ઓનલાઇન ફોર્મ ભરી શકો છો તો ikhedut પોર્ટલ ઉપર એ 95 યોજનાઓ કઈ કઈ છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ પોસ્ટની અંદર મળી જશે.

Ikhedut ૨૦૨૫ યોજના યાદી | ikhedut all yojana list gujarat 2025

Ikhedut 2.0 પોર્ટલ ઉપર કેટલી યોજનાઓમાં ફોર્મ ભરવાના ચાલુ છે | Ikhedut 2.0 portal yojana 2025

Ikhedut 2.0 પર અત્યારે બે કેટેગરી ની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે જેમાં પહેલી કેટેગરી છે ખેતીવાડી કેટેગરી અને બીજી કેટેગરી છે બાગાયત કેટેગરી

તો સૌ પ્રથમ વાત કરીએ તો ખેતીવાડી કેટેગીરીની અંદર 49 જેટલી યોજનાઓમાં ફોર્મ ભરવાના ચાલુ છે જ્યારે બાગાયત કેટેગરીની અંદર 46 જેટલી યોજનાઓમાં ફોર્મ ભરવાના ચાલુ છે.

આઇ ખેડૂત પોર્ટલ પર રહેલી યોજનાઓની યાદી | Ikhedut 2.0 Portal Yojana List 2025

હવે વિસ્તારમાં વાત કરીએ તો આ જે ટોટલ 95 જેટલી યોજનાઓ છે એ કઈ કઈ છે

ikhedut website link – https://ikhedut.gujarat.gov.in/

તો સૌપ્રથમ વાત કરીએ ખેતીવાડી કેટેગરીની અંદર રહેલી 49 યોજનાઓ વિશે જેની અંદર તમે 15/05/2025 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.

ખેતીવાડી કેટેગરીમાં રહેલી 49 યોજનાઓની યાદી

  1. વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ (અનુ. જનજાતિના ખેડૂતો માટે)
  2. ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના (૩૦ લાખ યુનિટ કિમત સુધી)
  3. કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના
  4. રેઇઝ બેડ પ્લાન્ટર
  5. પાક મૂલ્ય વૃદ્ધિ
  6. ટ્રેક્ટર ટ્રેલર
  7. રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)
  8. મિલેટ પ્રોસેસિંગ યુનિટ
  9. સોલાર પાવર યુનિટ/કીટ
  10. ડ્રોનથી છંટકાવ
  11. સ્માર્ટફોન ની ખરીદી પર સહાય
  12. એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ
  13. વોટર કેરીંગ પાઇપલાઈન
  14. માલ વાહક વાહન
  15. પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
  16. વ્હીલ હો (આંતરખેડનું સાધન)
  17. પશુ સંચાલીત વાવણીયો
  18. માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
  19. પ્લાન્ટર (અન્ય પ્રકારના )
  20. રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
  21. વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
  22. શ્રેડર/ મોબાઇલ શ્રેડર
  23. પ્લાઉ (તમામ પ્રકારના )
  24. રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
  25. પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
  26. રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  27. અન્ય ઓજાર/સાધન
  28. પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
  29. પમ્પ સેટ્સ
  30. બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)
  31. સબસોઈલર
  32. બ્રસ કટર
  33. પાવર ટીલર
  34. પોટેટો ડીગર
  35. પોટેટો પ્લાન્ટર
  36. કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
  37. ગ્રાઉન્ડનટ ડીગર
  38. પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
  39. તાડપત્રી
  40. હેરો (તમામ પ્રકારના )
  41. પાવર થ્રેસર
  42. લેસર લેન્ડ લેવલર
  43. લેન્ડ લેવલર
  44. ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના)
  45. રોટાવેટર
  46. પોસ્ટ હોલ ડીગર
  47. વિનોવીંગ ફેન
  48. કલ્ટીવેટર
  49. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
આ પણ વાંચો | ikhedut 2.0 પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

બાગાયત કેટેગરીમાં રહેલી 46 યોજનાઓની યાદી

હવે વાત કરીશું બાગાયત કેટેગરી ની અંદર રહેલી 46 યોજનાઓ કઈ કઈ છે જેની અંદર ઓનલાઇન તમે 31/05/2025 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકો છો

બાગાયત કેટેગરી ની અંદર રહેલ 46 યોજનાઓની યાદી

  1. કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
  2. ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
  3. ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા
  4. ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ
  5. બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય
  6. કેળ (ટીસ્યુ)
  7. લણણીના સાધનો (NMEO-OP)
  8. મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)
  9. બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત/ખાનગી સંસ્થા /ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત
  10. પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
  11. અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
  12. કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ
  13. દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર
  14. ક્રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે)
  15. ફ્રુટ કવર(આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ (ડ્રેગનફ્રૂટ))
  16. આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય
  17. ક્રોપ કવર (શાકભાજી પાકો માટે)
  18. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન
  19. પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
  20. ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય
  21. બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય
  22. નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય
  23. સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ
  24. અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ)
  25. કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
  26. આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
  27. મેઇન્ટેનન્સ અને ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ
  28. બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર
  29. કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ
  30. ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ)
  31. પ્લગ નર્સરી (વનબંધુ)
  32. બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
  33. વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
  34. ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
  35. સરગવાની ખેતીમાં સહાય
  36. ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
  37. પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય
  38. નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય
  39. દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ
  40. દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય
  41. ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
  42. હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂર માં સહાય
  43. બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
  44. કાપણીના સાધનો
  45. પ્રોસેસીંગના સાધનો
  46. પપૈયા

તો ઉપર આપેલ માહિતી પ્રમાણે ટોટલ 95 જેટલી યોજનાઓનો લાભ તમે આઇ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર અત્યારે ફોર્મ ભરીને સહાયતા મેળવી શકો છો કોઈપણ યોજનામાં ફોર્મ ભરતા પહેલા તમારે આઇ ખેડુત ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે

Ikhedut 2.0 ઉપર તમે રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો તે માહિતી સાથે મેં પોસ્ટ વેબસાઈટ પર મૂકેલી છે જે વાંચીને તમે માહિતી મેળવી શકો છો આ પોસ્ટમાં મેં તમને માહિતી આપી ikhedut 2.0 ઉપર કઈ કઈ યોજનાઓ રહેલી છે જેની અંદર અત્યારે ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ છે અને તે યોજનાઓની યાદી વિશે મેં તમને માહિતી આપી કંઈ પણ તમને સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્ષની અંદર કમેન્ટ કરી શકો છો અને વેબસાઈટ પર રહેલી બીજી માહિતી પણ વાંચી શકો છો

Author

  • સચિન શાહ એક ઉત્સાહી બ્લોગર છે જેમને શિક્ષણ, શિષ્યવૃત્તિ અને સરકારી યોજનાઓ વિશે નવીનતમ માહિતી પૂરી પાડવામાં ઊંડો રસ છે. તેમનું ધ્યેય તેમના વાચકોને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવા અને પરિપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી જ્ઞાનથી સશક્ત બનાવવાનું છે.


Spread the love

Leave a Comment