માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેર | Manav Kalyan Yojana 2025 Last date Gujarat

હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારી એક નવી પોસ્ટમાં આ પોસ્ટમાં આપણે આજે વાત કરીશું કે માનવ કલ્યાણ યોજનાની અંદર જો તમે ઓનલાઇન ફોર્મ ભરવા માંગો છો તો તેની જે છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે એ કઈ છે કઈ તારીખ સુધી તમે ઓનલાઈન Manav Kalyan Yojana ની અંદર ફોર્મ ભરી શકશો.

માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેર | Manav Kalyan Yojana 2025 Last date Gujarat

Manav Kalyan Yojana 2025 Last date Gujarat

Manav Kalyan Yojana વર્ષ 2025-26 માં 10 ટ્રેડ માટે e-kutir પોર્ટલ પર તા.08/04/2025 થી તા.22/05/2025 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે.માનવ કલ્યાણ યોજના વર્ષ 2025-26 ને લઈને 10 ટ્રેડને લઈને સરકારી સહાય પૂરી પાડવામાં આવશે.કયા કયા 10 ટ્રેડમાં તમે સહાય મેળવી શકો છો તો એ ટ્રેડ ના નામ નીચે મુજબ છે

  • બ્યુટી પાર્લર
  • ભરતકામ
  • પ્લમ્બર
  • વાહન સર્વિસિંગ અને રીપેરીંગ
  • પાપડ બનાવટ
  • ઈલેક્ટ્રીક એપ્લાયન્સીસ
  • અથાણા બનાવટ
  • દૂધ દહીં વેચનાર
  • પંચર કીટ
  • સેન્ટીંગ કામ
ઉપર આપેલ 10ટ્રેડ ની અંદર તમે ફોર્મ ભરીને સાધન ખરીદી ઉપર સહાયતા મેળવી શકો છો.

How to Online Apply In Manav Kalyan Yojana

જો તમે માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તો તમે e-kutir પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.અહીં ફોર્મ ભરવા માટે તમારી પાસે આધાર કાર્ડ,તમારું રેશનકાર્ડ,અને બેંક પાસબુક ની વિગતો જોઈશે.
ફોર્મ ભરવાની સમગ્ર માહિતી જો તમે મેળવવા માગતા હોય તો તમે આપણી વેબસાઈટ ઉપર જઈને માહિતી મેળવી શકો છો જે મેં સ્ટેપ બાય સ્ટેપ માહિતી સમજાવી છે કે તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ કેવી રીતે કરી શકો છો જો તમે માનવ કલ્યાણ યોજના ની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો તમે આ 08/04/2025 થી 22/05/2025 સુધી અહીં ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.
માનવ કલ્યાણ યોજના માં તમને કાયા ટ્રેડ માં કાયા સાધનો ની સહાય મળશે એ માહિતી તમે અમારી વેબસાઈટ પર થી મેળવી શકો છો.
આ પોસ્ટમાં મેં તમને માહિતી આપી કે તો તમે ફોર્મ ભરવા માગતા હોય માનવ કલ્યાણ યોજનામાં તો તમે કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકો છો આ માહિતી તમને કેવી લાગી એ તમે મને કમેન્ટ કરીને નીચે જણાવી શકો છો અને યોજનામાં જો તમે ફોર્મ ભરવા માગતા હોય તો આપણી વેબસાઈટ GujaratEduHub પર જઈને તમે જોઈ શકો છો પૂરેપૂરી માહિતી આપેલી છે.

Leave a Comment