જો તમે તમારો સીબીલ સ્કોર જેને આપડે ક્રેડિટ રિપોર્ટ પણ કહીયે છીએ એ ચેક કરવા માંગતા હોય તો ઓનલાઇન કેવી રીતે તમે ફ્રી માં ચેક કરી શકો છો એ વિષે આપણે વાત કરીશું.
જ્યારે પણ આપણે હોમ લોન લેતા હોઈએ કાં તો કોઈ બેંકમાંથી આપણે જ્યારે લોન લેતા હોઈએ છે તો આપણી લોન સીબીલ સ્કોર પર નિર્ભર હોતી હોય છે એટલે સીબીલ સ્કોર જો આપણો વધારે હોય તો આપણને સારી લોન મળતી હોય છે અને જો સીબીલ સ્કોર ઓછો હોય તો આપણે વ્યાજ વધારે ચૂકવવું પડતું હોય છે અને લોન પણ આપણને ઓછી મળતી હોય છે તો અહીંયા આપણો સીબીલ સ્કોર મહત્વપૂર્ણ હોય છે
તો જ્યારે પણ આપણે લોન લેતા હોઈએ છીએ તો સૌપ્રથમ સીબીલ સ્કોર કેટલો છે એ ચેક કરી લેવું જરૂરી છે જ્યાંથી આપણને પણ ખ્યાલ આવી જાય કે આપણને કેટલી લોન મળી શકે છે તો ઓનલાઇન cibil score ચેક કરવા માટે તમારે ક્યાં જવાની જરૂર નથી કોઈ જગ્યાએ તમારે પૈસા આપવાની પણ જરૂર નથી હું તમને અહીં શીખવાડીશ કે તમે ઓનલાઇન ફ્રીમાં સિબિલ સ્કોર તમારો કેવી રીતે ચેક કરી શકો છો
Free Cibil Score Check Online In Gujarati
તો સીબીલ સ્કોર ચેક કરવા માટે તમારે તમારા મોબાઈલમાં google pay એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની હોય છે જે તમને પ્લે સ્ટોરમાં મળી જશે play store માં જઈને તમે જેવું google પે લખશો તો ત્યાં તમને આ એપ્લિકેશન જોવા મળશે જે તમારે તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે
ઇન્સ્ટોલ કરીને જેવું તમે તમારો મોબાઈલમાં એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારી પાસે તમારો મોબાઈલ નંબર માગવામાં આવશે જે તમારી બેન્ક સાથે લીંક હોય એટલે જેવું તમે મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે તમારી બેંકનું જે પણ એકાઉન્ટ હશે એ આ એપ્લિકેશન સાથે એટલે કે google પે સાથે લિંક થઈ જશે જ્યાંથી તમારી બેંક એકાઉન્ટ ની માહિતી તમને ખ્યાલ આવશે તમે તમારા બેન્ક એકાઉન્ટ નું બેલેન્સ પણ આ એપ્લિકેશન દ્વારા જોઈ શકશો તો આ એપ્લિકેશનની અંદર જ એક ઓપ્શન આપેલો છે
check your cibil score free આ પ્રકારનો ઓપ્શન તમને જોવા મળશે જ્યાં તમારે ક્લિક કરવાનું છે જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો પાનકાર્ડ નંબર માગવામાં આવશે જેની અંદર તમારી બધી જ માહિતી રહેલી હોય છે હવે જેવું તમે તમારો પાનકાર્ડ નંબર એન્ટર કરશો એટલે તમારી બધી જ માહિતી તમને જોવા મળશે
Free Cibil Score Check
કઈ પ્રકારની માહિતી? તો તમે કેટલી પહેલા લોન લીધી હતી? કેટલી લોન અત્યારે તમારી ચાલુ છે અને તમારો સીબીલ સ્કોર કેટલો છે 700 થી ઉપર હોય તો સિવિલ સ્કોર સારો કહેવાય છે જો તમારું સીબીલ સ્કોર 700 ઉપર હોય તો તમને સારી લોન મળવાની સંભાવના હોય છે અને જો તમે તમારો સીબીલ સ્કોર ઓછો હોય તમે પહેલા પણ લોન લીધેલી હોય એ લોન તમે જો પૂરી ના કરી હોય તો તમારો સિબિલ સ્કોર અહીંયા ઓછો બતાવતો હોય છે તો મહત્વનો એ છે કે તમે સીબીલ સ્કોર ફ્રીમાં કેવી રીતે ચેક કરી શકો છો તો google પે ના આજે ઓપ્શન છે તેની અંદર જઈને તમારે માત્ર તમારો પાનકાર્ડ નંબર આપવાનો છે જ્યાં જઈને તમે તમારો ફ્રી માં સીબીલ સ્કોર ચેક કરી શકો છો