સ્વાગત છે તમારું આ પોસ્ટમાં આપણે વાત કરીશું કે જો તમે Manav Kalyan Yojana ની અંદર ઓનલાઇન ફોર્મ ભરો છો તો તમારા વ્યવસાયને લગતા તમને કયા કયા સાધનોની સહાય મળશે તો ફોર્મ ભરતી વખતે જે પણ તમે વ્યવસાય પસંદ કરો છો તો તેની અંદર જે સાધનોની તમને સહાય મળશે એ ટુલકીટ લિસ્ટ એટલે કે યાદી વિશે હું અહીં વાત કરવાનો છું કે કયા ટૂલકિટ ની અંદર તમને કયા સાધનોની સહાય મળશે.
Manav Kalyan Yojana Kit List 2025
શરૂઆત કરીએ અને જાણીએ ટૂલિકિટમાં સમાવિષ્ટ સાધનોની યાદી એટલે કે લિસ્ટ વિશે
જો તમે અહીં માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરો છો તો તમને અહીંયા 10 વ્યવસાય ની અંદર સહાય મળે છે એ 10 વ્યવસાય નીચે મુજબ છે
- અથાણા બનાવટ
- ઈલેક્ટ્રીક એપ્લાયન્સ રીપેરીંગ
- દૂધ દહીં વેચનાર
- પંચર કીટ
- પાપડ બનાવટ
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ભરતકામ
- વાહન સર્વિસિંગ અને રીપેરીંગ
- સેન્ટ્રીંગ કામ
તો ઉપર આપેલ 10 વ્યવસાય ની અંદર તમને આ યોજનામાં સહાય મળશે
Manav Kalyan Yojana Toolkit List | ટૂલિકિટમાં સમાવિષ્ટ સાધનોની યાદી
હવે વાત કરીએ એક પછી એક વ્યવસાય ની અંદર તમને કયા કયા સાધનોની સહાય મળશે
1.તમે અથાણા બનાવટ વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમને કયા કયા સાધનો મળશે
- ઈલેક્ટ્રીક વજન કાંટો
- મિક્સર ગ્રાઉન્ડર મોટર સાથે
- બોટલ સીલીંગ મશીન
- તપેલું
2.તમે ઈલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ વ્યવસાય સાથે જોડાયેલા છો તો કયા સાધનો મળશે
- મેગર
- ઈલેક્ટ્રીક કલીપોન મીટર
- હાઇડ્રોલિક ક્રિમ્પીંગ ટુલ
- એસી વોલ્ટેજ ડિટેક્ટર
- ઈલેક્ટ્રીક કટર
- મિનિયર સર્કિટ બ્રેકર એમસીબી
- નાનુ ટુલ બોક્સ
- ડ્રિલ મશીન
- ડિજિટલ મલ્ટીમીટર
3.તમે દૂધ દહીં વેચનાર વ્યવસ્થા સાથે જોડાયેલા છો તો નીચે મુજબ સાધનો મળશે
- ઈલેક્ટ્રીક વલોણું
- દૂધનું કેન
- કેરેટ
- ઈલેક્ટ્રીક વજન કાંટો
- તપેલું
4.તમે પંચર કેટ વ્યવસ્થા સાથે જોડાયેલા છો તો નીચે મુજબ સાધનો મળશે
- એર કોમ્પ્રેસર
5.તમે પાપડ બનાવટ ના વ્યવસાય સાથે જોડાયેલા છો તો નીચે મુજબ સાધનો મળશે
- કોમર્શિયલ આટા મેકિંગ મશીન મોટર સાથે નાનું
- પ્લાસ્ટિક બેગ સીલીંગ મશીન
- ઇલેક્ટ્રોનિક વજન કાંટો
6.તમે પ્લમ્બરનો વ્યવસાય સાથે જોડાયેલા છો તો નીચે મુજબ સાધનની સહાય મળશે
- મલ્ટિપલ ટુલકીટ
- ડિસ્ક ગ્રાઉન્ડર 25 એમએમ
- હેમર મશીન
- પાઇપ ને આંટા પાડવાની કીટ
- ડ્રિલ મશીન
7.તમે બ્યુટી પાર્લર વ્યવસાય સાથે જોડાયેલા છો તો નીચે મુજબના સાધનોની સહાય મળશે
- સ્ટરીલાઈઝર યુનિટ (ટુ સ્ટેરીલાઈઝર પાર્લર આઈટમ)
- બ્યુટી પાર્લર ચેર
- કન્યુજેમેબલ (હેર કલર હેર ડાઇ વેક્સ વગેરે) રૂપિયા 1000 સુધીની મર્યાદામાં
8.તમે ભરતકામના વ્યવસાય સાથે જોડાયેલા છો તો નીચે મુજબ સાધનો મળશે
- એમ્બ્રોઇડરી/ જીગજેગ મશીન
- પીવીસી સ્ટૂલ
9.તમે વાહન સર્વિસિંગ અને રીપેરીંગના વ્યવસ્થિત સાથે જોડાયેલા છો તો નીચે મુજબના સાધનોની સહાય મળશે.
- ઈલેક્ટ્રીક પ્રેશર પંપ
- નાનોજેક (હાઇડ્રોલિક)
- મલ્ટિપલ ટુલકીટ
10.તમે સેન્ટ્રીંગ કામ સાથે જોડાયેલા છો તો નીચે મુજબના સાધનોની સહાય મળશે
- સેફટી કીટ (હાથના મોજા બે જોડ, ગમ બુટ એક જોડ, સેફ્ટી હેલ્મેટ એક)
- વાઈબ્રેટર મશીન વિથ 1.5 મીટર નીડલ
- મલ્ટિપલ ટુલકીટ
- ડ્રિલ મશીન
તો દોસ્તો ઉપર જે મેં તેમને સાધનોની વાત કરી એ સાધનોની સહાય તમને માનવ કલ્યાણ યોજના ની અંદર મળી શકે છે તમે જે વ્યવસાય કરવાના હોય કાં તો તમે કરતા હોય તે વ્યવસાય ને લગતા તમને સાધનો અહીંયા મળતા હોય છે
જો તમે માનવ કલ્યાણ યોજના માં ફોર્મ ભરવા માંગો છો તો ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની માહિતી વેબસાઈટ પર રહેલી છે તમે માહિતી મેળવી શકો છો
તો આ પોસ્ટમાં મેં તમને વાત કરી તમે માનવ કલ્યાણ યોજના ની અંદર ઓનલાઇન ફોર્મ ભરો છો તો તમને કયા કયા સાધનોની સહાય અહીંયા મળશે એ સાધનાના લિસ્ટ વિશે મેં તમને અહીં વાત કરી આ પોસ્ટ જો તમને ગમી હોય તો તમે અમારી બીજી પોસ્ટ અમારી વેબસાઈટ પર જઈને વાંચી શકો છો અને કમેન્ટ પણ કરી શકો છો થેન્ક્યુ.