હેલો દોસ્તો સ્વાગત છે જો તમે Manav Kalyan Yojana માં ઓનલાઈન ફોર્મ ભર્યું છે તો તમારી અરજી મંજૂર થઈ છે કે ના મંજૂર થઈ છે કે તમે ઓનલાઇન કેવી રીતે જોઈ શકો છો એટલે કે માનવ કલ્યાણ યોજના એપ્લિકેશન નું સ્ટેટસ તમે કેવી રીતે ઓનલાઇન જોઈ શકો છો તે વિશે આપણે આ પોસ્ટમાં વાત કરીશું.
માનવ કલ્યાણ યોજના ગુજરાત 2025 | Manav Kalyan Yojana
દોસ્તો માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરીને તમે તમારા વ્યવસાય ને લગતા સાધનોની ખરીદી ઉપર સહાયતા મેળવી શકો છો જો તમે જાણવા માગતા હોય કે માનવ કલ્યાણ યોજનામાં તમને કયા કયા સાધનોની ખરીદી ઉપર સહાય મળશે તો તમે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરીને માહિતી મેળવી શકો છો.

માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે 08/04/2025 થી 22/05/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જો તમે માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભર્યું છે તો તમે તમારી અરજીનું સ્ટેટસ એટલે કે તમારી અરજી મંજૂર થઈ છે કે ના મંજૂર એ કેવી રીતે ચેક કરી શકો છો
માનવ કલ્યાણ યોજના કરેલ અરજીનું સ્ટેટસ | Manav Kalyan Yojana Application status check
માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરી દીધા પછી તમારી અરજીનું સ્ટેટસ જોવા માટે તમારી પાસે અરજી નંબર પૂછવામાં આવશે જે તમે ઓનલાઇન ફોર્મ ભરી લીધા પછી તમને છેલ્લે મળતો હોય છે જ્યારે તમે માનવ કલ્યાણ યોજનામાં ભરો છો અને જે જન્મ તારીખ નો ઉપયોગ તમે કરો છો એ જન્મ તારીખ તમારી પાસે પૂછવામાં આવશે એટલે તમારી પાસે જો તમારી અરજીનો અરજી નંબર હોય અને તમારી જન્મ તારીખ તમને ખબર હશે તો જ તમે ઓનલાઇન અહીંયા તમારી અરજીનું સ્ટેટસ જોઈ શકો છો
માનવ કલ્યાણ યોજનામાં કરેલ અરજીનું સ્ટેટસ ઓનલાઇન કઈ રીતે ચેક કરવું
તમારી અરજી મંજૂર થઈ છે કે ના મંજૂર એ ચેક કરવા માટે તમારે તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં google માં જવાનું છે અને google માં જઈને સર્ચ કરવાની છે વેબસાઈટ ekutir વેબસાઈટ સર્ચ કરશો એટલે ગવર્મેન્ટની ઓફિસિયલ વેબસાઇટ ekutir તમને જોવા મળશે આ વેબસાઈટ પરથી આપણે ચેક કરી શકીએ છીએ કે તમારી અરજી મંજૂર થઈ છે કે ના મંજુર તો એ ચેક કરવા માટે આપણે આ વેબસાઈટ પર ક્લિક કરવાનું છે.

દોસ્તો જેવું તમે વેબસાઈટ ઉપર ક્લિક કરશો એને વેબસાઇટ પર તમને કંઈક આ પ્રકારનું પેજ જોવા મળશે હવે તમારી અરજી નું સ્ટેટસ ચેક કરવા માટે તમારે વેબસાઈટ ની અંદર નીચે આવવાનું છે
જેવું વેબસાઈટ ની અંદર તમે નીચે આવશો તો તમને ત્યાં એક ઓપ્શન જોવા મળશે યોર એપ્લિકેશન સ્ટેટસ(Your Application Status) તો તમારે તમારી અરજી નું સ્ટેટસ એટલે કે તમારી અરજી મંજુર થઈ છે કે ના મંજૂર એ ચેક કરવા માટે એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે.

જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી અરજી નું સ્ટેટસ ચેક કરવા માટે તમારી પાસે તમારી એપ્લિકેશનનો અરજી નંબર અને તમારી જન્મતારીખ પૂછવામાં આવશે જે તમારે ખાલી જગ્યામાં એન્ટર કરવાની હોય છે આટલી માહિતી આપી દીધા પછી તમને બાજુમાં એક ઓપ્શન જોવા મળશે વ્યુ સ્ટેટસનો(View Status) એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તમારી અરજીનું સ્ટેટસ જોવા માટે જેવું તમે ક્લિક કરશો એટલે તમારી અરજીની લગતી બધી જ માહિતી તમને અહિયાં જોવા મળશે અરજીની સ્થિતિ તમને જોવા મળશે જેની અંદર તમને ખ્યાલ આવી જશે કે તમારી અરજી મંજૂર થઈ છે જેવું તમે વ્યુ સ્ટેટસ પર ક્લિક કરો છો તો નીચે મુજબની માહિતી તમને જોવા મળશે.

મેં તમને માહિતી આપી કે જો તમે Manav Kalyan Yojana માં ઓનલાઈન ફોર્મ ભર્યું છે તો તમે તમારી અરજીનું સ્ટેટસ ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકો છો અને જો તમે હજુ સુધી માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ નથી ભર્યું અને માહિતી મેળવવા માંગો છો તો તમે અમારી વેબસાઈટ પર જઈને માહિતી મેળવી શકો છો.
આ પોસ્ટમાં આપેલ માહિતી તમને કેવી લાગી એ ચોક્કસથી અમને કમેન્ટ કરીને જણાવજો અને અમારી બીજી પોસ્ટ અમારી વેબસાઈટ પર જઈને જરૂરથી એકવાર વાંચજો.